GIR SOMNATH : અનિયમિત વરસાદને કારણે ખેતીમાં ઋતુચક્ર ખોરવાતા ખેડૂતોમાં ચિંતા

છેલ્લો મગફળીનો પાક પાકશે તેની લલણી કરાયા બાદ ખેતરો શિયાળુ વાવેતર યોગ્ય બનશે અને ત્યારબાદ અન્ય પાકોનું વાવેતર કરી શકાશે.આમ વરસાદના કારણે જ ખેડૂતોનું ખેતીનું સમયચક્ર ખોરવાયું છે. જેથી ખેડૂતો ચિંતત બન્યા છે.

GIR SOMNATH : અનિયમિત વરસાદને કારણે ખેતીમાં ઋતુચક્ર ખોરવાતા ખેડૂતોમાં ચિંતા
Irregular rainfall affects monsoon harvesting in GirSomnath
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 20, 2021 | 8:46 AM

ગીર સોમનાથમાં આ વર્ષે ચાર તબક્કાઓમાં વાવેતર થયું છે.જેથી મગફળી, સોયાબીન સહિતના પાકની લણણી પણ ચાર તબક્કાઓમાં થશે.જેથી શિયાળુ પાક પણ મોડો લેવાશે.વરસાદની અનિયમીતતાના કારણે ખેતીમાં ઋતુચક્ર પણ ખોરવાયું છે.જેથી ખેડૂતો ચિતીત બન્યા છે.

ચાર તબક્કામાં થયું વાવેતર કેટલાક ખેડૂતો વરસાદની નિયમીતતાની આશાએ આગોતરું વાવેતર કરી ચુક્યા હતા.તો જીલ્લાના વેરાવળ, તાલાલા સહિતના અમુક ભાગોમાં પ્રથમ રાઉન્ડનો સારો વરસાદ થતાં અડધા જીલ્લામાં વાવેતર કરાયું હતું. તો કેટલાક વિસ્તારો જેમાં સુત્રાપાડા, કોડીનાર, ઉના, ગીરગઢડા વિસ્તારમાં બીજા રાઉન્ડમાં વાવણી લાયક વરસાદ થયો, જેથી વાવેતર દોઢ માસ બાદ કરી શકાયું છે.આમ જીલ્લામાં ક્રમશ સંજોગો અને સ્થિતિના કારણે ચાર તબક્કામાં મુખ્ય પાક મગફળી અને સોયાબીન સહિતનું વાવેતર કરાયું છે.

ઋતુચક્ર ખોરવાતા ખેડૂતોમાં ચિંતા ખેડૂતોમાં એ વાતની ચિંતા છે કે વરસાદની અનિયમીતતાના કારણે જે ચાર તબક્કામાં વાવેતર કરાયું છે એ પાકની લલણીમાં પણ ચાર તબક્કામાં પાકશે. જેથી જીલ્લામાં એક સાથે લલણી શક્ય નથી. શિયાળુ પાક જેમાં ઘઉં, કઠોળ વગેરેનું પણ વાવેતર નિયમીત સમયે નહીં કરી શકાય. છેલ્લો મગફળીનો પાક પાકશે તેની લલણી કરાયા બાદ ખેતરો શિયાળુ વાવેતર યોગ્ય બનશે અને ત્યારબાદ અન્ય પાકોનું વાવેતર કરી શકાશે.આમ વરસાદના કારણે જ ખેડૂતોનું ખેતીનું સમયચક્ર ખોરવાયું છે. જેથી ખેડૂતો ચિંતત બન્યા છે. જોકે હાલ સારા વરસાદે તમામ પાકોને જીવતદાન આપ્યું તેની ખુશી જરૂર છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

અગાઉ કેરીના પાકને પણ નુકસાન થયું હતું ગીર સોમનાથ જિલ્લામાં અગાઉ મેં મહિનામાં કમોસમી વરસાદને કારણે કેરીના પાકને વ્યપાક નુકસાન થયું હતું. વંથલી, ગીર સોમનાથ જિલ્લામાં સાસણ, ગીર અને તાલાલા પંથકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. ભારે પવન સાથે પડેલા કમોસમી કમોસમી વરસાદને કારણે કેરીના બગીચાઓમાં કેરીઓ ખરી પડી હતી. અને હવે અનિયમિત વરસાદને કારણે ખેતીમાં ઋતુચક્ર ખોરવાતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે, જુઓ આ સમાચાર –

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">