GOOD NEWS : આજથી બે દિવસ સુધી વરસાદની પધરામણી થશે, હવામાન વિભાગે સારા વરસાદની આગાહી કરી

આજથી ગુજરાતમાં મેઘરાજા ફરી પધરામણી કરે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. બંગાળની ખાડીમાં સક્રિય લો પ્રેસરથી રાજ્યમાં સારો વરસાદ પડી શકે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 30, 2021 | 8:49 AM

GOOD NEWS : વરસાદની કાગડોળે રાહ જોતા ગુજરાત માટે સારા સમાચાર આવ્યા છે. આજથી ગુજરાતમાં મેઘરાજા ફરી પધરામણી કરે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. બંગાળની ખાડીમાં સક્રિય લો પ્રેસરથી રાજ્યમાં સારો વરસાદ પડી શકે છે. 31 ઓગસ્ટે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની વકી છે. તો 1 સપ્ટેમ્બરે ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રમાં પણ કેટલાક સ્થળે પણ ભારે વરસાદ પડી શકે છે. મેઘરાજા 2 સપ્ટેમ્બરે પણ મનમુકીને વરસે તેવી આગાહી છે.

રવિવારે પૂર્ણ થયેલા 24 કલાકમાં રાજ્યની 21 તાલુકાઓમાં હળવો વરસાદ નોંધાયો હતો. તેમાંથી સૌથી વધુ સાબરકાંઠા જિલ્લાના પોસીના તાલુકામાં એક ઇંચની નજીક નોંધાયો છે. આ સાથે, રાજ્યમાં અત્યાર સુધીમાં 41.86 ટકા વરસાદ થયો છે, જે પાછલા સિઝન કરતા ઘણો ઓછો છે.

હાલ રાજ્યમાં વરસાદની તીવ્રતા ઘટી છે. રવિવારે સવારે 6 વાગ્યે સમાપ્ત થયેલા ચોવીસ કલાકમાં વરસાદ પડતા તાલુકાઓમાં સાબરકાંઠા જિલ્લાના પોસીનામાં 24 મીમી (આશરે એક ઇંચ) વરસાદ નોંધાયો હતો. આ સિવાય સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં 18 મીમી, અમરેલી જિલ્લાના રાજુલામાં 15 મીમી, ખંભાતામાં 14 મીમી વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત અરવલ્લીના બાયડ, સુરેન્દ્રનગરની લીબંડી, વલસાડના કપરાડા અને સુરતના મહુવામાં 12-12 મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે 13 જિલ્લામાં એક મીમીથી આઠ મીમી સુધીનો વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે ભારે પવન સાથે વરસાદની સંભાવના

હવામાન વિભાગે સંભાવના વ્યક્ત કરી છે કે સોમવારથી રાજ્યના ગુજરાત પ્રદેશના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે હળવો વરસાદ પડી શકે છે. જ્યારે મંગળવારે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સુરત અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે . સાથે જ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં પવન સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. બુધવાર અને ગુરુવારે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા દર્શાવી છે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">