Gujarat Cabinet : રાજ્યમાં હવે માસ્ક ન પહેરવાના દંડ સિવાય વાહનચાલકોને તમામ દંડમાંથી હાલ પુરતી મુક્તિ

Gujarat Cabinet : મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબીનેટની બેઠકમાં લેવાયો નિર્ણય

| Updated on: Apr 22, 2021 | 9:30 PM

Gujarat Cabinet : રાજ્યમાં વાહનચાલકોને ટ્રાફિક નિયમોમાં દંડની રાહત આપણા રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. આજે 22 એપ્રિલે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબીનેટ (Gujarat Cabinet)ની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં હવે માસ્ક ન પહેરવાના દંડ સિવાય વાહનચાલકોને તમામ દંડમાંથી હાલ પુરતી મુક્તિ આપવામાં આવી છે.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબીનેટ બેઠક
આજે 22 એપ્રિલે ગાંધીનગર ખાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબીનેટ (Gujarat Cabinet) બેઠક યોજાઈ હતી. આ કેબીનેટ બેઠકમાં રાજ્યના નર્મદા અને શહેરી ગૃહનિર્માણ પ્રધાન યોગેશ પટેલ તેમજ અને અન્ય વિભાગોના પ્રધાનો દ્વારા વડોદરામાં ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહનોને આપવામાં આવતા મેમા બાબતે ચર્ચા કરવામાં આવી હતી. આ મુદ્દે પ્રધાનમંડળમાં ચર્ચા કરાયા બાદ આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

માસ્ક સિવાયના તમામ દંડમાંથી મુક્તિ
આજે મળેલી રાજ્યની કેબીનેટ બેઠક (Gujarat Cabinet) માં નિર્ણય લેવાયો છે કે રાજ્યમાં વાહનચાલકોને માસ્ક ન પહેરવાના દંડ સિવાય તમામ દંડમાંથી હાલ પુરતી મુક્તિ આપવામાં આવી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યના વાહનવ્યવહાર પ્રધાન આર.સી. ફળદુ અને રાજ્યના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાને સ્પષ્ટ સૂચના આપી છે કે રાજ્યમાં વાહનચાલકો પાસેથી હાલ પુરતો પોલીસ દ્વારા માસ્ક ન પહેરવા બાબતનો જ દંડ વસૂલવામાં આવે અને માસ્ક સિવાયની અન્ય બાબતોની કલમ હાલ પૂરતી લગાવવી નહીં અને દંડ વસૂલવો નહીં. કોરોના મહામારીના સમયમાં કેબીનેટ બેઠકમાં ચર્ચા થયા બાદ ટુ વ્હીલર અને ફોર વ્હીલર પર માસ્ક સિવાયનો દંડ ન વસૂલ કરવા બાબતની તાત્કાલીક સૂચના આપવામાં આવેલ છે.

વાહનચાલકોને મળી રાહત
પોલીસ દ્વારા ટુ વ્હીલર અને ફોર વ્હીલર ચાલકોને આર.ટી.ઓ.ના મેમા આપવામાં આવે છે, જેનાથી ટુ વ્હીલરનો ત્રણ થી ચાર હજાર જેટલો દંડ થાય છે અને ફોર વ્હીલરને આઠ થી દસ હજાર જેટલો દંડ થાય છે અને વ્હીકલ ડીટેઈન કરવામાં આવે તો અઠવાડિયા સુધી વાહનો છૂટતા નથી અને વાહન માલિકોએ ગરમીમાં આર.ટી.ઓ.માં લાંબી લાઈનમાં ઉભા રહેવું પડે છે. વાહનો ડિટેઈન થતા વાહન માલિકોને કોરોના મહામારીમાં હોસ્પિટલમાં આવવા – જવા તેમજ દર્દીઓને હોસ્પિટલ સુધી લઈ જવા તેમજ અન્ય કામોમાં પારાવાર મુશ્કેલીઓ પડે છે. રાજ્ય સરકારે વાહનચાલકોને માસ્ક સિવાયના તમામ દંડમાંથી હાલ પુરતી મુક્તિ આપી છે જેનથી વાહનચાલકોને રાહત મળી છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">