ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપી કોરોનાને મ્હાત, કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો

ગુજરાતના મુખ્યમંત્રી Vijay Rupani નો કોરોના ટેસ્ટ RT-PCR નેગેટિવ આવ્યો છે. સીએમ રૂપાણીને ગત રવિવારે વડોદરાની જાહેરસભામાં ચક્કર આવ્યા બાદ અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં તપાસ માટે દાખલ કરવામાં આવ્યા હતા.

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપી કોરોનાને મ્હાત, કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો
Vijay Rupani

ગુજરાતના મુખ્યમંત્રી Vijay Rupani નો કોરોના ટેસ્ટ RT-PCR નેગેટિવ આવ્યો છે. સીએમ રૂપાણીને ગત રવિવારે વડોદરાની જાહેરસભામાં ચક્કર આવ્યા બાદ અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં તપાસ માટે દાખલ કરવામાં આવ્યા હતા. જો કે આ દરમ્યાન તેમનો કોરોના ટેસ્ટ કરતાં તે કોરોના પોઝિટિવ હોવાનું માલૂમ પડ્યું હતું.

ગુજરાતના મુખ્યમંત્રી Vijay Rupani ની યુએન મહેતા હોસ્પિટલમાં કોરોના દર્દી તરીકેની સારવાર શરૂ કરી હતી. જેમાં આજે છ મહાનગરપાલિકા માટે મતદાન ચાલી રહ્યું છે, ત્યારે સીએમ રૂપાણી આજે સાંજે 5.15 વાગે રાજકોટમાં મતદાન કરવાના છે. તે પૂર્વે તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જે નેગેટિવ આવ્યો છે.

ગુજરાતના મુખ્યમંત્રી Vijay Rupani  હાલ યુ.એન. મહેતા હોસ્પિટલ અમદાવાદમાં કોવિડ-19 કોરોનાની સારવાર હેઠળ છે. આજે કરવામાં આવેલો તેમનો કોરોના ટેસ્ટ RT PCR રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. મુખ્યમંત્રી રાજ્ય ચૂંટણી આયોગે બહાર પાડેલી કોવિડ-19 ના મતદારો માટેની મતદાન માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. સીએમ રૂપાણીએ આજે મતદાનના દિવસે ટ્વીટ કરીને લોકોને મોટી સંખ્યામાં મતદાન કરીને લોકશાહીના પર્વને સફળ બનાવવા માટે અપીલ કરી છે.

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati