GUJARAT : દક્ષિણ ગુજરાતમાં 5 દિવસ ભારે વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાતમાં સર્જાયું સાયકલોનિક સર્ક્યુલેશન

હવામાન વિભાગે આગામી 5 દિવસ દક્ષિણ ગુજરાતમાં મેઘમહેરની શકયતા દર્શાવી છે. દક્ષિણ ગુજરાત માટે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે.

GUJARAT :  દક્ષિણ ગુજરાતમાં 5 દિવસ ભારે વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાતમાં સર્જાયું સાયકલોનિક સર્ક્યુલેશન
Gujarat RAIN NEWS
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 18, 2021 | 6:42 PM

GUJARAT : હવામાન વિભાગે આગામી 5 દિવસ દક્ષિણ ગુજરાતમાં મેઘમહેરની શકયતા દર્શાવી છે. દક્ષિણ ગુજરાત માટે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દક્ષિણ ગુજરાત તરફ સાયકલોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. જેના આધારે ડાંગ, વલસાડ, નવસારી, દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં દક્ષિણ ગુજરાત (South Gujarat) અને સૌરાષ્ટ્ર (Saurashtra)માં 24 કલાકમાં નોંધપાત્ર વરસાદની આગાહી કરવામાં આવી છે. 24 કલાક બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. આ સાથે ઉત્તર ગુજરાતમાં પણ સામાન્ય વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. 21 જુલાઈએ બંગાળની ખાડીમાં લો-પ્રેશર સીસ્ટમ સર્જાશે, જેના કારણે ગુજરાતમાં પણ સારો વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

રાજ્યમાં વરસાદી સીસ્ટમનું જોર ઓછું થતા આગામી પાંચ દિવસમાં ભારે વરસાદ પડવાની શક્યતા નહીવત છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ હોવાને કારણે આગામી 24 કલાકમાં સારો વરસાદ પડવાની શકયતા છે. (Gujarat Rainfall Forecast)

નોંધનીય છેકે આજે મેઘરાજાએ દક્ષિણ ગુજરાતના સુરત, બારડોલી, નવસારી, વલસાડ અને ડાંગ સહિતના જિલ્લામાં મહેર કરી છે. અને, આ તમામ જિલ્લામાં પાણી-પાણી કરી દીધું છે. ત્યારે મધ્ય ગુજરાતમાં હજુ જોઇએ તેટલો વરસાદ નોંધાયો નથી. ત્યારે સૌકોઇ મેઘરાજાની કાગડોળે રાહ જોઇ રહ્યા છે.

દક્ષિણ ગુજરાતમાં વરસાદી મહેરથી લોકોમાં ખુશીનો માહોલ

સુરતના બારડોલી ( Bardoli)પંથકમાં લાંબા વિરામબાદ વરસાદ વરસતા અસહ્ય ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, તો સાથે જ વરસાદ શરૂઆત થતાં સામાન્ય જનજીવન પર અસર થઇ હતી.ધોધમાર વરસાદ પગલે બારડોલીના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.તલાવડી વિસ્તાર , ભરવાડ વસાહત , આશાપુરી મંદિર વિસ્તાર , મુદિત સર્કલ , આર ટી ઓ રોડ , તેમજ સુગર ગરનાળામાં પાણી ભરાયા હતા.

બારડોલી ( Bardoli) ના ક્રિષ્નાનગર નજીક વૃક્ષ સાથે 3 વિજપોલ થયા ધરાશાયી થયા છે. વૃક્ષ બાજુમાંથી પસાર થતી એલટી વીજ લાઈન પર પડતા 3 જેટલા વીજપોલ પણ તૂટ્યા છે. જીવંત વિજતારો રસ્તા પર પડતા વાહનોની અવરજવર બંધ કરાઈ હતી અને ઘટનાની જાણ થતા જ DGVCL ના કર્મચારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. અને આગળની કામગીરી હાથ ધરી હતી.

દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. જેમ તાપી(Tapi) જિલ્લામાં પણ વરસાદ નોંધાયો છે. જેમાં તાપી જિલ્લાના વાલોડ, ડોલવાલ અને વ્યારાના ગ્રામીણ વિસ્તારોના વરસાદ થયો છે. આ ઉપરાંત અનેક ગ્રામીણ વિસ્તારોના વરસાદ(Rain)પડ્યો છે. જો કે વરસાદ થતાં જ જગતના તાત એવા ખેડૂતોએ રાહત અનુભવી છે.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">