Gir Somnath: ધૈર્યા હત્યાકાંડમાં 1 શંકાસ્પદની ભરૂચથી અટકાયત, ફુલ જેવી દીકરી સાથે કરાયા હતા ભયાનક પિશાચી કૃત્ય

પોલીસે આપેલી પ્રાથમિક વિગત અનુસાર  પિતાએ અંધશ્રદ્ધામાં  (Superstition) આવીને પુત્રી પર 7 દિવસ સુધી અત્યાચાર ગુર્જાયો હતો અને  તાંત્રિક વિધીના નામે દીકરીને આગ પાસે બે કલાક સુધી ઉભી રાખવામાં આવી હતી. તેમજ  ફૂલ જેવી કોમળ  દીકરીને લાકડી તેમજ વાયર વડે માર મારીને બે દિવસ સુધી ભૂખી રાખવાનું અધમ કૃત્ય પણ આચરવામાં આવ્યું હતું

Gir Somnath: ધૈર્યા હત્યાકાંડમાં 1 શંકાસ્પદની ભરૂચથી અટકાયત, ફુલ જેવી દીકરી સાથે કરાયા હતા ભયાનક પિશાચી કૃત્ય
તાલાળાના ધાવા ગામે વાડી વિસ્તારમાં ચાલી રહેતી તપાસ
Follow Us:
Harin Matravadia
| Edited By: | Updated on: Oct 13, 2022 | 1:00 PM

ગીર સોમનાથમાં   (Gir somnath) 14 વર્ષીય કિશોરીની  તાંત્રિક વિધીમાં બલી ચઢાવવા માટે  હત્યા  (Murder) થઈ હોવાની આશંકા છે ત્યારે  ઘટનાની તપાસમાં SOG  અને LCBને  મોટી સફળતા મળી છે   ઘટનામાં મોટી ભૂમિકા ભજવાનારા  એક  શંકાસ્પદ  (Suspicious) વ્યક્તિની  ભરૂચથી અટકાત કરવામાં આવી  છે આ ઘટનામાં  કહેવાતા આરોપી તાંત્રિકને લઈને ભરૂચથી ગીરસોમનાથ લઈ જવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.  હવે આગામી કાર્યવાહીમાં દીકરીના પિતા અને આરોપી ગણવામાં આવેલા  મૂળ સુરતના અને ભરૂચથી ઝડપાયેલા શંકાસ્પદને સાથે રાખીને પોલીસ સમગ્ર પૂછપરછ કરશે. પોલીસે આપેલી પ્રાથમિક વિગત અનુસાર  પિતાએ અંધશ્રદ્ધામાં  (Superstition) આવીને પુત્રી પર 7 દિવસ સુધી અત્યાચાર ગુર્જાયો હતો અને  તાંત્રિક વિધિના નામે દીકરીને આગ પાસે બે કલાક સુધી ઉભી રાખવામાં આવી હતી. તેમજ  ફૂલ જેવી કોમળ  દીકરીને લાકડી તેમજ વાયર વડે માર મારીને બે દિવસ સુધી ભૂખી રાખવાનું અધમ કૃત્ય પણ આચરવામાં આવ્યું હતું.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

જાણો સમગ્ર ઘટના?

દીકરી પિતા માટે વ્હાલનો દરિયો હોય છે, પરંતુ ગીર સોમનાથમાંથી  (Gir somnath) એવી ઘટના સામે આવી છે કે જે અંગે સાંભળીને કે વાંચીને કોઈ પણ વ્યકતિના રૂંવાડા ઉંભા થઈ જાય. ઘટના એવી છે કે સગા બાપે જ પુત્રીની ગળું કાપી બલી ચડાવી દીધી હોવાની આશંકા છે ગીર સોમનાથના તાલાલાના  (Talala) ધાવા ગીર ગામમાં ભાવેશ અકબરી નામના શખ્સે પોતાની 14 વર્ષની બાળકીની 8માં નોરતાની રાત્રે બલી ચડાવી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરોરાટી વ્યાપી ગઈ હતી જેણે જેણે આ  ઘટના અંગે સાંભળ્યું કે વાંચ્યું તેઓ  આ બાપ પર ફિટકાર વરસાવી રહ્યા છે.

આઠમની રાત્રીએ તાંત્રિક વિધી કરી હોવાની આશંકા

પોલીસને બાતમી મળી હતી કે ગીર સોમનાથના તાલાલાના ધાવા ગીર ગામમાં ભાવેશ અકબરી નામના શખ્સે પોતાની 14 વર્ષની બાળકીની 8માં નોરતાની રાત્રે બલી ચડાવી છે અને વિદી કર્યા બાદ કિશોરીને પુનછ જીવિત કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો જોકે અંધશ્રદ્ધામાં ડૂબેલા બાપને એ વાતની ખાતરી થઈ કે દીકરી હવે ક્યારેય જીવતી નથી થવાની ત્યારે વાડી વિસ્તારમાં જ તેના અંતિમ વિધી કરી દેવામાં આવી હતી સૂત્રોએ જણાવ્યા પ્રમાણે બાળકીના મૃતદેહને 4 દિવસ સુધી ગોદડામાં વિટાળી રાખ્યા બાદ બાળકીની અંતિમવિધિ કરાઇ હતી.

આ ઘટનાની વૈજ્ઞાનિક ઢબે પણ તપાસ ચાલી રહી છે. બનાવ સ્થળે થી મળેલ પુરાવા ના fsl રિપોર્ટ બાદ પોલીસ કોઈ નિષ્કર્ષ પર આવશે. હાલ બાળકી ના પિતા સહિત પરિવારના ચાર લોકો નું ઇન્ટરોગેશન ચાલુ છે. જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાએ ઘટનાસ્થળની મુલાકાત પણ લીધી હતી.

વિથ ઇનપુટ ક્રેડિટઃ યોગેશ જોષી, ગીર સોમનાથ ટીવી9

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">