અનેક રજુઆતો બાદ ગિરનાર રોપ-વેના ટિકિટના ભાવમાં 8 રૂપિયાનો ઘટાડો, પ્રવાસીઓને 126 રૂપિયાનો થશે ફાયદો

ધારાસભ્યો અને પ્રવાસીઓની રજૂઆત બાદ આખરે ગિરનાર રોપ-વેની ટિકિટના દરમાં ઘટાડો કરાયો છે. અને રોપ-વે કંપનીના સત્તાધીશોએ 18 ટકાનું ડિસકાઉન્ટ જાહેર કર્યું છે. આ ડિસકાઉન્ટ બાદ હવે પ્રવાસીઓને 826 રૂપિયાને બદલે GST સાથે માત્ર 708 રૂપિયા ચૂકવવાના રહેશે. એટલે કે પ્રવાસીઓને હવે રોપ-વેની મુસાફરીમાં કુલ 126 રૂપિયાનો ફાયદો થશે. તો બાળકો માટે GST સાથે 350 […]

અનેક રજુઆતો બાદ ગિરનાર રોપ-વેના ટિકિટના ભાવમાં 8 રૂપિયાનો ઘટાડો, પ્રવાસીઓને 126 રૂપિયાનો થશે ફાયદો
Utpal Patel

|

Oct 28, 2020 | 5:11 PM

ધારાસભ્યો અને પ્રવાસીઓની રજૂઆત બાદ આખરે ગિરનાર રોપ-વેની ટિકિટના દરમાં ઘટાડો કરાયો છે. અને રોપ-વે કંપનીના સત્તાધીશોએ 18 ટકાનું ડિસકાઉન્ટ જાહેર કર્યું છે. આ ડિસકાઉન્ટ બાદ હવે પ્રવાસીઓને 826 રૂપિયાને બદલે GST સાથે માત્ર 708 રૂપિયા ચૂકવવાના રહેશે. એટલે કે પ્રવાસીઓને હવે રોપ-વેની મુસાફરીમાં કુલ 126 રૂપિયાનો ફાયદો થશે. તો બાળકો માટે GST સાથે 350 રૂપિયા, તથા વન-વે ટિકિટના 400 રૂપિયા ચૂકવવાના રહેશે.મહત્વપૂર્ણ છે કે જૂનાગઢ મનપાના મેયર સહિત રાજ્યના ધારાસભ્યોએ મુખ્યપ્રધાનને રોપ-વેના દરોમાં ઘટાડો કરવાની માગ સાથે વિરોધ નોંધાવ્યો હતો.જેના પગલે રોપ-વે કંપની સંચાલકોએ ટિકિટના દરમાં 126 રૂપિયાનો ઘટાડો કરીને પ્રવાસીઓને રાહત આપવાનો પ્રયાસ કર્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati