મોંધવારી, સિંગતેલના ડબ્બાના ભાવમાં એક વર્ષમાં 616 રૂપિયા વધ્યા

ગુજરાતમાં ( gujarat ) બે વર્ષ દરમિયાન 33 માંથી 18 જિલ્લાના રમતગમત મેદાન માટે, ગુજરાત સરકારે એક રૂપિયો ફાળવ્યો નથી. રાજ્યમાં છેલ્લા એક વર્ષમાં સિંગતેલના ભાવમાં 616 અને કપાસિયાના ભાવમાં 249નો વધારો થયો છે.

| Updated on: Mar 04, 2021 | 12:56 PM

ગુજરાતના 18 જિલ્લામાં રમતગમતના મેદાન માટે સરકારે 2 વર્ષમાં એક રૂપિયો ફાળવ્યો નથી

ગુજરાતમાં (gujarat) સિંગતેલ અને કપાસિયાના ખાદ્યતેલના ભાવમાં અધધ વધારો થયો હોવાની કબુલાત ગુજરાત સરકારે કરી છે. વિધાનસભામાં પુછાયેલા લેખિત પ્રશ્નના જવાબમા સરકારે કહ્યુ છે કે, સિંગતેલના ડબ્બે છેલ્લા એક વર્ષમાં 616 રૂપિયા વઘ્યા છે. આ ઉપરાંત ગુજરાત સરકારે એવી પણ કબુલાત કરી છે કે, રાજ્યના 33 પૈકી 18 જિલ્લામાં છેલ્લા બે વર્ષથી સરકારે રમતગમતના મેદાન માટે એક રૂપિયો ફાળવ્યો નથી એવી પણ કબુલાત વિધાનસભામાં પુછાયેલા લેખિત પ્રશ્નના જવાબમાં જણાવ્યુ છે.  

ખાદ્યલેતના ભાવ વધ્યા

ગુજરાતમાં (gujarat) છેલ્લા એક વર્ષમાં ખાદ્યતેલના ભાવમાં ભારે વઘારો થયો હોવાની કબુલાત ગુજરાત સરકારે કરી છે. ગુજરાતમાં વિતેલા એક વર્ષમાં સિગતેલના ભાવમાં ડબ્બાદીઠ રૂપિયા 616નો વધારો થયો છે. તો કપાસિયા તેલના ડબ્બામાં 249નો વધારો થયો છે. એક તરફ કોરોનાની મહામારી ચાલી રહી છે. તો બીજી તરફ પ્રજા મોધવારીનો માર સહન કરી રહી છે. ગુજરાત વિધાનસભામાં પુછાયેલા ખાદ્યતેલના ભાવ વધારા અંગેના લેખિત પ્રશ્નના જવાબમાં સરકારે કબુલ્યુ છે કે, સિગતેલ અને કપાસિયા તેલના ડબ્બાના ભાવમાં છેલ્લા એક વર્ષ દરમિયાન વધારો થયો છે.

રમતગમતના મેદાન માટે નથી ફાળવ્યા રૂપિયા

ગુજરાત (gujarat ) રાજ્યમાં 33 પૈકી 18 જિલ્લામાં, રમતગમતના મેદાન માટે છેલ્લા બે વર્ષ દરમિયાન ગુજરાત સરકારે એક પણ રૂપિયો ફાળવ્યો નથી.ગુજરાત વિધાનસભામાં લેખિત પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યુ છે કે, છેલ્લા બે વર્ષ દરમિયાન રાજ્યના 33 જિલ્લામાંથી 18 જિલ્લામાં રમતગમતના મેદાન માટે ગુજરાત સરકારે કોઈ જ રકમ ફાળવી નથી. ગુજરાતમાં રમશે ગુજરાત જીતશે ગુજરાત નામે રમતગમતની સ્પર્ધા યોજવામાં આવે છે. પરંતુ વર્ષ 2019 અને 2020 દરમિયાન સરકારે રમતગમતના મેદાન માટે નાંણા ફાળવ્યા નથી.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">