ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટ ગાર્ડે 400 કરોડના હેરાઈન સાથે 6 પાકિસ્તાનીને ઝડપી પાડ્યા

ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટ ગાર્ડે 400 કરોડના હેરાઈન સાથે 6 પાકિસ્તાનીને ઝડપી પાડ્યા
Gujarat ATS and Indian Coast Guard nabbed 6 Pakistanis

ફરી એક વખત કરોડો રૂપિયાનું હેરાઈન ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટ ગાર્ડે કરછના જખૌમાંથી પકડ્યું છે.

Mihir Soni

| Edited By: Jayraj Vala

Dec 20, 2021 | 5:21 PM

ડ્રગ્સની હેરાફેરી માટે ગુજરાતનો દરિયાકાંઠો ટ્રાન્ઝિટ પોઇન્ટ બની ગયો છે. કારણકે ફરી એક વખત કરોડો રૂપિયાનું હેરાઈન ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટ ગાર્ડે કરછના જખૌમાંથી પકડ્યું છે. જેમાં કરોડોનું હેરોઇન રિસીવર કરનાર ગુજરાતના કચ્છનો મુખ્ય પેડલર હોવાનું સામે આવ્યું છે. અને હેરોઇન હેરાફેરી રાજસ્થાનમાં જેલમાંથી બેઠા બેઠા ગેંગસ્ટરો કરતા હતા. હાલ 6 જેટલા પાકિસ્તાનીઓની ધરપકડ કરવામાં આવી છે.

ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટ ગાર્ડ ગત મોડી રાત્રે સંયુક્ત ઓપરેશનથી કરછના જખૌ દરિયામાં ઇન્ટરનેશલ મેરિટાઇમ બાઉન્ટરી લાઇન (IMBL) પર પાકિસ્તાની બોટ પકડવામાં આવી. જે બોટમાં રહેલ 6 પાકિસ્તાની પાસેથી 77 કિલો હેરોઇન જેની કિંમત લગભગ 400 કરોડ રૂપિયા થાય છે. પકડાયેલ આરોપી પુછપરછમાં પાકિસ્તાની ડ્રગ્સ માફિયા હાજી હસન અને હાજી હાસમ દ્વારા એક પાકિસ્તાની બોટને કરાચીથી મોકલી દરિયા માર્ગે હેરોઇન જથ્થો ભારતીય જળ સીમામાં ગુજરાત જખૌથી આશરે 35 નોટિકલ માઈલ દૂર રહી વી.એચ.એફ ચેનલ નંબર 71 ઉપર હરિ-1 અને હરિ-2 કોડવર્ડ સંપર્ક કરી ડિલિવરી કરવાના હતા. જે ગુજરાત એટીએસ બાતમી આધારે 48 કલાક સર્ચ ઓપરેશન બાદ પાકિસ્તાની બોટ ઝડપી લીધી.

કરોડો રૂપિયા હેરોઇન કરાચીથી ગુજરાતના કચ્છમાં પહોંચાડવાનું હતું. જે બાદ કચ્છથી પજાંબ ખાતે અંડરવર્લ્ડ સાથે સંકળાયેલ શખ્સો આપવાનું હતું. પરતું ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટ ગાર્ડ અલ હુસીન નામની પાકિસ્તાની બોટ પકડી કરોડો રૂપિયા હેરોઇન કબ્જે કર્યું. જે ગુજરાત એટીએસ તપાસમાં પકડાયેલ હેરોઇન હેરાફેરી કરનારા માસ્ટર માઈન્ડ ગેંગસ્ટરો રાજસ્થાનની જેલમાં રહી ડ્રગ્સનો કાળો કારોબાર ચલાવી રહ્યા હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં ગુજરાતના કચ્છમાં રહેલ એક શખ્સ પણ તેની સાથે સંકળાયેલો છે. જેથી કરાચી આવેલ હેરોઇન પણ કચ્છમાં રહેલ પેડલર રિસીવર હતો. જેને પકડવા ગુજરાત એટીએસ શોધખોળ શરૂ કરી છે.

હાલ તો આ કેસમાં હેરોઇન રિસીવર કરનાર કરછનો ફરાર આરોપી ગુજરાત એટીએસ હાથે ઝડપાયા બાદ અનેક હક્કીતો સામે આવશે ત્યારે અન્ય કેટલા ડ્રગ્સ માફિયાઓ સંડોવાયેલ છે કે કેમ જે તપાસ બાદ સામે આવી શકે છે.

આ પણ વાંચો: NCL Recruitment 2021: આવતીકાલે એપ્રેન્ટિસની જગ્યા માટે અરજી કરવાની છેલ્લી તારીખ, 1295 જગ્યાઓ પર ભરતી થશે

આ પણ વાંચો: Youngest UPSC Toppers: દેશના 5 સૌથી યુવા IAS ઓફિસર, જાણો આ UPSC ટોપર વિશે

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati