Junagadh: વનરાજોનું વેકેશન થશે પૂર્ણ, પ્રવાસ પ્રેમીઓ માટે આ તારીખથી ખુલશે ગીર અભ્યારણ્ય

16 જૂનથી ગીર અભ્યારણ્ય પ્રવાસીઓ માટે બંધ હતું. ચોમાસું તેમજ મેટીંગ પીરિયડ હોવાના કારણે અભ્યારણ્ય ચાર મહિનાથી બંધ હતું. પરંતુ હવે પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 12, 2021 | 8:37 PM

પ્રવાસ પ્રેમીઓ માટે જૂનાગઢથી સારા સમાચાર આવ્યા છે. છેલ્લા કેટલાક મહિનાઓથી ગીર અભ્યારણ્ય બંધ હતું, તે હવે ફરીથી ખુલ્લું મુકાશે. જી હા 16 ઓકટોબરથી સાસણ ગીર અભ્યારણ્ય પ્રવાસીઓ માટે ખુલશે. પ્રવાસ પ્રેમી જનતા હવે ગીરની મુલાકાત લઇ શકાશે.

તમને જણાવી દઈએ કે 16 જૂનથી ગીર અભ્યારણ્ય પ્રવાસીઓ માટે બંધ હતું. ચોમાસું તેમજ મેટીંગ પીરિયડ હોવાના કારણે અભ્યારણ્ય ચાર મહિનાથી બંધ હતું. પરંતુ હવે પ્રવાસીઓ માટે ખોલવામાં આવશે. હાલની વાત કરીએ તો હાલ તમામ ઓનલાઇન બુકીંગ ફૂલ છે. કોરોનાની ગાઇડલાઇન અનુસાર પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવશે.

તમને જણાવી દઈએ કે ગીર સૌથી લોકપ્રિય પ્રવાસ સ્થળોમાંનું એક છે. ગીર ભારતનું સૌથી જૂના અભયારણ્યમાંનું એક છે. ગીર એશિયાઇ સિંહ માટે ખુબ પ્રચલિત છે. ચોમાસાની ઋતુમાં તેમેજ મેટિંગ સિઝન હોવાના કારણે ચાર માસ માટે ગીર અભયારણ્ય વિસ્તારમાં પ્રવાસીઓ માટે સિંહદર્શન બંધ કરવામાં આવે છે. દર વર્ષનો આ ક્રમ છે. જેમાં પ્રવાસી લોકો સિંહદર્શન કરી શકતા નથી.

દેશ અને વિદેશમાંથી આવતા પ્રવાસીઓ જંગલમાં વિચરતા સિંહદર્શન માટે ચોક્કસ આવતા હોય છે. સાસણ ગીર અભયારણ્ય વિસ્તારમાં આવવું પ્રવાસીઓને પસંદ છે. ગીર અભ્યારણ ચોમાસાના ચાર માસના વેકેશનને લઈ બંધ હતું. જે 16 ઓક્ટોબરથી ફરી ખુલશે.

 

આ પણ વાંચો: અમદાવાદમાં 98.93 ટકા લોકોને રસીનો પ્રથમ ડોઝ અપાયો, 50.94 ટકા લોકોને રસીના બંને ડોઝ અપાયા

આ પણ વાંચો: શિક્ષક વિનાનું ભણતર? રાજ્યની સ્કૂલોમાં આટલા શિક્ષકોના પદ ખાલી, 1275 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">