ખુશ ખબર : ગુજરાતમાં કોરોનાના માત્ર 16 કેસ નોંધાયા, ચાર મહાનગરોમાં શૂન્ય કેસ

જ્યારે 4 મહાનગરોમાં કોરોના એક આંકડામાં સમેટાયો છે.તો 4 મનપામાં શૂન્ય કેસ નોંધાયા છે. જેમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 16 કેસ નોંધાયા છે અને 18 દર્દીઓ કોરોના સામેનો જંગ જીત્યા છે.

ખુશ ખબર : ગુજરાતમાં કોરોનાના માત્ર 16 કેસ નોંધાયા, ચાર મહાનગરોમાં શૂન્ય કેસ
Good news Only 16 cases of corona were reported in Gujarat zero cases in four metros
TV9 GUJARATI

| Edited By: Chandrakant Kanoja

Aug 15, 2021 | 9:31 PM

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના એક પણ જિલ્લામાં કોરોનાનો કેસ નથી નોંધાયો.જ્યારે 4 મહાનગરોમાં કોરોના એક આંકડામાં સમેટાયો છે.તો 4 મનપામાં શૂન્ય કેસ નોંધાયા છે. જેમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 16 કેસ નોંધાયા છે અને 18 દર્દીઓ કોરોના સામેનો જંગ જીત્યા છે.

જ્યારે કુલ સાજા થનારા દર્દીઓની સંખ્યા 8.15 લાખે પહોંચી છે. જયારે કોરોના રિકવરી રેટ 98.76 ટકા થયો છે. તેમજરાજ્યમાં અત્યાર સુધી કુલ 10 હજાર 78 દર્દીઓ કોરોના સામેનો જંગ હારી ચૂક્યા છે.

મહાનગરોની વાત કરીએ તો પાછલા 24 કલાકમાં રાજકોટ, જામનગર, ગાંધીનગર અને ભાવનગર મનપા વિસ્તારમાં કોરોનાનો એક પણ કેસ નથી નોંધાયો.જ્યારે સૌથી વધુ 8 કેસ વડોદરામાં સામે આવ્યા છે. જ્યારે અમદાવાદમાં 4, સુરતમાં 2 અને જૂનાગઢમાં 2 કેસ નોંધાયા છે. મહત્વપૂર્ણ છે કે રાજ્યમાં હવે કુલ 183 એક્ટિવ કેસ છે.જ્યારે વેન્ટિલેટર પરના દર્દીઓની સંખ્યા 7 થઇ છે.

જ્યારે આપણે કોરોના વેકસીનેશનની વાત કરીએ તો રાજ્યમાં ૧૮ વર્ષથી ઉપરની વયના રસીકરણ માટે પાત્રતા ધરાવતા કુલ ૪ કરોડ ૯૩ લાખ ર૦ હજાર ૯૦૩ લોકોમાંથી અત્યાર સુધીમાં ૩ કરોડ ૦૩ લાખ ૨૨ હજાર ૯૪૪ લોકોને પ્રથમ ડોઝ અને ૯૭ લાખ ૩૮ હજાર ૭૬૪ લોકોને બીજો ડોઝ એમ સમગ્રતયા ૪,૦૧,૬૧,૭૦૮ ડોઝ દ્વારા લોકોનું વેકસીનેશન થયું છે.

રવિવારે તા.૧પમી ઓગસ્ટે એક જ દિવસમાં રાજ્યભરમાં ૩.૭૩ લાખથી વધુ વેકસીનના ડોઝ આપવામાં આવ્યા છે. સમગ્ર રાજયમાં તા.૧૬ જાન્યુઆરી-૨૦૨૧થી રસીકરણ કાર્યક્રમનો પ્રારંભ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલની ઉપસ્થિતિમાં થયો હતો.

રસીકરણ માટે પાત્રતા ધરાવતા ૪ કરોડ ૯૩ લાખ ર૦ હજાર ૯૦૩ લોકોમાંથી પ્રથમ તબક્કામાં હેલ્થ કેર વર્કરોને રસી આપવામાં આવી હતી જેમાં અત્યાર સુધીમાં કુલ ૬.૨૩ લાખ હેલ્થકેર વર્કરને પ્રથમ ડોઝ તેમજ પ.૨૧ લાખ હેલ્થકેર વર્કરને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. સમગ્ર દેશમાં ફ્રન્ટલાઇન વર્કરોનું રસીકરણ શરૂ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે.

તા. ૩૧મી જાન્યુઆરી-૨૦૨૧થી ફ્રન્ટલાઇન વર્કરોનું રસીકરણ સમગ્ર રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું હતું જેમાં કુલ ૧૩.૪૩ લાખ ફ્રન્ટલાઇન વર્કરોને પ્રથમ ડોઝ તથા ૧૦.૫૬ લાખને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.ત્યારબાદ ૧ લી માર્ચ-૨૦૨૧ના રોજથી ૬૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા તથા ૪૫ થી ૫૯ વર્ષ ઉંમરના અન્ય રોગ ધરાવતા નાગરિકોને રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું.

તા. ૧લી એપ્રિલ-૨૦૨૧ના રોજથી ૪૫ વર્ષથી ઉપરના તમામ વ્યક્તિઓને કોવિડ-૧૯ની રસી આપવાની શરૂઆત કરવામાં આવી છે. જેમાં ૪૫થી વધુ ઉંમર ધરાવતા રાજ્યના કુલ ૧.૩૫ કરોડ લોકોને પ્રથમ ડોઝ તેમજ ૭૧.૧૭ લાખ વ્યક્તિઓને બીજો ડોઝ આપવામાં આવેલ છે.

આ પણ વાંચો :

આ પણ વાંચો :

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati