વડોદરાની SSG હોસ્પિટલની વધુ એક બેદરકારી, PPE કીટ પહેરાવ્યા વગર જ કલાકો સુધી રઝળતી રહી લાશ

વડોદરાની SSG હોસ્પિટલની વધુ એક બેદરકારી, PPE કીટ પહેરાવ્યા વગર જ કલાકો સુધી રઝળતી રહી લાશ


વડોદરાની SSG હોસ્પિટલમાં કોરોના દર્દીઓને અસુવિધાઓની ફરિયાદો અટકવાનું નામ નથી લઈ રહી. મોતને ભેટતા કોવિડ દર્દીઓની લાશની અંતિમવિધિમાં પણ હોસ્પિટલ તંત્રની બેદરકારી અને સંકલનનો અભાવ સામે આવી રહ્યો છે. કલાકો સુધી લાશો હોસ્પિટલમાં રઝળતી જોવા મળે છે. વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર લાઇ રહેલા ઘનશ્યામ પરમાર નામના દર્દીને વધુ સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં તેઓનું મોત થયું હતું. તેમની લાશ ખુલ્લા પેસેજમાં જોવા મળી હતી. કોવિડના મૃતકની પ્રોટોકોલ મુજબ PPE કીટ આપવાની હોય છે, પરંતુ તે પહેરાવ્યા વગર જ લાશ કલાકો સુધી રઝળતી રહી હતી. અહીંથી અન્ય દર્દીઓ, સગાસંબંધીઓ અને હોસ્પિટલનો સ્ટાફ સતત અવરજવર કરતો હોવા છતાં કોવિડના મૃતકની લાશ ખુલ્લામાં પડી રહી હતી.

આ પણ વાંચો: ભાજપ કાર્યાલય કમલમ બન્યું કોરોનાનું એપિસેન્ટર, એક અઠવાડિયામાં 7 લોકો થયા કોરોના પોઝિટીવ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Click on your DTH Provider to Add TV9 Gujarati