AHMEDABAD : દેશમાં સૌપ્રથમ 4 વર્ષની કેન્સરગ્રસ્ત બાળકીના જડબાની માઇક્રોવેસ્ક્યુલર સર્જરી, પગનું હાડકું કાપી જડબામાં લગાડવામાં આવ્યું

Gujarat Cancer Research Institute : દેશ અને વિશ્વમાં દુર્લભ ગણી શકાય તેવી 4 વર્ષની કેન્સરગ્રસ્ત બાળકીનું જડબું પગના હાડકામાંથી બનાવીને GCRI ના તબીબોએ સફળતાપૂર્વક તેની પ્લાસ્ટીક સર્જરી કરી છે.

AHMEDABAD : દેશમાં સૌપ્રથમ  4 વર્ષની કેન્સરગ્રસ્ત બાળકીના જડબાની માઇક્રોવેસ્ક્યુલર સર્જરી, પગનું હાડકું કાપી જડબામાં લગાડવામાં આવ્યું
Gujarat Cancer Research Institute performed microvascular surgery of a 4 year old girl
Jignesh Patel

| Edited By: Nakulsinh Gohil

Jul 18, 2021 | 11:59 AM

AHMEDABAD : ગુજરાત કેન્સર રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ( Gujarat Cancer Research Institute – GCRI)ના તબીબોએ ફરી એક વખત પોતાની કાર્યક્ષમતા-કાબેલિયતનો પરચો બતાવ્યો છે. 4 વર્ષની કેન્સર પીડિત બાળકીના જડબાને માઇક્રોવેસ્ક્યુલર સર્જરી (microvascular surgery) દ્વારા પુન:સ્થાપિત કરવામાં આવ્યું હોય તેવો દેશમાં આ પ્રથમ કિસ્સો છે તેમ GCRI ના તબીબોએ જણાવ્યું છે.દેશ અને વિશ્વમાં દુર્લભ ગણી શકાય તેવી 4 વર્ષની કેન્સરગ્રસ્ત બાળકીનું જડબું પગના હાડકામાંથી બનાવીને તબીબોએ સફળતાપૂર્વક તેની પ્લાસ્ટીક સર્જરી કરી છે.

જૂનાગઢની જેનાબ જડબાના કેન્સરનો ભોગ બની જૂનાગઢની 4 વર્ષીય બાળકી જેનાબ જડબાના ભાગમા સાર્કોમા ગાંઠ જોવા મળી હતી. સાર્કોમા એક પ્રકારની દુર્લભ ગાંઠ છે. તેમાં પણ 4 વર્ષની બાળકીમાં જોવા મળી હોય તેવો આ પ્રથમ કિસ્સો હતો.નાની વયમાં આવી ગંભીર ગાંઠ જણાઇ આવતા પરિવારજનો ચિંતાતુર બન્યા. વિવિધ હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જતા ત્યાના તબીબો પણ આ પ્રકારની ગાંઠ જોઇ સ્તબ્ધ રહી ગયા હતા. તબીબોએ જેનાબના પરિવારજનોને આવા ગંભીર પ્રકારની સર્જરી ફક્ત અમદાવાદની સિવિલ મેડિસિટીની ગુજરાત કેન્સર રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ (Gujarat Cancer Research Institute – GCRI)માં જ શક્ય હોવાનું જણાવી અમદાવાદ ખાતે GCRI માં મોકલ્યા હતા.

બાળકીનું જડબું બનાવવામાં પણ ઘણીએ મુશ્કેલીઓ બાળકીનું જડબું બનાવવામાં પણ ઘણી મુશકેલીઓ હતી. કારણ કે બાળકના પગનું હાડકુ ઘણું નાનું અને પાતળું હોય છે. જેથી તેને આરી થી કાપીને જડબાના સ્વરૂપમાં રૂપાતંરિત કરવું પડે છે. આ દરમિયાન 1 મી.મી. જેટલી પણ ખામી સર્જાય તો બાળકીના બંને જડબા બરાબર બેસી શકે નહીં.

