Gir Somnath: સમાજના આગેવાનો 6 દીકરીઓના લગ્ન અટકાવી દેવા વર પક્ષને કરે છે દબાણ, પીડિત પરિવારોએ કરી રાવ

Gir Somnath: ભીડીયા મુકામે ચારેક ગામના સમાજને બોલાવી હીરકોટની દીકરીઓ સાથે સગપણ કરનાર વર પક્ષને બોલાવી લગ્ન ન કરવા દબાણ કર્યું હતું,

Gir Somnath: સમાજના આગેવાનો 6 દીકરીઓના લગ્ન અટકાવી દેવા વર પક્ષને કરે છે દબાણ, પીડિત પરિવારોએ કરી રાવ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 27, 2021 | 9:47 PM

Gir Somnath: માછીમારીના ધંધા સાથે સંકળાયેલા સુત્રાપાડા (Sutrapada)ના હીરાકોટ બંદર (Hirakot Port)ના કોળી સમાજના 200 લોકોને અગાઉ હીરા કોટ તથા નવાગામ કોળી સમાજ તરફથી જ્ઞાતિ બહાર કાઢવામાં આવ્યા હતા અને સામાજિક બહિષ્કાર કર્યો હતો. હાલ માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોમાં લગ્નની સિઝન ચાલુ છે. ત્યારે આ સામાજિક બહિષ્કૃત પીડિત પરિવારોની હાલત દયનીય બની છે. સમાજના આગેવાનો 6 દીકરીઓના લગ્નમાં વિઘ્નરૂપ બન્યા છે.

સમાજના આગેવાનો દ્વારા આ પીડિત પરિવારોની 6 દીકરીઓના લગ્ન અટકાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ભીડીયા મુકામે ચારેક ગામના સમાજને બોલાવી હીરકોટની દીકરીઓ સાથે સગપણ કરનાર વર પક્ષને બોલાવી લગ્ન ન કરવા દબાણ કર્યું હતું, તેમજ આ બેઠકને પણ ગુપ્ત રાખવાની વાત કરી હતી.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

આ વાતને લઈને હાલ વર પક્ષના પરિવારો લગ્નને લઈને આના-કાની કરી રહ્યા છે. જેને લઈને હીરાકોટ બંદર ગામના કન્યા પક્ષ પીડિત પરિવારોની હાલત કફોળી થઈ ગઈ છે. જે અંગેની મરીન પોલીસ અને કલેક્ટરને અરજી કરીને ન્યાયની માંગણી કરી રહ્યા છે. ફરિયાદીની અરજીના આધારે સોમનાથ મરીન પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. સર્વોચ્ચ ન્યાયાલયના આદેશ હોવા છતાં પણ આવી ગેર બંધારણીય કહેવાતી ન્યાય પ્રક્રિયા અસ્તિત્વમાં લાવીને લોકોને પરેશાન કરી રહ્યા છે. જેથી આવા તત્વો સામે પગલાં લેવાની પીડિત પરિવારો માંગ કરી રહ્યા છે.

આ પણ વાંચો : દેશમાં પહેલી વાર લશ્કરી છાવણી પર ડ્રોનથી હુમલો ! અંબાલા-પઠાણકોટ-અવંતીપુરા બેસ હાઇ એલર્ટ પર

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">