CM ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળશે કેબિનેટની બેઠક: કોરોના, CMના રોડ શો અને આ મહત્વના મુદ્દાઓ પર થશે ચર્ચા

Gandhinagar: CM ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને આજે કેબિનેટની બેઠક મળશે. તો આ બેઠકમાં કોરોના, CMના રોડ શો અને આ મહત્વના મુદ્દાઓ પર થશે ચર્ચા

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 17, 2021 | 7:44 AM

આજે ભુપેન્દ્ર પટેલ સરકારની (CM Bhupendra Patel) કેબિનેટની બેઠક (Cabinet meeting) મળશે. ભાજપની પ્રદેશ કારોબારી બેઠકના કારણે બપોરે 12 વાગે કેબિનેટની બેઠક મળશે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને કેબિનેટની બેઠક મળવાની છે. આ બેઠકમાં અનેક મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે.

બેઠકમાં ક્યાં મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે તેના પર નજર કરીએ તો સૌથી પહેલા રાજ્યમાં કોવિડની (Corona) સ્થિતિ અને વધતા કેસ અંગે લેવાયેલા પગલા પર ચર્ચા કરવામાં આવશે. એટલું જ નહીં રાજ્યમાં વેક્સિનેશન (Vaccination) સંદર્ભે બેઠકમાં વિચારણા કરવામાં આવશે. તો વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને લઈ CM ના રોડ શો, મહાનુભાવોને આમંત્રણ કરવા સહિત તૈયારીઓ સંદર્ભે પણ મંથન કરવામાં આવશે.

આ ઉપરાંત મગફળી, મગ, અડદ અને સોયાબીન સહિતની ટેકાના ભાવે ખરીદી સંદર્ભે સમીક્ષા કરાશે. જ્યારે ચોમાસામાં અતિવૃષ્ટિના કારણે થયેલા નુકસાનના બાકી 8 જિલ્લાના વળતર સંદર્ભે ચર્ચા કરી યોગ્ય નિર્ણય લેવાઇ શકે છે. સાથે સાથે રાજ્યમાં શાળામાં ઓફલાઇન શિક્ષણ શરૂ કરવું કે નહીં તે સંદર્ભે પણ બેઠકમાં નિર્ણય લેવાઇ શકે છે. ઉપરાંત મહાનગરોમાં નોનવેજની લારી બાબતે પડેલા રાજકીય પ્રત્યાઘાતો પર પણ ચર્ચા કરાશે.

આ પણ વાંચો: સાવધાન ! જો તમે માછલી ખાવાના શોખીન છો તો જરા ચેતી જજો, આ માછલીને આરોગવાથી થશે કેન્સર, જાણો સમગ્ર વાત

આ પણ વાંચો: Rajkot: હિટ એન્ડ રનની ગોઝારી ઘટના, દૂધ લેવા જઈ રહેલા મા-દીકરીને અજાણ્યા વાહને અડફેટે લીધા, બાળકીનું મોત

Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
g clip-path="url(#clip0_868_265)">