વળી આરીથી હાડકુ કાપતી વખતે જડબાની નીચેના ભાગમાં રહેલી લોહીની નળી ભૂલથી કપાઇ જાય તો આખું હાડકુ નકામું બની શકે. જેથી નવો આકાર લઇ રહેલા હાડકામાં અતિમોંધી ટાઇટેનીયમની ત્રણ-ચાર પ્લેટો અને 12 થી 16 જેટલા સ્ક્રુ નાંખી તેને જોડવાની જરૂરિયાત ઉભી થઇ.

આ સમગ્ર સર્જરીનો સૌથી જોખમી હિસ્સો આ હાડકાની વાળ જેટલી ત્રણ લોહીની નળીઓને ગળા અને મગજની નળીઓ સાથે જોડીને તેમાં લોહીનું પરિભ્રમણ પૂર્વવત કરવાનો હતો. જો આ કરવામાં ન આવે અને કોઇપણ નળી બ્લોક થઇ જાય અને નવનિર્મિત હાડકુ સળી જવાની પ્રબળતા રહેલી હતી. આ તમામ પરિસ્થિતિ સાથે GCIR ના પ્લાસ્ટીક સર્જન ડૉ. હેમંત સરૈયા,ડૉ.પ્રીતમ અને કેન્સર સર્જન ડૉ.ઉમાંક ત્રિપાઠી અને ટીમે આ પડકારજનક ઓપરેશનને સળતાપૂર્વક પાર પાડવાનું બીડુ ઉપાડ્યું.

9 કલાકની મહેનત કરી નવું જડબું બનાવાયું GCRI ના તબીબોએ સૌ પ્રથમ ગળામાં કાણું પાડીને બાળકીને શ્વાસ માટેની હંગામી વ્યવ્સથા ગોઠવી અને કેન્સરગ્રસ્ત જડબું કાઢી નાંખાવમાં આવ્યું. ત્યારબાદ બાળકીના ડાબા પગનું હાડકું, લોહીની નળીઓ ચામડી સાથે લેવામાં આવી.કાપેલા નવા હાડકાને જડબાના માપ મુજબ આકાર આપવામાં આવ્યો. ત્યારબાદ તેને સપોર્ટ અને મજબૂતાઇ માટે ટાઇટેનીયમની પ્લેટ્સ અને સ્ક્રુ સાથે બેસાડવામાં આવ્યા.

ત્યારબાદ આ ફ્લેપની ત્રણ લોહીની નળીઓને કે જે વાળ જેટલી પાતળી હતી તેને ગળાની અને મગજનાં ભાગમાંથી રક્તવહન કરતી નળીઓ સાથે માઇક્રોસ્કોપની મદદથી ગળાના ભાગને 8 થી 10 ગણું મોટું કરી જોડવામાં આવી. આમ લોહીનું પરિભ્રમણ પુન:કાર્યરત થયું.

ઓપરેશન બાદ આ નળીઓ સંકોચાઇ ન જાય અને લોહીનો ગઠ્ઠો આવી જવાથી બ્લોક ન થઇ જાય તેનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું.9 કલાકની અતિજટીલ સર્જરીના અંતે ઝેનાબની પીડાનો સુખદ અંત આવ્યો. હવે તે પીડામૂક્ત થઇ નીરાંતની નીંદર લઇ રહી છે. આગામી સમયમાં ઝેનાબની ફીઝીયોથેરાપી કસરતની શરૂઆત કરવામાં આવશે અને થોડા સમયબાદ નવા દાંત પણ નાંખવામા આવશે.

8 થી 10 લાખની સર્જરી વિનામૂલ્યે ઉપલબ્ધ થતા જેનાબના પરિવારજનો GCRIનો લાગણી પૂર્વક અભાર માન્યો હતો. અમદાવાદની સિવિલ હોસ્પિટલ પ્રત્યેક ગરીબ-જરૂરિયાતમંદ માનવીને વિના વિલંબે આરોગ્યલક્ષી તમામ સેવાઓ પૂરી પાડવા સમર્પિત અને કૃતનિશ્રયી છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati