Hardik Patel ભાજપમાં જોડાશે? ભાજપના નેતાઓ તેને સ્વીકારશે? ભાજપમાં જોડાવા પાછળના શું છે સમીકરણો? જાણો તમામ વિગતો

Hardik Patel ભાજપમાં જોડાશે? ભાજપના નેતાઓ તેને સ્વીકારશે? ભાજપમાં જોડાવા પાછળના શું છે સમીકરણો? જાણો તમામ વિગતો
Hardik Patel (File photo)

હાર્દિક પટેલે પાટીદાર આંદોલનથી લઈને કોંગ્રેસથી નારાજ હોવાની વાત કરી ત્યાં સુધી ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. આ બાધાનો સામનો કરી ચૂકેલા ભાજપના નેતાઓને તે પસંદ ન હોય તે સ્વાભાવિક છે.

Kinjal Mishra

| Edited By: kirit bantwa

May 18, 2022 | 4:57 PM

હાર્દિક પટેલે (Hardik Patel) કોંગ્રેસ (congress) ના તમામ હોદ્દાઓ પરથી રાજીનામુ આપી દીધુ છે. હવે તે ભાજપમાં જેડાશે તેવી અટકળો શરૂ થઈ ગઈ છે. ત્યારે ભાજપ (BJP) માં તેમના વિરુદ્ધ ગમગણાટ પણ શરૂ થઈ ગયો છે. હાર્દિક પટેલે પાટીદાર આંદોલનથી લઈને કોંગ્રેસથી નારાજ હોવાની વાત કરી ત્યાં સુધી ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. આ બાધાનો સામનો કરી ચૂકેલા ભાજપના નેતાઓને તે પસંદ ન હોય તે સ્વાભાવિક છે. જોકે હાર્દિક ભાજપમાં જોડાય તેની પાછણ પણ કેટલાક સમીકરણો જવાબદાર છે. આ બધી બાબતો અહીં રજુ કરવામાં આવી છે.

ભાજપમાં નેતાઓથી માંડીને કાર્યકર્તાઓ નારાજ હોવાના મુખ્ય કારણો

હાર્દિક પટેલ ના ભાજપમાં જોડાવાની શક્તયાઓ બની પ્રબળ બની છે ત્યારે ભાજપના સિનિયર પાટીદાર નેતાઓ તેનાથી નારાજ છે. ભૂતકાળમાં હાર્દિક પટેલ ને દિલીપ સંગણીએસળગતો કોલસો કહ્યો હતો. પાસમાંથી ભાજપમાં આવેલા નેતાઓને હાર્દિકના ભાજપમાં જોડાવવાથી અનસિક્યોરિટીનો અનુભવ થઈ રહ્યો છે.

ભાજપના યુવા નેતાઓની ફોજને 2017 માં હાર્દિક પટેલના કારણે ઉભા થયેલા પાટીદાર આંદોલનનો સામનો કરવો પડ્યો હતો. અનેક મોરચે ઘર્ષણ થયું હતું જેના કારણે યુવા કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી રહી છે. પાટીદાર આંદોલનના કારણે ભાજપ 2017 ની ચૂંટણીમાં 99 પર સમેટાઈ ગઈ અનેક દિગગજ નેતાઓ ગુજરાતમાં આ આંદોલનના કારણે લોકોની નારાજગી સહન કરવી પડી હતી. પાટીદાર આંદોલનના કારણે cm તરીકે આનંદી બેન પટેલને રાજીનામુ આપવું પડ્યું હતું. રાજ્યમાં અરાજકતાનું વાતાવરણ બન્યું હતું.

ભાજપે 2017માં નીતિન પટેલ, મનસુખ મંડવીયા સહિત તમામ પાટિદાર નેતાઓ ચૂંટણીના મેદાનમાં ઉતર્વા પડ્યા હતા. અમિત શાહનો ગુજરાતભરમાં પાટીદારોએ હુરિયો બોલાવ્યો હતો અને પાટીદારો જનરલ ડાયર નામથી અમિત શાહને સંબોધવા લાગ્યા હતા. રાજ્યભરમાં થાળી વેલણ સાથે પાટીદારોએ અમિત શાહ સામે વિરોધ નોંધાવ્યો હતો. પહેલીવાર રાજ્યમાં એન્ટીઈન્કમબન્સીનું વાતાવરણ બન્યું હતું. આ તમામ કારણોના પગલે આજે bjpમાં નેતાઓથી માંડીને કાર્યકર્તાઓ નારાજ હોવાની વાત છે.

હાર્દિકના ભાજપમાં જોડાવવા પાછળ શુ છે સમીકરણો

હાર્દિક પટેલ પાટીદારોનો યુવા ચેહરો છે. હાર્દિક પટેલના કારણે ગુજરાતમાં બિન અનામત વર્ગ માટે અયોગ અને લાભોની શરૂઆત થઈ હતી. છેલ્લા કેટલાય સમયથી હાર્દિકને કોંગ્રેસમાં સાઈડ ટ્રેક કરી દેવામાં આવ્યો હતો. જોકે આપ દ્વારા હાર્દિક નો સંપર્ક કરાયો હોવાની વાત આવી રહી હતી. ઉપરાંત દિવાળી બાદ હાર્દિક પટેલની મુલાકાત ભાજપના કેન્દ્રીય આગેવાન સાથે પણ દિલ્હીમાં થઇ હતી.

હાર્દિકને ભાજપમાં લાવવા માટે યોજના બનાવાઈ હોવાનું કહેવાય છે જેના ભાગ રૂપે હાર્દિકે કોંગ્રેસ સામે બંડ પોકારવાનો શરૂ કર્યો. નરેશ પટેલની કોંગ્રેસમાં જવાની અટકળો હતી જેની વચ્ચે હાર્દિક પટેલને ભાજપમાં લાવવાની કવાયત તેજ થઈ હતી. જોકે નરેશ પટેલે પોતાનો નિર્ણય જાહેર ના કરતાં હાર્દિક પટેલને ભગવા ધારણ કરવા પર બ્રેક મારવામાં આવી હતી. એજ કારણ હતું કે હાર્દિક પટેલના પિતાની પ્રથમ પુણ્ય તિથિમાં ભાજપના આગેવાનોએ હાજરી આપવાનું ટાળ્યું હતું.

હાર્દિક પટેલ કોંગ્રેસમાંથી રાજીનામુ આપે તો કોંગ્રેસ તૂટે. કોંગ્રેસ પાસે હાલ કોઈ યુવા પાટીદાર નેતા નથી. હાર્દિકને ભાજપમાં જોડવામાં આવે તો ચૂંટણી સમયે રાજદ્રોહ અથવા યુવા પર તથા અન્યાય કે બેરોજગારી મુદ્દે કોઈ વિરોધી પ્રતિક્રિયા ના આવે, જેના કારણે વાતાવરણ ભાજપ તરફી બની રહે.

ચૂંટણી સમયે હાર્દિકને ટીકીટ આપવી કે નહીં એ પાર્ટી નક્કી કરશે. જો જીતી જાય તો ભાજપ ના mla બન્યા બાદ પાર્ટી લાઇનની વિરુદ્ધ વાત નહિ કરી શકે અને જો હારી જાય તો અસ્તિત્વ પર સવાલ આવશે. ભૂતકાળમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા લોકોને કોરાણે મુકાયાના અનેક ઉદાહરણ છે. પક્ષ પલટો કરીને આવેલા લોકો હાર્યા હોવાના પણ ઉદાહરણ છે ત્યારે ઠંડા પાણી ને ખસ જાય એવી win win પરિસ્થિતિમાં ભાજપ છે તેથી હાર્દિકને ભાજપમાં લાવવામાં આવી શકે છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati