વિશ્વના સૌથી ધનિકોમાં Gautam Adaniનો સમાવેશ, જાણો અદાણી પાસે કેટલી સંપતિ ??

વિશ્વના સૌથી ધનિકોના ક્રમાંકમાં Adani ગ્રુપના ચેરમેન Gautam Adani ધીમે ધીમે આગળ વધી રહ્યા છે. ફોર્બ્સની યાદી મુજબ, આજે 6 એપ્રિલના રોજ Gautam Adaniની સંપત્તિમાં 4.9 અબજ ડોલર (આશરે રૂ. 36,000 કરોડ)થી પણ વધારેનો ગ્રોથ થયો છે.

વિશ્વના સૌથી ધનિકોમાં Gautam Adaniનો સમાવેશ, જાણો અદાણી પાસે કેટલી સંપતિ ??
ગૌતમ અદાણી

વિશ્વના સૌથી ધનિકોના ક્રમાંકમાં Adani ગ્રુપના ચેરમેન Gautam Adani ધીમે ધીમે આગળ વધી રહ્યા છે. ફોર્બ્સની યાદી મુજબ, આજે 6 એપ્રિલના રોજ Gautam Adaniની સંપત્તિમાં 4.9 અબજ ડોલર (આશરે રૂ. 36,000 કરોડ)થી પણ વધારેનો ગ્રોથ થયો છે. અને આ સાથે જ વિશ્વના બિલિયોનેરની યાદીમાં તેઓ પહેલીવાર 20માં ક્રમે પહોંચ્યા છે. ફોર્બ્સના રિયલ ટાઈમ ડેટા મુજબ, Gautam Adaniની નેટવર્થ અત્યારે 61.4 અબજ ડોલર (અંદાજે રૂ. 4.5 લાખ કરોડ) પર પહોંચી છે.

2020માં Gautam Adani 155મા ક્રમે હતા
ફોર્બ્સ બિલિયોનેર લિસ્ટ 2020 મુજબ, Gautam Adani 8.9 અબજ ડોલર (અંદાજે રૂ. 65,300 કરોડ)ની સંપત્તિ સાથે વિશ્વના અમીરોમાં 155મા ક્રમે હતા. આ રીતે જોઈએ તો 2020ની તુલનાએ Gautam Adaniની નેટવર્થ અંદાજે 8 ગણી વધી છે.

MUKESH AMBANI સતત પાછળ જઇ રહ્યા છે
એક સમયે રિલાયન્સના ચેરમેન MUKESH AMBANI વિશ્વના અમીરોની યાદીમાં 5મા ક્રમે પહોંચી ગયા હતા, જોકે 2021ની શરૂઆતથી તેમની નેટવર્થમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ફોર્બ્સ રિયલ ટાઈમ બિલિયોનેર લિસ્ટ મુજબ, આજે 6 એપ્રિલે MUKESH AMBANI ની નેટવર્થ 1.8 અબજ ડોલર (આશરે 13,200 કરોડ) ઘટીને 76.4 અબજ ડોલર (અંદાજે રૂ. 5.60 લાખ કરોડ) થઈ છે. આ યાદીમાં અંબાણી નીચે ઊતરીને 12મા ક્રમે પહોંચ્યા છે.

અદાણી અને અંબાણી વચ્ચે માત્ર રૂ. 1.10 લાખ કરોડનો તફાવત
MUKESH AMBANI આજે પણ ભારતના સૌથી અમિર વ્યક્તિ છે. 2020 મુજબ, આ બંનેની સંપત્તિ વચ્ચેનો તફાવત રૂ. 2 લાખ કરોડ જેટલો હતો, જ્યારે આ તફાવત અત્યારે ઘટીને રૂ. 1.10 લાખ કરોડ થયો છે. અગાઉ જાણકારોએ એવું અનુમાન કર્યું હતું કે આગામી બે-ત્રણ વર્ષમાં અદાણી અને અંબાણીની સંપત્તિ એક સ્ટાર પર આવી શકે છે.

2019 બાદ અંબાણી કરતાં અદાણીની સ્પીડ વધી
નરેન્દ્ર મોદી સરકારની બીજી ટર્મ 2019માં શરૂ થઈ, ત્યાર બાદ ગૌતમ અદાણીનો ગ્રોથ ઘણો ઝડપી બન્યો છે. 2019-2021 વચ્ચેના ગાળામાં Gautam Adaniની સંપત્તિમાં 147.72%નો વધારો થયો છે. એની સામે મુકેશ અંબાણીની સંપત્તિ 59.15% જેટલી જ વધી છે. ભાજપ સત્તા પર આવી ત્યારથી એટલે કે 2014થી ગણીએ તો વીતેલાં 8 વર્ષમાં મુકેશ અંબાણીની સંપત્તિ 267% અને Gautam Adaniની સંપત્તિ 432% વધી છે. ગૌતમ અદાણીની નેટવર્થ વધારવામાં અદાણી ગ્રુપની એનર્જી સેક્ટરની કંપનીઓ અને એમાં પણ રિન્યુએબલ કંપની અદાણી ગ્રીનનો મહત્ત્વનો ફાળો છે.

 

Click on your DTH Provider to Add TV9 Gujarati