ગુજરાત બોર્ડનું ધો-12 સાયન્સનું પરિણામ, ગીર સોમનાથ જિલ્લાનું પરિણામ 70.49 ટકા પર રહ્યું

ગુજરાત બોર્ડનું ધો-12 સાયન્સનું પરિણામ, ગીર સોમનાથ જિલ્લાનું પરિણામ 70.49 ટકા પર રહ્યું
Symbolic image

ગુજરાત બોર્ડનું ધોરણ 12 સાયન્સનું પરિણામ સવારે જાહેર થયું હતું. ગીર સોમનાથ જિલ્લાનું 70.49 ટકા પરિણામ રહ્યું હતું. ધોરણ 12 સાયન્સમાં 196 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. તો 3303 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે.

TV9 GUJARATI

| Edited By: Jayraj Vala

May 12, 2022 | 7:58 PM

ગુજરાત બોર્ડનું ધોરણ 12 સાયન્સનું પરિણામ સવારે જાહેર થયું હતું. અમરેલીના લાઠીનું સૌથી વધુ 96.12 ટકા પરિણામ. જ્યારે દાહોદ જિલ્લાનું સૌથી ઓછું 40.16 ટકા પરિણામ જાહેર થયું હતું. જિલ્લા પ્રમાણે જોઇએ તો સૌથી વધુ રાજકોટ જિલ્લાનું 85.78 ટકા પરિણામ જાહેર થયું છે જ્યારે સૌથી ઓછુ દાહોદ જિલ્લાનું 40.19 ટકા પરિણામ જાહેર થયું છે. મહત્વનું છે કે, ગીર સોમનાથ જિલ્લાનું (gir somnath) 70.49 ટકા પરિણામ રહ્યું હતું. ધોરણ 12 સાયન્સમાં 196 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. તો 3303 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે. આ સાથે 64 શાળાઓમાં 100 ટકા પરિણામ આવ્યું છે. સારા પરિણામથી વિદ્યાર્થીઓએ ખુશી વ્યક્ત કરી છે.

જુનાગઢ જિલ્લાના ખેડૂત પુત્રએ મેળવ્યા 99.83 PR

રાજકોટમાં જે વિધાર્થીઓ સારા પરિણામ સાથે ઉતીર્ણ થયા છે તેમાં એક ખેડૂતનો પુત્ર પણ છે. જુનાગઢ જિલ્લાના આણંદપર ગામનો રહેવાસી અમિત ચોવટીયા નામના વિધાર્થીએ 99.83 પીઆર મેળવીને તેના માતા પિતાનું નામ રોશન કર્યું છે. અમિત હવે મેડિકલ ફિલ્ડ પસંદ કરવા માંગે છે અને ડોક્ટર બનીને તેના માતા પિતાનું નામ રોશન કરવા માંગે છે.

મહત્વનું છે કે, રાજકોટ જિલ્લો ગુજરાતમાં પ્રથમ બન્યો છે. રાજકોટનું 85.78% પરિણામ આવ્યું છે. રાજકોટ જિલ્લામાં કુલ 6770 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જે પૈકી 17 વિદ્યાર્થીઓને A1, 397 વિદ્યાર્થીઓને A2 ,1034 વિદ્યાર્થીઓને B1 અને 1422 વિદ્યાર્થીઓને B2 ગ્રેડ મળ્યો છે. આ સાથે આ વર્ષના પરીણામોમાં ખેડુત પુત્રોએ બાજી મારી છે. અકબરી હાર્દિક 99 PR, કંડોરિયા ધવલ 98.26 PR, બરાડિયા સંદિપ 97 PR, તેમજ બરાડિયા નિલેશએ 96.50 સાથે બાજી મારી છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati