દીવનો વિદ્યાર્થી યુક્રેનથી હેમખેમ માદરે વતન પહોંચતા પરીવારે ભવ્ય સ્વાગત કરી પ્રધાનમંત્રી અને પ્રશાસક અને કલેક્ટરનો આભાર માન્યો

દીવનો વિદ્યાર્થી યુક્રેનથી હેમખેમ માદરે વતન  પહોંચતા પરીવારે ભવ્ય સ્વાગત કરી પ્રધાનમંત્રી અને પ્રશાસક અને કલેક્ટરનો આભાર માન્યો
દીવનો વિદ્યાર્થી યુક્રેનથી હેમખેમ માદરે વતન પહોંચ્યો

જૈનિકના જણાવ્યા અનુસાર હંગેરી બોર્ડરથી બાય બસ બુડાપેસ્ટ ભારતીય દૂતાવાસે રહેવા ખાવાની એવન સુવિધા આપી હતી. બુડાપેસ્ટ થી વિમાન દ્વારા દિલ્હીથી, અમદાવાદથી બાય બસ દિવ સુધી સરકારે એવન સુવિધા આપી હતી.

TV9 GUJARATI

| Edited By: kirit bantwa

Mar 05, 2022 | 4:42 PM

છેલ્લા 10 દિવસથી ચાલી રહેલા રશિયા અને યુક્રેન (Ukraine) વચ્ચે નાં ભયંકર યુધ્ધમાં ફસાયેલા દીવ (Diu) ના વણાંકબારા ગામનો વતની અને મેડિકલ નો વિદ્યાર્થી (student) જૈનિક રાઠોડ આજ રોજ દીવ પોતાના માદરે વતન વણાકબારા હેમખેમ પહોંચાડવા કેન્દ્ર સરકારનાં વિદેશ મંત્રાલયના સહયોગ અને માનનીય પ્રશાસક (administrator)  પ્રફુલ્લ પટેલજીનાં કુશળ નેતૃત્વ હેઠળ ઓપરેશન ” ગંગા અભિયાન” ના માધ્યમથી હેમખેમ પોતાના માદરે વતન પરત ફરતા યુક્રેનથી દિવ આવનાર જૈનિકનાં સ્વાગત સમયે ઉપસ્થિત તમામ લોકોનાં ચહેરા ઉપર ખુશી અને ભાવનાત્મક દ્રશ્ય જોવા મળ્યા હતા.

જૈનિક ના જણાવ્યા અનુસાર હંગેરી થી બે કિલોમીટર યુક્રેન ની યુનિવર્સિટી માં મેડિકલ નો અભ્યાસ કરતો હતો. અમોને બાય બસ હંગેરી બોર્ડર થી બાય બસ બુડાપેસ્ટ ભારતીય દૂતાવાસે રહેવા ખાવાની એવન સુવિધા આપી હતી. બુડાપેસ્ટ થી વિમાન દ્વારા દિલ્હી થી,અમદાવાદ થી બાય બસ દિવ સુધી સરકારે એવન સુવિધા આપી હતી.

જૈનિક અને તેના પરિવારે ભારતનાં વિદેશ મંત્રાલય અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી,દમણ દિવ દાદરા નગર હવેલી અને લક્ષદીપ ના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ દિવના કલેકટર ડેપ્યુટી કલેકટરનો આભાર વ્યક્ત કર્યો હતો.

બાબરાનો એક વિદ્યાર્થી યુક્રેનથી પરત ફર્યો

યુક્રેનમાં ફસાયેલો બાબરાનો એક વિદ્યાર્થી પરત ફર્યો છે. એક અઠવાડિયા સુધી ભારે સંઘર્ષ ખેડયા બાદ હર્ષ કારેટિયા નામનો યુવાન પરત ફરી શક્યો છે. હર્ષ ફરતા પરિવારજનોએ હાશકારો અનુભવ્યો હતો. પરિવારજનોમાં પણ ભારે ખુશી અને ઉત્સાહનો માહોલ છવાયો હતો. આજે ભાજપના આગેવાનો દ્વારા તેના ઘર પર જઈને તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. હર્ષ કારેટીયાએ જણાવ્યું હતું કે સરકાર અને ભારતીય એમ્બેસી દ્વારા પૂરતી વ્યવસ્થા અને મદદ પુરી પાડવામાં આવી હતી. તેણે ભારત સરકારનો ખૂબ ખૂબ આભામાન્યો હતો.

વડોદરા જિલ્લાના સાવલીનો વિદ્યાર્થી વતનમાં પહોંચ્યો

વડોદરા જિલ્લાના સાવલીનો વતની અને યુક્રેનમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી પોતાના વતનમાં પહોંચ્યો છે. સાવલીનો વૈભવ સુરેશભાઈ પટેલ આજે હેમખેમ માદરે વતન આવી પહોંચતાં પરિવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ ઉપરાંત વૈભવ પટેલ પોતાના ઘરે પહોંચતા વડોદરા સાંસદ રંજનબેન ભટ્ટ તેમજ સાવલી ધારાસભ્ય દ્વારા પુષ્પગુચ્છથી વૈભવનું કર્યુ સ્વાગત કરાયું હતું. વૈભવના માતાનું પુત્ર સાથે મિલન થતા તે ભાવુક થઈ ગતાં હતાં. પરવારજનોએ ભારત સરકારનો આભાર માન્યો હતો.

આ પણ વાંચોઃ ST બસમાં અપ-ડાઉન કરતા વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચારઃ જાણો, પાસ નિઃશુલ્ક કરવા અંગે શું કર્યું પૂર્ણેશ મોદીએ

આ પણ વાંચોઃ Surat: સુરત પોલીસની ડોગ સ્ક્વોડમાં ફરજ બજાવતા ‘પ્રિન્સ’ અને ‘અરુણા’ નિવૃત્ત : સુરત પોલીસે યોજ્યો વિદાય સમારંભ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati