સૌરાષ્ટ્રમાં જળબંબાકારની સ્થિતિ અનેક ડેમો છલકાયાં, ગીરસોમનાથ, જુનાગઢ, ભાવનગર, અમરેલી, જામનગર, ઉપલેટા પંથકમાં ભારે વરસાદ નોંધાયો

સૌરાષ્ટ્રભરમાં મેઘરાજા તોફાની બેટીંગ કરી રહ્યા છે. ત્યારે આવનારા બે દિવસ પણ અમરેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે. જેના પગલે એનડીઆરએફની ટીમ અમરેલી પહોંચી ગઈ છે.

સૌરાષ્ટ્રમાં જળબંબાકારની સ્થિતિ અનેક ડેમો છલકાયાં, ગીરસોમનાથ, જુનાગઢ, ભાવનગર, અમરેલી, જામનગર, ઉપલેટા પંથકમાં ભારે વરસાદ નોંધાયો
Waterlogging situation in Saurashtra, many demos flooded, Girsomnath, Junagadh, Bhavnagar, Amreli, Jamnagar, Upleta Panth received heavy rains.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 09, 2021 | 7:07 AM

ગીરસોમનાથમાં બારે મેઘ ખાંગાની સ્થિતિનું નિર્માણ થયું છે. સુત્રાપાડામાં રીતસર આભ ફાટ્યું, અને 9 ઇંચ વરસાદ ખાબક્યો. તો વેરાવળમાં પણ 6 ઇંચ વરસાદે જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું. તો તાલાલામાં પણ સાડા ત્રણ ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો. ભારે વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું.

તો વેરાવળના ઇણાજ ગામમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઇ. તો સરસ્વતી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાતા પ્રાચીતિર્થ ખાતે આવેલું માધવરાયજી મંદિર પાણીમાં ડૂબ્યું. સાથે જ જિલ્લાની તમામ નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઇ. અને અનેક વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા હોવાના અહેવાલ છે. આમ વાદળ ફાટતા ગીરસોમનાથમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. જોકે સારા વરસાદને પગલે જિલ્લાના માથેથી દુકાળની સ્થિતિનું સંકટ ટળ્યું છે.

જૂનાગઢમાં ધોધમાર વરસાદ. ગીરના જંગલ અને દાતાર પર્વતના જંગલમાં વધુ વરસાદ પડ્યો. જેના પગલે દામોદર કુંડમાં ઘોડાપૂર આવ્યું છે. જંગલમાં વરસાદ પડતા ચોતરફ પાણી જોવા મળી રહ્યું છે. પાણી ખુબજ વેગથી દામોદર કુંડ તરફ વહીં રહ્યું છે.

શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો

જૂનાગઢના ભવનાથના રસ્તાઓ પર આમ તો માનવ મહેરામણના દ્રશ્યો જ જોવા મળતા હોય છે. જોકે ભારે વરસાદને પગલે આ રસ્તાઓ પર નદીઓ વહેતી જોવા મળી. ધોધમાર વરસાદને પગલે ભવનાથની તળેટી પરથી ઝરણા વહેતા થયા અને સર્જાયા નયમરમ્ય દ્રશ્યો. લીલોછમ ગિરનાર પર્વત અને સફેદ દૂધ જેવા પાણીના ઝરણા જાણે કે શિવલિંગ પર જળાભિષેક કરતા હોય તેવા મનમોહક દ્રશ્યો કેમેરામાં કેદ થયા.

અમરેલી અને ભાવનગર જિલ્લામાં મેઘરાજાની મહેર જોવા મળી છે ત્યારે શેત્રુંજી નદીમાં નવા નીર આવ્યા છે. જેથી શેત્રુંજી ડેમમાં પાણીની મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે. જેના પગલે તંત્રએ કુલ 17 ગામને એલર્ટ કર્યા છે. જેમાં પાલીતાણાના 5 ગામ રાજસ્થળી, લાપાળીયા, લાખાવડ, માયધાર, મેઢા ગામને એલર્ટ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ તળાજા તાલુકાના 12 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે.

અમરેલી જિલ્લાના ધાતરવડી ડેમ 2 ઓવરફ્લો થયો છે. ડેમના એક સાથે 6 દરવાજા ખોલવા પડ્યા છે. ડેમ ઓવરફ્લો થતા તંત્ર દ્વારા 10 ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. આ તમામ ગામડાઓ નદી કિનારે આવેલા છે. ડેમ ઓવરફ્લો થતા હિંડોરણા, વડ,છતડીયા,ખાખબાઈ,ઉંચેયા,રામપરા, ભેરાઈ સહિત નદી કાંઠાના ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. ત્યારે બીજી તરફ ડેમમાં હજુ પણ પાણીની આવક શરૂ જ છે.

સૌરાષ્ટ્રભરમાં મેઘરાજા તોફાની બેટીંગ કરી રહ્યા છે. ત્યારે આવનારા બે દિવસ પણ અમરેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે. જેના પગલે એનડીઆરએફની ટીમ અમરેલી પહોંચી ગઈ છે. NDRFની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. તમામ તાલુકામં કંન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે. વરસાદને પગલે કોઈ પણ પરિસ્તિતિને પહોંચી વળવા તંત્રએ તૈયારીઓ કરી લીધી છે.

જામનગરમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. જામનગર શહેરમાં ગાજવીજ સાથે વરસાદ. જામનગર જિલ્લાના જોડીયા અને ધ્રોલમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો હતો. વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વરસાદ પડતા ખેડૂતોમાં ખૂશીનો માહોલ જોવા મળ્યો હતો.

રાજકોટના ઉપલેટામાં ગાજવીજ સાથે વરસાદ નોંધાયો છે. ઉપલેટા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ નોંધાયો છે. રાત્રી દરમિયાન પણ સતત વરસાદ વરસ્યો છે. ઉપલેટા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">