Cyclone Tauktae update : ગીર સોમનાથમાં તાઉ તે વાવાઝોડાએ મચાવી તબાહી, ખેડૂતોને ભારે નુકસાન

Gir Somnath :તાઉ તે વાવાઝોડાએ ગુજરાતમાં તબાહી મચાવી છે. તાઉ તે વાવાઝોડું દીવમાં ટકરાયું હતું. જેને લઈને ઉના અને ગીર સોમનાથમાં ભારે નુકસાન થયું હતું.

Cyclone Tauktae update : ગીર સોમનાથમાં તાઉ તે વાવાઝોડાએ મચાવી તબાહી, ખેડૂતોને ભારે નુકસાન
ઉના
Follow Us:
Charmi Katira
| Edited By: | Updated on: May 19, 2021 | 10:53 AM

Gir Somnath :તાઉ તે વાવાઝોડાએ ગુજરાતમાં તબાહી મચાવી છે. તાઉ તે વાવાઝોડું દીવમાં ટકરાયું હતું. જેને લઈને ઉના અને ગીર સોમનાથમાં ભારે નુકસાન થયું હતું. સૌથી વધુ ખેડૂતોને આ વાવાઝોડાને કારણે નુકસાન થયું છે, તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. નાળિયેરી, કેળા, કેરી જેવા બાગાયતી પાકને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે.

તો ગીર સોમનાથ જિલ્લામાં પણ તારાજી સર્જી છે. ગીરસોમનાથ જિલ્લામાં સૌથી વહુ નુકસાન ઉના અને ગીર ગઢડામાં થયું છે. ગીરગઢડા તાલુકામાં ખેડૂતોને ભરે નુકસાન થયું છે. ખેડૂતોને નારિયેળી અને કેરીના બાગને નુકસાન થયું છે. તો બાગાયતી પાકને પણ ભરે નુકસાન થયું છે.

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

વાવાઝોડાને પગલે ખેડૂતોને ભારે નુકસાનનો સામનો કરવો પડી શકે એમ છે. ખેડૂતોની 10-15 વર્ષની મહેનત પર પાણી ફરી વળ્યું છે. ખેડૂતોએ રોષ વ્યક્ત કરીને જણાવ્યું છે કે અમારી વર્ષોની મહેનત પર પાણી ફરી વળ્યુ છે.આ સાથે જ કહયું છે કે, આ પહેલા આવુ વાવાઝોડું ક્યારેય જોયું નથી.

CM રૂપાણીએ ખેતી નુકસાન વિશે વાત કરતા કહ્યું કે, ઉનાળુ પાકને અસર થઇ છે. કેરી અને નાળિયેરના પાકને પણ અસર થઇ છે જ્યાં પશુઓના મોત થયા છે, તેમને સહાયતા તથા ઘરવખરી આપવામાં આવશે. CM રૂપાણીએ નુકસાનના સર્વેની કામગીરી તત્કાલ શરૂ કરવામાં આવશે તથા માછીમારો અને ખેડૂત સહિત તમામને સહાય ચૂકવવામાં આવશે તેવું પણ જણાવ્યું.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">