Gir somnath: વાડલા અને ઉનામાં ખરાબ રસ્તા મુદ્દે ત્રસ્ત સ્થાનિકોએ ચૂંટણી બહિષ્કારની આપી ચીમકી

ગીર સોમનાથના વાડલા ગામના લોકો દ્વારા અનેક વખત રજૂઆત પણ કરવામાં આવી છે છતાં પણ રસ્તા પર પાણી ભરાવવાની સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. ત્યારે વધુ એક વખત તંત્રને સમસ્યા અંગે રજૂઆત કરી છે હવે સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ગામલોકોએ આવનારી વિધાનસભાની ચૂંટણીનો (Vidhansabha Election) બહિષ્કાર કરવાની ચીમકી આપી છે

Gir somnath: વાડલા  અને ઉનામાં ખરાબ રસ્તા મુદ્દે ત્રસ્ત સ્થાનિકોએ ચૂંટણી બહિષ્કારની આપી ચીમકી
Gir Somnath: Locals affected by bad roads in Wadla and Una threatened to boycott the elections
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 17, 2022 | 11:39 PM

ગીર સોમનાથના  (Gir somnath) તાલાળા તાલુકાના વાડલા ગામે દર વર્ષે ચોમાસામાં (Monsoon 2022) રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ જાય છે  પાણી ભરાઈ જતા રસ્તા પરથી વાહનોને પસાર થવું મુશ્કેલભર્યું બની જાય છે ભારે વરસાદમાં ગામમાં પ્રવેશ બંધી જેવું થઈ જતા ગામ અન્ય શહેર અને ગામડાંથી છૂટું પડી જાય છે અને  આ સમસ્યા આજકાલની નથી, પરંતુ ગ્રામજનો  છેલ્લા  5 વર્ષથી આ સમસ્યાનો સામનો કરી  રહ્યા  છે. ગામલોકો દ્વારા અનેક વખત રજૂઆત પણ કરવામાં આવી છે છતાં પણ રસ્તા પર પાણી ભરાવવાની સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. ત્યારે વધુ એક વખત તંત્રને સમસ્યા અંગે રજૂઆત કરી છે હવે સમસ્યાનો ઉકેલ નહીં આવે તો નાગરિકોએ આવનારી વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે

સમસ્યાનો નિકાલ  ન આવતા ગ્રામજનો આકરા પાણીએ

સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકાના વાડલા ગામે  ગામમાં આવવાના રસ્તામાં ભરાતા  પાણીની સમસ્યા  પાંચ વર્ષથી યથાવત છે ,  વરસાદની પરિસ્થિતમાં તો ગ્રામજનો એટલી હદે કંટાળી જાય છે કે  તેઓ અન્ય શહેર અને ગામથી વિખૂટા પડી જાય છે. ક્યારેય કોઈ માંદગીની પરિસ્થિતિ હોય તો  દર્દીને વરસાદની પરિસ્થિતિમાં બહાર લઈ જવાની પણ સમસ્યા સર્જાય છે.  આથી ગ્રામજનોએ રાજકીય આગેવાનોને ચમકી આપી છે કે આગામી ચૂંટણીઓમાં સમગ્ર ગામ કોઈપણ પક્ષના આગેવાનોને ગામમાં પ્રવેશવા નહીં દે  અને આગામી વિધાનસભા ચૂંટણીનો બહિષ્કાર કરશે.

ગ્રામજનો કોઈ પણ  પાર્ટીને ગામમાં પ્રવેશવા ન દેવા મક્કમ

ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે છેલ્લા પાંચ વર્ષથી સરપંચ સહિત ગ્રામજનો અનેક જગ્યાએ અને રાજકીય આગેવાનોને રજૂઆત કરી ચૂક્યા છે પરંતુ તેમની સમસ્યાનો કોઈ ઉકેલ આવતો નથી. ગામના  રસ્તામાં ત્રણથી પાંચ ફૂટ ભરાતા પાણી થી  વરસાદમાં ગામ બેટ બની જતું હોય છે.  આખરે ગ્રામજનોએ આગામી ચૂંટણીઓમાં ભાજપ કોંગ્રેસ કે આપ પાર્ટી કોઈપણ ને વાડલા ગામની અંદર પ્રવેશવા ન દેવા સાથે ચૂટણીનો બહીષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે અને ગામ લોકો આ ભરાતા પાણીનો વહીવટી તંત્ર તાકીદે ઉકેલ લાવે તેવી માંગ કરી રહ્યા છે.

જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો

ઉનામાં જર્જરીત રસ્તાઓ અંગે સ્થાનિકોમાં આક્રોશ

તો બીજી તરફ ઉનામાં  જર્જરીત રસ્તાઓ મુદ્દે સ્થાનિકોમાં આક્રોશ ફેલાયો છે અને 12 થી વધુ સંસ્થા દ્વારા શહેર ના અતિ બિસ્માર રસ્તાઓ મુદ્દે તંત્રને આવેદન આપવામાં આવ્યું છે. તો ઉના  શહેરમાંથી પસાર થતો નેશનલ હાઇવે પણ  અત્યંત ખરાબ છે જેના લીધે નાના મોટા અકસ્માતો પણ  થયા છે. આથી સ્થાનિકોએ ચીમકી આપી છે કે   10 દિવસ માં રોડનું કામ શરૂ કરવામાં નહીં આવે તો ચક્કાજામ કરવામાં આવશે અને આ મુદ્દે મામલતદારને આવેદન આપ્યું છે.

( વિથ ઇનપુટ ક્રેડિટ -યોગેશ જોશી, ગીર સોમનાથ)

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">