ગીર સોમનાથ : અરબી સમુદ્રમાં પ્રભાત રાજુ કોળી નામના તરવૈયાએ વધુ એક સિદ્ધિ હાંસલ કરી

ભારતભરમાંથી પ્રભાત રાજુ કોળી એક માત્ર એવો તરવ્યો છે કે જેમણે ઓપન વોટર સ્વીમીંગનો કેપ લોંગ ડિસ્ટન્સ સ્વીમીંગ એસોિયેશન સાઉથ આફ્રિકા દ્વારા સૂવર્ણપદક મેળવેલ છે. અને એશિયા ખંડનો સૌથી નાની ઉંમરનો ટ્રીપલ તાજ મેળવનારો તરવૈયો છે.

ગીર સોમનાથ : અરબી સમુદ્રમાં પ્રભાત રાજુ કોળી નામના તરવૈયાએ વધુ એક સિદ્ધિ હાંસલ કરી
Gir Somnath: A swimmer named Prabhat Raju Koli achieved another feat in the Arabian Sea (પ્રભાત રાજુ કોળી-ફાઇલ ફોટો)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 10, 2022 | 9:10 PM

સોમનાથના (Somnath) અરબી સમુદ્રમાં (Arabian Sea)પ્રભાત રાજુ કોળી (Prabhat Raju Koli)નામના તરવૈયાએ (Swimmer)વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. સુત્રાપાડાના ધામળેજ બંદરથી દરિયાઈ માર્ગે 30 કિલોમીટરનું અંતર કાપી સોમનાથ મહાદેવના તરવૈયાએ દર્શન કર્યા હતા. દેશના પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવ કે જ્યાં અલગ અલગ રીતે લોકો સોમનાથ મહાદેવના દર્શને આવતા હોય છે. કોઈ પગપાળા કરી દર્શને આવે તો દંડવત કરી પદયાત્રાકરી મહાદેવના દર્શન કરે.

પરંતુ મહારાષ્ટ્રના પ્રભાત રાજુ કોળી કે જેઓ મેરેથોન ઓપન વોટર સ્વિમર છે. માછીમાર કોળી સમાજ મહારાષ્ટ્ર મુંબઈનો વતની છે. જેમણે વર્લ્ડ ઓપન વોટર સ્વીમીંગ એસોસિયેશન કેલિફોર્નિયા, યુ.એસ.એ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. અને કેપટાઉન, સાઉથ આફ્રિકામાં 6 મોટા ઇવેન્ટ સફળતા પૂર્વક પૂર્ણ કરેલ છે. જેમાંથી 3 વિશ્વ રેકોર્ડ પણ તેમણે પોતાના નામે અંકિત કર્યા છે.

ભારતભરમાંથી પ્રભાત રાજુ કોળી એક માત્ર એવો તરવ્યો છે કે જેમણે ઓપન વોટર સ્વીમીંગનો કેપ લોંગ ડિસ્ટન્સ સ્વીમીંગ એસોિયેશન સાઉથ આફ્રિકા દ્વારા સૂવર્ણપદક મેળવેલ છે. અને એશિયા ખંડનો સૌથી નાની ઉંમરનો ટ્રીપલ તાજ મેળવનારો તરવૈયો છે. જેમને ન્યૂજર્સી આઇલેન્ડ અને ઓનાકાયા એયરલેન્ડથી મેઈનલેન્ડ સાંટા બાર્બરા સુધી તરવામાં સફળતા મેળવી છે. પ્રભાત રાજુ કોળી લીમકા બુક અને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ પોતાની પ્રતિભા અંકિત કરી ચુક્યો છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ત્યારે આ તમામ સિદ્ધિઓ બાદ પ્રભાતના પિતા અને પ્રભાતનું સપનું હતું કે પ્રભાત સોમનાથ મહાદેવના દર્શન સમુદ્ર માર્ગે આવી કરે. અને તે પણ આજે કરી બતાવ્યું. સુત્રાપાડાના ધામળેજ બંદરથી 30 કિલોમીટરનું અંતર કાપી પ્રભાત અને તેમની સાથે અન્ય એક યુવાન કે જેમણે પણ 21 કિલોમીટરનું અંતર કાપી સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા.

ત્યારે વહેલી સવારે 5 વાગ્યે સુત્રાપાડાના ધામળેજ બંદરથી 30 કિલોમીટરનું અંતર માત્ર 5 કલાકમાં કાપી સોમનાથ ચોપાટી ખાતે આવેલા પ્રભાતનું ભિડીયા કોળી સમાજ અને સાંસદ રાજેશ ચુડાસમા સહિત વેરાવળ ખારવા સમાજના અગ્રણીઓએ સન્માન કરી પ્રોત્સાહન આપ્યું હતું.

આ પણ વાંચો : અમદાવાદ : RSSની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની 11થી 13 માર્ચ સુધી બેઠક યોજાશે, સંઘ પ્રમુખ મોહન ભાગવત ઉપસ્થિત રહેશે

આ પણ વાંચો : Assembly Election Results: ગોવામાં ભાજપની સફળતા પાછળનું કારણ શું છે? દેવેન્દ્ર ફડણવીસે લીધા બે નામ, શું હતો જીતનો ગેમ પ્લાન?

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">