કેરીની ચોરી મુદ્દે ગણદેવીના કાછોલી ગામે જૂથ અથડામણ-પથ્થરમારો, DYSPનુ ફુટ્યુ માથુ

ગણદેવી ( Ganadevi ) તાલુકાના કોછોલી ગામે ટોળામાં સામેલ તોફાની તત્વોને પકડી પાડવા, પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દીધો છે. અને કોમ્બિગ ઓપરેશન ( combing operation ) હાથ ધર્યું છે.

  • Updated On - 9:50 am, Mon, 19 April 21 Edited By: Gautam Prajapati
કેરીની ચોરી મુદ્દે ગણદેવીના કાછોલી ગામે જૂથ અથડામણ-પથ્થરમારો, DYSPનુ ફુટ્યુ માથુ
કેરીની ચોરી મુદ્દે પથ્થરમારો

દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાના ગણદેવી ( Ganadevi ) તાલુકાના કાછોલી ગામે, કેરીની ચોરીના મુદ્દે થયેલી જૂથ અથડામણ અને પથ્થરમારામાં નાયબ જિલ્લા પોલીસ વડાને માથામાં પથ્થર વાગ્યો છે. જૂથ અથડામણ ખાળવા માટે પોલીસે ટીયરગેસના સેલ છોડીને સ્થિતિને હાલ તો કાબુમાં લીધી છે. ઘટનના સામે આવેલા સીસીટીવીના આધારે, પોલીસે પથ્થરમારો કરનારા તોફાની તત્વોને જબ્બે કરવાની કામગીરી શરુ કરી છે.

ગણદેવી તાલુકાના કોછોલી ગામે, આંબાની વાડીમાં કેરીની ચોરી કરવાના મુદ્દે બબાલ થઈ હતી. આ બબાલ જોતજોતામાં જૂથ અથડામણમાં ફેરવાઈ ગઈ ગતી. અને બન્ને જૂથ એક બીજા ઉપર ભારે પથ્થરમારો કરીને ઘરમાં તોડફોડ શરૂ કરી દીધી હતી. ઘટનાની જાણ થતા જ ગણદેવી પોલીસ કોછોલી ગામે પહોચીને સ્થિતિને નિયંત્રણમાં લેવા પ્રયાસ કર્યો હતો. તો ટોળાએ પોલીસ ઉપર પણ પથ્થરમારો કર્યો હતો. જેમાં નાયબ જિલ્લા પોલીસ વડાને પણ ઈજા પહોચી હતી.

પોલીસે સ્થિતિ કાબુ બહાર જાય તે પહેલા જ સંપૂર્ણ નિયંત્રણમાં લેવા અને ટોળાને વિખેરવા માટે ટીયરગેસના સેલ છોડ્યા હતા. જેના પગલે, ટોળાઓ વિખરાઈ ગયા હતા. પોલીસે, આ ઘટનામાં આજુબાજુના સીસીટીવી ચેક કરતા જૂથ અથડામણ અને પથ્થરમારાના દ્રશ્યો કેદ થયેલા જણાયા હતા. જેના આધારે નવસારી પોલીસે, ટોળામાં સામેલ તોફાની તત્વોને પકડી પાડવા, પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દીધો છે. અને કોમ્બિગ ઓપરેશન ( combing operation ) હાથ ધર્યું છે.