Gujarat Corona Update : રાજ્યમાં કોરોનાના 14,483 દર્દીઓ સાજા થયા, રીકવરી રેટ 84.85 ટકા થયો

ગુજરાતમાં છેલ્લા અઠવાડિયાથી કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. તેમજ રાજ્યમાં કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યા વધી રહી છે. જેમાં આજે 16 મેના રોજ રાજ્યમાં કોરોનાના નવા 8210 કેસ નોંધાયા છે અને મૃત્યુ થયા છે. જ્યારે રાજયના આજે 14, 483 દર્દીઓ સાજા થયા છે.

Gujarat Corona Update : રાજ્યમાં કોરોનાના 14,483 દર્દીઓ સાજા થયા, રીકવરી રેટ 84.85 ટકા થયો
ગુજરાતમા કોરોનાના 14,483 દર્દીઓ સાજા થયા

Gujarat Corona Update :  ગુજરાતમાં છેલ્લા અઠવાડિયાથી Coronaના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. તેમજ રાજ્યમાં કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યા વધી રહી છે. જેમાં આજે 16 મેના રોજ રાજ્યમાં કોરોનાના નવા 8210 કેસ નોંધાયા છે અને મૃત્યુ થયા છે. જ્યારે રાજયના આજે 14, 483 દર્દીઓ સાજા થયા છે. તેમજ અત્યાર સુધી રાજ્યમાં કુલ 6,38, 590 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.

તેમજ કોરોનાનો રીકવરી રેટ 84.85 થયો છે. ગુજરાતમાં Coronaના એક્ટિવ કેસના દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં અત્યારે 1,04,908 એક્ટિવ કેસ છે. જેમાંથી 797 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 1,04,111 લોકો સ્ટેબલ છે. આ ઉપરાંત અત્યાર સુધી કોરોનાથી 6,38, 590 લોકો સાજા થયા છે. જ્યારે 9121 લોકોના કોરોનાના લીધે મૃત્યુ થયા છે.

જ્યારે કોરોનાના કેસો અંગેની વાત કરીએ તો આજે 16 મેના રોજ રાજ્યમાં સૌથી વધારે Corona કેસ અમદાવાદમાં નોંધાયા છે જ્યારે તેની બાદ વડોદરામાં વધારે કેસ આવ્યા છે. જ્યારે સુરત કોરોનાના કેસના ત્રીજા સ્થાને છે.

જેમાં આજે અમદાવાદ શહેરમાં કોરોનાના 2240 કેસ નોંધાયા છે અને 12 લોકોના મૃત્યુ થયા છે. વડોદરામાં 519 કેસ અને 4 લોકોના મૃત્યુ થયા છે, સુરત કોર્પોરેશનમાં 482 કેસ અને 7 લોકોમાં મૃત્યુ થયા છે. જયારે રાજકોટ કોર્પોરેશનમાં 372 કેસ અને 4 લોકોના મૃત્યુ થયું છે.જ્યારે જામનગર કોર્પોરેશનમાં 212 કેસ અને 4 લોકોના મૃત્યુ, જુનાગઠ કોર્પોરેશનમાં 184 કેસ અને 4 લોકોમાં મૃત્યુ થયા છે.

ગુજરાતમાં સતત વધી રહેલા કોરોનાના કેસના પગલે રાજયમાં  6 મહાનગરપાલિકા અને 36 શહેરોમાં રાત્રિ લોકડાઉન નાખવામાં આવ્યું છે. તેમજ દિવસ દરમ્યાન માત્ર જીવન જરૂરી ચીજ વસ્તુઓની દુકાનો ખુલ્લી રાખવામાં આવી છે. જયારે પબ્લિક ટ્રાન્સપોર્ટ અને ખાનગી ઓફિસોમાં પણ 50 ટકા સ્ટાફ સાથે સંચાલિત કરવામાં આવી રહી છે, ગુજરાતમાં અત્યારે રાત્રે 8 થી સવારે 6 વાગે સુધી  લોકડાઉન અમલમાં છે.