ગુજરાતની 6 બેઠક પર પેટાચૂંટણી માટે મતદાન પૂર્ણ…જાણો કઈ બેઠક પર કેટલું મતદાન

ગુજરાતની 6 બેઠક પર પેટાચૂંટણી માટે મતદાન પૂર્ણ...જાણો કઈ બેઠક પર કેટલું મતદાન

ગુજરાતની 6 બેઠક પર પેટાચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે. તમામ 6 બેઠક પર સરેરાશ મતદાન 50.35 ટકા નોંધાયું છે. જેમાં અલ્પેશ ઠાકોર અને રઘુ દેસાઈની બેઠક એટલે રાધનપુરમાં 59.87 ટકા મતદાન નોંધાયું છે. તો અમરાઈવાડી બેઠક પર માત્ર 34 ટકા મતદાન થયું છે. જેથી 6 પૈકી બેઠકોમાં સૌથી ઓછું મતદાન અમરાઈવાડી બેઠક પર […]

TV9 Webdesk12

|

Oct 21, 2019 | 5:34 PM

ગુજરાતની 6 બેઠક પર પેટાચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે. તમામ 6 બેઠક પર સરેરાશ મતદાન 50.35 ટકા નોંધાયું છે. જેમાં અલ્પેશ ઠાકોર અને રઘુ દેસાઈની બેઠક એટલે રાધનપુરમાં 59.87 ટકા મતદાન નોંધાયું છે. તો અમરાઈવાડી બેઠક પર માત્ર 34 ટકા મતદાન થયું છે. જેથી 6 પૈકી બેઠકોમાં સૌથી ઓછું મતદાન અમરાઈવાડી બેઠક પર થયું છે.

આ પણ વાંચોઃ સંસદના શિયાળા સત્રની શરૂઆત 18 નવેમ્બરથી 13 ડિસેમ્બર સુધી ચાલશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ ઉપરાંત થરાદ બેઠક પર 65.47 ટકા મતદાન થયું છે. આ બેઠક પર સૌથી વધુ મતદાન કરવા લોકો પહોંચ્યા હતા. સવારથી જ મતદાન માટે ઘસારો હતો. થરાદ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપ તરફથી જીવરાજ પટેલ ઉમેદવાર છે.તો કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને મેદાને છે. જે પ્રદેશમાં યુથ કોંગ્રેસના પ્રમુખ છે અને થરાદના ભૂતપૂર્વ ધારસભ્ય હેમુભા રાજપૂતના પૌત્ર છે. તો એનસીપીએ પુંજાભાઈ દેસાઈને મેદાને છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ખેરાલુમાં 42.81 ટકા મતદાન નોંધાયું છે.  2019માં આ બેઠકના ધારાસભ્ય ભરતસિંહ ડાભી પાટણ લોકસભાની બેઠક પરથી જીત મેળવ્યા બાદ સીટ ખાલી પડી છે. ત્યારે પેટાચૂંટણીમાં આ બેઠક પર ઠાકોર vs ઠાકોરનો જંગ છેડાયો છે. કોંગ્રેસે પણ ઠાકોર કાર્ડ રમ્યું અને સ્થાનિક આગેવાન બાબુજી ઠાકોરને ચૂંટણીના મેદાને ઉતાર્યા. ભાજપે તેમની પ્રણાલી પ્રમાણે એક નવા જ નામ અને પાયાના કાર્યકર્તા અજમલજી ઠાકોરને સ્વચ્છ છબીના કારણે મેદાને ઉતાર્યા.

લુણાવાડામાં કુલ મતદાન 47.54 ટકા મતદાન થયું છે. લુણાવાડા પર ભાજપે જાતિગત સમીકરણને ધ્યાનમાં રાખીને આ બેઠક પરથી જીગ્નેશ સેવકને ટિકિટ આપી છે. તો કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણ અને NCP ઉમેદવાર ભરત પટેલને ઉતાર્યા છે.

બાયડમાં 57.81 ટકા મતદાન થયું છે. કોંગ્રેસના ઉમેદવાર તરીકે પાટીદાર સમાજના કોંગી અગ્રર્ણી જશુભાઈ પટેલને ટિકિટ આપવામાાં આવી છે. તો બીજી તરફ ભાજપમાંથી ધવલસિંહ ઝાલા ઉમેદવારી કરી રહ્યાં છે કે, જેઓ ઓબીસી સમાજમાંથી આવે છે. આ બંને વચ્ચે NCPના ઉમેદવાર તરીકે દોલતસિંહ ઝાલા પણ મેદાને ઊતર્યા છે.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati