દીવમાં જલસા : દિવાળી વેકેશનમાં પ્રવાસન સ્થળ દીવમાં પ્રવાસીઓની ભારે ભીડ

દિવાળીના વેકેશન સાથે રાજ્યના પ્રવાસન સ્થળોએ ભારે ભીડ જોવા મળી રહી છે. ખાસ કરીને અંબાજી, સોમનાથ, દીવ, દમણ, માઉન્ટ આબુ અને કચ્છમાં પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 07, 2021 | 3:40 PM

DIU : વેકેશનના સમયગાળા દરમિયાન દીવ પ્રવાસન માટે સૌથી આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. ત્યારે આ વર્ષે પણ મોટી સખ્યામાં પર્યટકો દીવ પહોંચ્યા છે.દીવાળીના વેકેશનને લઈ જાણીતા પ્રવાસન સ્થળ દીવમાં પ્રવાસીઓનો ધસારો વધ્યો છે. દીવના નાગવાબીચની મુલાકાતે મોટી સંખ્યામાં સહેલાણીઓ આવી રહ્યા છે…અહીં આવતા પર્યટકો વોટર સ્પીડ બોટ જેસકી, પેરા ગ્લાઈડીંગ, બનાના રાઈડ્સ, ડિસ્કો રાઈડ્સ, બમ્પર રાઈડ્સનો આનંદ માણે છે..

દિવાળીના વેકેશન સાથે રાજ્યના પ્રવાસન સ્થળોએ ભારે ભીડ જોવા મળી રહી છે. ખાસ કરીને અંબાજી, સોમનાથ, દીવ, દમણ, માઉન્ટ આબુ અને કચ્છમાં પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. કચ્છમાં સફેદ રણથી લઈને લખપત સુધી સર્વત્ર પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે. ભૂજ શહેરમાં પણ પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. ભૂજમાં આવેલા પ્રાગમહેલ, આયના મહેલ, મ્યુઝિયમ, છતરડી તેમજ સ્વામીનારાયણ મંદિર સહિતના સ્થળો પર પણ પ્રવાસીઓના ટોળેટોળાં જોવા મળી રહ્યા છે.

માઉન્ટ આબુ અને દીવમાં પણ ગુજરાતના પ્રવાસીઓ દિવાળી વેકેશન માણવા ગયા છે. જેના કારણે માઉન્ટ આબુના લકી તળાવ ઉપર પણ ભારે ભીડ જોવા મળી છે. દીવના પ્રવાસન સ્થળોએ ગઇકાલે મોટી સંખ્યામાં પ્રવાસીઓ જોવા મળ્યા છે. કચ્છમાં માત્ર ગુજરાતના જ નહીં પરંતુ રાજ્ય બહારના પ્રવાસીઓ પણ દિવાળી વેકેશનમાં ઉમટી પડ્યા છે. કચ્છમાં માંડવીનો બીચ, માતાનો મઢ, નારાયણ સરોવર, કોટેશ્વર અને લખપત ખાતે પણ પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે.

આ પણ વાંચો : જાણો સુરેન્દ્રનગરમાં એન્કાઉન્ટર કરનાર PSI જાડેજા વિશે, જેમની ગેડિયા ગેંગમાં ધાક છે

આ પણ વાંચો : અઢી વર્ષની બાળકીની હત્યા!, સુરતના વડોદ ગામમાંથી ગુમ થયેલી અઢી વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">