ગરીબોને મફત અનાજ વિતરણને લઈને રાજ્ય સરકારે હાથ કર્યા ઉંચા, માત્ર કેન્દ્ર સરકાર તરફથી આવતું અનાજ જ મફતમાં મળશે

ગરીબોને મફત અનાજ વિતરણને લઈને રાજ્ય સરકારે હાથ કર્યા ઉંચા, માત્ર કેન્દ્ર સરકાર તરફથી આવતું અનાજ જ મફતમાં મળશે


એક તરફ કોરોનાના લીધે લોકોના ધંધા બંધ થઈ ગયા છે. અનેક લોકો રોજગારી મેળવવા ફાંફા મારી રહ્યા છે. તેવા સમયે રાજ્ય સરકારે ગરીબોને આપવાના મફત અનાજને હાથ ઉંચા કરી દીધા છે. કેબિનેટની બેઠકમાં એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે, રાજ્ય સરકાર પોતાના હિસ્સાના અનાજમાંથી લોકોને મફત અનાજ નહીં આપે. પુરવઠા પ્રધાન જયેશ રાદડિયાએ કહ્યું છે કે, માત્ર કેન્દ્ર સરકારના અનાજમાંથી જ લોકોને મફત અનાજ આપવામાં આવશે. એટલે કે હવે રાજ્ય સરકાર તરફથી અપાતા 3.5 કિલો ઘઉં અને 1.5 કિલો ચોખા માટે ગરીબ પરિવારોએ રૂપિયા ચુકવવા પડશે. કેબિનેટ પ્રધાન રાદડિયાએ એવું પણ કહ્યું કે, વન નેશન વન રાશન યોજનાનો અમલ શરૂ થઈ ગયો છે અને કેન્દ્ર સરકારના અનાજનું વિતરણ 25 જુલાઈથી શરૂ કરવામાં આવશે, જ્યારે રાજ્ય સરકાર 10 જુલાઈથી રેગ્યુલર અનાજ વિતરણ શરૂ કરશે. પરંતુ તેના માટે ગરીબ પરિવારોએ રૂપિયા ચુકવવા પડશે.

આ પણ વાંચો: સુરતમાં કોરોનાની સ્થિતિ પર નિયંત્રણ લાવવા અધિકારીઓ સાથે સાંસદ પણ ઉતર્યા મેદાનમાં

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati