ગુજરાત ATS દ્વારા ઇન્ટરનેશનલ કોલ સેન્ટરનો પર્દાફાશ, અમદાવાદ અને મુંબઇથી આરોપી ઝડપાયા

ગુજરાત ATS દ્વારા ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ઝડપાયુ છે. જેમાં અમદાવાદ અને મુંબઈથી આરોપી ઝડપાયા છે. આ કોલ સેન્ટરમાં VOIP એક્સચેન્જ સોફ્ટવેરનો ઉપયોગ કરીને કરતા ગેરકાયદે પ્રવૃત્તિ કરતા હતા.

ગુજરાત ATS દ્વારા ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ઝડપાયુ છે. જેમાં અમદાવાદ અને મુંબઈથી આરોપી ઝડપાયા છે. આ કોલ સેન્ટરમાં VOIP એક્સચેન્જ સોફ્ટવેરનો ઉપયોગ કરીને કરતા ગેરકાયદે પ્રવૃત્તિ કરતા હતા.અમદાવાદની સાથો સાથ મુંબઈમાં પણ દરોડા પાડીને 2 લોકોને પકડી સંખ્યાબંધ સિમકાર્ડ કબ્જે કરવામાં આવ્યા છે. ગલ્ફ દેશોમાંથી ભારતમાં વોઈપ કોલ કરવા પર પ્રતિબંધ છે જેથી ગલ્ફ દેશોમાંથી ભારતમાં કોઈપણ રાજ્યમાં કોલ કરવા માટે લોકલ કોલ કરવો પડે છે જે ખૂબ ખર્ચાળ હોય છે. જોકે પકડાયેલ આરોપીઓ ગલ્ફ દેશોમાંથી ભારત ફોન કરવા ઇચ્છતા નાગરિકોને ખર્ચ બચાવવા માટે વિશેષ સોફ્ટવેરના મારફતે ISD કોલને લોકલ કોલમાં ટ્રાન્સફર કરવામાં આવતા હતા.

આ કૌભાંડમાં કુલ 5 આરોપીઓ સંડોવાયેલા છે જેમાં એક આરોપી નજીબ છે જે બહેરીનથી સંપૂર્ણ નેટવર્ક ચલાવતો હતો. અન્ય 2 આરોપીઓમાં પૂનામાં રહેતો અમીત અને ગોવામાં રહેતા શોહેલ દ્વારા વિવિધ કંપનીના સીમકાર્ડ અને સોફ્ટવેર પૂરું પાડવામાં આવતું હતું. અમદાવાદથી ઝડપાયેલા આરોપી શાહિદ લિયાક્ત દ્વારા કોલ રૂટ કરવાનું સેટઅપ અમદાવાદના જુહાપુરામાં કર્યું હતું. આ પ્રકારના રૂટ કરાયેલા કોલનો કોઈ રેકોર્ડ રહેતો નથી જેને કારણે દેશની સુરક્ષા અને સલામતીને પણ આવા કોલથી નુકસાન થવાની શકયતા રહેલી છે.

આ પણ વાંચો : Rahul Gandhi on Pegasus : પેગાસસ મામલે રાહુલ ગાંધીએ સરકાર પર પ્રહારો કર્યા, કહ્યું અમારી વાત પર સુપ્રીમ કોર્ટે પણ મહોર લગાવી

આ પણ વાંચો : દિવાળીના તહેવારોમાં ભેટની આપ-લે, ગિફ્ટ બોક્સના વેચાણમાં વધારો થયો

Click on your DTH Provider to Add TV9 Gujarati