નર્મદા નદીમાં ફેલાતા પ્રદૂષણને લઈને હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી, સરકાર પાસે માગ્યો જવાબ

નર્મદા નદીમાં ફેલાતા પ્રદૂષણને લઈને હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી, સરકાર પાસે માગ્યો જવાબ

ગુજરાતની જીવાદોરી ગણાતી નર્મદા નદીમાં મધ્યપ્રદેશથી રોજ 50 કરોડ લીટર જેટલુ ગટરનું ગંદુ પાણી છોડાતું હોવાના આક્ષેપ સાથે હાઈકોર્ટમાં PIL કરવામાં આવી છે.  આ જાહેરહિતની અરજીના લીધે રાજ્યની નદીઓમાં ફેલાતા પ્રદૂષણ બાબતે ગુજરાત હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

હાઈકોર્ટે નર્મદા સહિતની રાજ્યની નદીઓમાં ગટરનું ગંદુ પાણી અને એફ્લુઅન્ટના કારણે ફેલાતા પ્રદૂષણને રોકવા માટે સરકાર શું પગલા લઈ રહી છે તેનો રિપોર્ટ માંગ્યો છે.  બે અઠવાડીયામાં રાજ્ય સરકાર શું પગલા લઈ રહી છે અને શું પગલા લેશે તે અંગે સોગંદનામુ કરવા માટે હાઈકોર્ટે ગુજરાત સરકારને નિર્દેશ કર્યો છે.

આ પણ વાંચો:  માયાવતીએ અખિલેશ યાદવને હારનું કારણ ગણાવીને કર્યા પ્રહારો, જાણો શું કહ્યું?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અરજદારે આ પીઆઈએલમાં આક્ષેપ કર્યો છે કે નદી પ્રદૂષિત થતા નર્મદાનું પાણી પીવાલાયક તો નહીં જ રહે પણ વપરાશ લાયક પણ નહી રહે. અરજદાર કિરીટ ભટ્ટે આક્ષેપ કર્યો છે કે કેન્દ્ર સરકારે પણ આ મામલે ઉડાઉ જવાબ આપ્યો છે અને નદીઓની બાબતમાં કેન્દ્ર સરકારે કંઇ કરવાનું રહેતુ નથી તેવું કહ્યું છે જે ખરેખર યોગ્ય નથી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

  • Follow us on Facebook

Published On - 6:01 pm, Sun, 23 June 19

Click on your DTH Provider to Add TV9 Gujarati