Gir Somnath: તાલાલામાં એક નહીં પણ એક સાથે 11 સાવજ લટાર મારતા જોવા મળ્યા

એક સાથે 11 સિંહનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આવો અદભૂત નજારો જવલ્લે જ જોવા મળતો હોય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 22, 2022 | 1:02 PM

ગીર સોમનાથ (Gir Somnath) ના તાલાલામાં એક નહીં પણ એક સાથે 11 સાવજ (Lion) લટાર મારતા જોવા મળ્યા. તાલાલા અકોલવાડી વિસ્તારનો એક અદભૂત વીડિયો સામે આવ્યો છે. જેમાં એક સાથે 11 સિંહ જોવા મળી રહ્યાં છે. એક સાથે 11 સિંહનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આવો અદભૂત નજારો જવલ્લે જ જોવા મળતો હોય છે. ત્યારે એક સાથે 11 સિંહની લટાર મારતો અદભૂત વીડિયો કેમેરામાં કેદ થયો છે.

ગત 19 તારીખે પણ ગીર સફારી પાર્કની ડેડકડી રેન્જમાં બળબળતા તાપથી કંટાળેલો 14 સાવજોનો પરિવાર પરિવાર વૃક્ષની ઠંડી છાંયડીમાં આરામ ફરમાવતો જોવા મળ્યો હતો. જેની તસવીરો તથા વીડિયો સામે આવ્યા છે. ગીર જંગલના સફારી કમ ગાઈડ જીતુ સિંધવે આરામ ફરમાવતા આ સાવજ પરિવારને પોતાના કેમેરામાં કેદ કર્યા હતા. 5 સિંહણ, 1 નર અને 8 જેટલા સિંહબાળનું ટોળું કૃત્રિમ વોટર પોઇન્ટ પાસે ઠંડકની મોજ માણતું જોવા મળ્યું હતું.

જ્યારે 16 તારીખે અમરેલી જિલ્લાના રાજુલાના કાતર ગામ નજીક એક સાથે 13 સિંહ દેખાયા હતા. એક સાથે 13 સિંહ લટાર મારતા હોય તેવો વીડિયો વાયરલ થયો હતો. ગ્રામિણ વિસ્તારમાં પ્રથમ વખત 13 સિંહનું ટોળુ દેખાયું હતું. ગામમાં એક સાથે આટલા બધા સિંહ દેખાતા વાડી વિસ્તારમાં કામ કરતા ખેડૂતોમાં ભય વ્યાપી ગયો હતો.

આ જ દિવસે ગીરના જંગલમાં પાણીના પોઈન્ટ પર ગજકેસરી પરિવાર સહિત પાણી પીતા કેમેરામાં કેદ થયા હતા. આર્ટિફિશિયલ વોટર પોઇન્ટ પર પાણી પીતાં 7 સિંહોના પરિવારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">