GUJARAT : કાળઝાળ ગરમી માટે રહો તૈયાર, પોરબંદર-દીવમાં હીટવેવની આગાહી

GUJARAT : આગામી દિવસોમાં કાળઝાળ ગરમી સહન કરવા માટે તૈયાર રહેજો. કારણ કે ટૂંક સમયમાં જ ગરમી પોતાનો પ્રકોપ બતાવવાનું શરૂ કરી દેશે.

| Updated on: Mar 15, 2021 | 4:36 PM

GUJARAT : આગામી દિવસોમાં કાળઝાળ ગરમી સહન કરવા માટે તૈયાર રહેજો. કારણ કે ટૂંક સમયમાં જ ગરમી પોતાનો પ્રકોપ બતાવવાનું શરૂ કરી દેશે. રાજ્યભરમાં મહત્તમ તાપમાન 2થી 3 ડિગ્રી વધશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી 48 કલાકમાં પોરબંદર અને દીવ સહિતના વિસ્તારોમાં હીટવેવની આગાહી કરાઈ છે. જોકે લઘુત્તમ તાપમાનમાં આગામી 5 દિવસ સુધી કોઈ ફેરફાર કરવામાં નહીં આવે. ઉત્તર-પૂર્વના ઠંડા પવનોને કારણે હાલમાં અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમીથી રાહત હતી. ઠંડા પવનોની અસરથી છેલ્લાં 3 દિવસો દરમિયાન અમદાવાદ સહિત રાજયના મોટાભાગનાં શહેરોમાં ગરમીનો પારો 38 ડિગ્રીથી નીચે નોંધાયો હતો.જોકે હવે આકરા ઉનાળાની શરૂઆત થશે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">