ઓસ્ટ્રેલિયામાં જામનગરના કલાકારોના ગરબા રજુ થશે, ફેસ્ટીવલમાં અંદાજે 16 દેશોની કૃતિ રજુ થનાર

ઓસ્ટ્રેલિયામાં જામનગરના કલાકારોના ગરબા રજુ થશે,  ફેસ્ટીવલમાં અંદાજે 16 દેશોની કૃતિ રજુ થનાર
Garba of Jamnagar artists will be presented in Australia

જામનગરના નાનક ત્રિવેદી ગ્રુપ ગરબા માટે જાણીતા છે. જે દેશ-વિદેશમાં અનેક જગ્યાએ પર્ફોમન્સ કરેલ છે. 2017ની સપ્ટેમ્બરમાં જાપાનમાં 6 લોકોએ ટ્રેડિશનલ ગરબા પર્ફોમ કર્યા હતા.

Divyesh Vayeda

| Edited By: Utpal Patel

Oct 21, 2021 | 7:06 PM

ગુજરાતના ગરબા વિશ્વવિખ્યાત છે, નવરાત્રીમાં તો ગરબા રાજયના ખુણે-ખુણે રમવામાં આવે છે. પરંતુ ભારતીય સાંસ્કૃતિ કાર્યકમો હોય કે અન્ય તહેવાર ગુજરાતી ગરબાની રંગત જામતી હોય છે. ના માત્ર દેશમાં પરંતુ વિદેશમાં પણ ગુજરાતના ગરબાની રંગત જામતી હોય છે. આગામી 30મી ઓકટોબરમાં ઓસ્ટ્રેલીયાના મેલબોર્ન ખાતે યોજાયેલ ઈન્ડીયન ફેસ્ટીવલમાં મેગા સ્ક્રીન પર ગુજરાતના ગરબા રજુ થશે. જેમાં જામનગરના જાણીતા ગરબાના કલાકાર નાનક ત્રિવેદી અને તેની ટીમ દ્રારા તૈયાર કરવામાં વિશેષ ગરબો 5 મીનીટ અને 43 સેકેન્ડનો તૈયાર કરેલ ખાસ રજુ થશે.

ઓસ્ટ્રેલીયામાં દર વર્ષે ભારતીય સમાજ અન્ય દેશો પ્રત્યે શુભેચ્છા વ્યકત કરવા માટે ફેન્ટીવલનુ આયોજન કરે છે. જે ફેસ્ટીવલમાં અંદાજે 16 દેશોની કૃતિ રજુ થનાર છે. જેમાં ભારતમાંથી જામનગરના ગ્રુપના ગુજરાતી ગરબાને સ્થાન મળ્યુ છે. જેમાં આ વર્ષે 30મી ઓકટોબર મેલબોર્નમાં ઈન્ડીયન ફેસ્ટીવલમાં રજુ ગુજરાતના ગરબા પસંદગી પામ્યા છે. જે માટે દેશભરના 30થી વધુ ગ્રુપ વચ્ચે પસંદગીની હરીફાઈમાં જામનગરમાંના ખાસ ડાકડા રાસને સ્થાન મળ્યુ છે.

જામનગરના ગરબાના 28 બહેનો અને 14 ભાઈઓ દ્રારા ખાસ ડાકલા નૃત્ય સાથેનો ગરબા તૈયાર કરવામાં આવ્યો છે. જેનો વિડીયો 5 મીનીટ અને 43 સેકન્ડનો વિડીયો તૈયાર કરવામાં આવ્યા છે. આ ગરબા માટે નાનક ત્રિવેદીના ગ્રુપના 42 લોકોએ સતત એક માસ સુધી દૈનિક ત્રણ કલાક સુધી મહેનત કરી હતી. 42 કલાકારો પૈકી 12 જાણીતા કલાકરો અને 30 નવા કલાકારો પ્રર્ફોમન્સ કર્યુ છે. જે ગરબાનુ પસંદગી અને કોર્યોગ્રાફી કાદમ્બરીબેન ત્રિવેદીએ કરી છે. ખાસ ટ્રેડિશનલ લોકનૃત્ય માટે ડાકડા રાસની પસંદગી કરીને તે માટે દિવસો સુધી મહેનત કરી તૈયાર કરવામાં આવ્યુ.

દેશ વિદેશમાં આ ગ્રુપ દ્રારા અનેક પ્રર્ફોમન્સ કરેલ છે. જામનગરના નાનક ત્રિવેદી ગ્રુપ ગરબા માટે જાણીતા છે. જે દેશ-વિદેશમાં અનેક જગ્યાએ પર્ફોમન્સ કરેલ છે. 2017ની સપ્ટેમ્બરમાં જાપાનમાં 6 લોકોએ ટ્રેડિશનલ ગરબા પર્ફોમ કર્યા હતા. 2016,2017,2018,2019 એમ સતત ચાર વર્ષ દુબઈના શારજાહામાં દાંડીયા-રાસના વર્કશોપ માટે આ ટીમ દ્રારા કામગીરી કરેલ. 2007થી 2019 દરમ્યાન દેશભરના મોટાભાગના રાજયમાં આ ટીમ દ્રારા ગરબા પર્ફોમન્સ કરવામાં આવેલ છે. દિલ્હીના પ્રગતિ મૈદાનમાં 2016માં ટીમના 16 લોકોએ પર્ફોમન્સ કર્યા છે. સાથે દિલ્હીમાં વિવિધ સ્થળોએ 8 દિવસ સ્ટેઝ-શો પર રજુ કરે છે. ગુજરાતી ગરબા દેશભરમાં પ્રખ્યાત છે જ પરંતુ આંતરાષ્ટ્રીય કક્ષાના વિદેશના કાર્યકમમાં ભારતમાંથી એક માત્ર ગુજરાતી પસંદગી થઈ છે જે ગુજરાત, જામનગર માટે ગૌરવની વાત છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati