Gujarat Board Class 12 Result : સામાન્ય પ્રવાહનું શનિવારે પરિણામ, સવારે 8 કલાકે થશે જાહેર, શાળાઓ ઓનલાઈન પરિણામ જોઇ શકશે.

Gujarat Board Result : નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ બોર્ડની વેબસાઇટ result.gseb.org પર આવતીકાલે 31-07-2021 ના રોજ સવારના 8:00 કલાકે જાહેર કરવામાં આવશે.

Gujarat Board Class 12 Result : સામાન્ય પ્રવાહનું શનિવારે પરિણામ, સવારે 8 કલાકે થશે જાહેર, શાળાઓ ઓનલાઈન પરિણામ જોઇ શકશે.
CBSE 12th Result 2021
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 30, 2021 | 2:16 PM

Gujarat Board Class 12 Result :  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની અખબારી યાદીમાં જણાવાયું છે કે રાજ્ય સરકારે ધોરણ-12 સામાન્ય પ્રવાહ , વ્યવસાયલક્ષી પ્રવાહ અને ઉ.ઉ.બુનિયાદી પ્રવાહના વર્ષ -2021 ના નિયમિત ઉમેદવારોની પરીક્ષા રદ્દ કરીને શિક્ષણ વિભાગના તા.19-06-2021 ના ઠરાવ ક્રમાંક : મશબ / 1221 / 741 / 6 થી નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ તૈયાર કરવાની નીતિ જાહેર કરેલ હતી.

સદર ઠરાવ અનુસાર જાહેર કરેલ નીતિ મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા પ્રાપ્ત સામાન્ય પ્રવાહ , વ્યવસાયલક્ષી પ્રવાહ અને ઉ.ઉ.બુનિયાદી પ્રવાહની ઉચ્ચતર માધ્યમિક શાળાઓ દ્વારા નિયમિત વિદ્યાર્થીઓના ગુણ બોર્ડની વેબસાઇટ પર અપલોડ કરેલ હતા. જેના આધારે બોર્ડ દ્વારા નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ તૈયાર કરવામાં આવેલ છે.

નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ બોર્ડની વેબસાઇટ result.gseb.org પર શનિવારે  31-07-2021 ના રોજ સવારના 8:00 કલાકે જાહેર કરવામાં આવશે. શાળાઓ તેઓની શાળાનું પરિણામ શાળાના ઇન્ડેક્ષ નંબર અને પાસવર્ડ મારફતે લોગીન કરી ડાઉનલોડ કરી જોઇ શકશે તથા પ્રિન્ટ કાઢી શકશે. શાળાઓએ વિદ્યાર્થીઓને તેઓના ગુણપત્રકની નકલ આપી તેમના પરિણામની જાણ કરવાની રહેશે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ-12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન બાદ ફાઈનલ માર્ક્સશીટ આપવાની ફોર્મ્યુલા જાહેર કરી હતી. આ ફોર્મ્યુલા અનુસાર ધોરણ-12ના સાયન્સ અને કોમર્સના વિદ્યાર્થીઓની ફાઈનલ માર્ક્સશીટમાં એના ધોરણ-10, ધોરણ-11 અને ધોરણ-12ની પરીક્ષાઓના માર્ક્સ ગણાશે

ઉલ્લેખનીય છે કે રાજ્યની શાળાઓએ ધોરણ 12નું પરિણામ તૈયાર કરીને બોર્ડની વેબસાઈટ પર મૂક્યું છે. જો કે બુધવારે જ ધોરણ-10ના ગણિતના માર્ક ધોરણ 12ના આંકડાશાસ્ત્રમાં ગણતરીમાં લેવા થયેલી અરજી હાઇકોર્ટે ફગાવી હતી. જેની બાદ પરિણામ જાહેર કરવાનો માર્ગ મોકળો થયો હતો. જેની બાદ શિક્ષણ વિભાગ દ્વારા પરિણામ જાહેર કરવાની જાહેરાત કરાઈ છે.

આ પણ વાંચો : PM Modi: શું કેન્દ્રની મોદી સરકારે મીડ ડે મિલની જગ્યાએ બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યા? જાણો શું છે સચ્ચાઈ

આ પણ વાંચો : Bhakti :અહીં ચંપલની માળા લઈને ભક્તો આવે છે મંદિરે ! જાણો મનશાપૂર્તિની સૌથી રસપ્રદ પ્રથા !

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">