‘ગાંધીનગરની વાતો’ ભાગ-5: મનપાની ચૂંટણીમાં કોણ મારશે બાજી? ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિકોણીય જંગ

જે રીતે દેશભરમાં કોરોનાની બીજી લહેરમાં લોકો હેરાન થયા હતા ગાંધીનગર (Gandhinagar) પણ એમાંથી બાકાત ન હતું. અહીંયા પણ સરકારી હોસ્પિટલો (Government Hosptial) અને પ્રાઈવેટ હોસ્પિટલોમાં લાંબી કતારો જોવા મળી હતી,

‘ગાંધીનગરની વાતો’ ભાગ-5: મનપાની ચૂંટણીમાં કોણ મારશે બાજી? ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિકોણીય જંગ

ગાંધીનગર મહાનગરપાલિકાની (Gandhinagar Municipal Corporation) ચૂંટણીના ફરી એકવાર બ્યુગલ વાગી ચૂક્યા છે, કોરોનાના કારણે સ્થગિત રખાયેલી ચૂંટણીની નવી તારીખો 6 સપ્ટેમ્બરે ચૂંટણી કમિશન દ્વારા જાહેર કરવામાં આવી હતી. જેમાં 3 ઓક્ટોબરે મતદાન થશે, જોકે આ ચૂંટણીએ તમામ રાજકીય પક્ષો માટે litmus ટેસ્ટ સમાન છે. કારણકે કોરોનાની બીજી લહેર બાદ આ આ પ્રથમ ચૂંટણી છે. ત્યારે તમામ પાર્ટીઓ અત્યારથી જ જોર લગાવવાનું શરૂ કરી દીધું છે.

 

ચૂંટણી સમયે આ સવાલ થાય એ સ્વાભાવિક છે જો કે આ સવાલો એટલે પણ થઈ રહ્યા છે કેમકે કોરોના (Corona Virus)ની બીજી લહેર બાદ આ પ્રથમ ચૂંટણી છે. જે રીતે દેશભરમાં કોરોનાની બીજી લહેરમાં લોકો હેરાન થયા હતા ગાંધીનગર (Gandhinagar) પણ એમાંથી બાકાત ન હતું. અહીંયા પણ સરકારી હોસ્પિટલો (Government Hosptial) અને પ્રાઈવેટ હોસ્પિટલોમાં લાંબી કતારો જોવા મળી હતી, જો કે ભાજપ (BJP)ને વિશ્વાસ છે કે ગાંધીનગર ના વિકાસની વાત હોય કે કોરોનાની લડાઈની વાત હોય તમામમાં સરકાર અને ભાજપ સંગઠન લોકો વચ્ચે રહ્યું જ છે એટલે ફરી એક વાર ભાજપ પર લોકો વિશ્વાસ મુકશે.

 

 

જો કે અત્યાર સુધી ભાજપ સીધી રીતે મનપા પર પોતાનો કબજો જમાવી શક્યું નથી એ વાત અલગ છે કે તળજોડની રાજનીતિથી ભાજપ અહીં સત્તા મેળવવામાં સફળ રહ્યું છે. જો કે આજે પણ અનેક વિકાસના કામ ન થયા હોવાનો કોંગ્રેસ (Congress)નો આક્ષેપ છે. પાટનગરમાં પણ વીજળી, પાણી અને કેટલાક વિસ્તારમાં રોડની પણ સમસ્યા હોવાનો આક્ષેપ કોંગ્રેસ કરી રહી છે. મહત્વનું છે કે આ વખતે ભાજપ કોંગ્રેસ સાથે આપ (Aam Aadmi Party) પણ મેદાનમાં છે એ વાત અલગ છે કે તમામ વોર્ડમાં આપ દ્વારા પોતાના ઉમેદવાર ઉભા કરાયા નથી, પરંતુ હેલ્થ તેમજ શિક્ષણના મુદ્દે આમ આદમી પાર્ટી લોકો વચ્ચે જશે.

 

આ પણ વાંચો: ‘ગાંધીનગરની વાતો’ ભાગ-4: ભાજપ ક્યાં ‘v’ ફેક્ટરથી ‘વિકટરી’ સુધી પહોંચવા માંગે છે?

 

આ પણ વાંચો: ‘ગાંધીનગરની વાતો’ ભાગ-3: ગાંધીનગર મનપામાં ઉમેદવારોના નામ મુદ્દે ભાજપ-કોંગ્રેસ વેઈટ એન્ડ વોચની સ્થિતિમાં

 

આ પણ વાંચો: ‘ગાંધીનગરની વાતો’ ભાગ-2: ગાંધીનગરનું નવું સીમાંકન કોને ફળશે અને કોને નડશે?

Click on your DTH Provider to Add TV9 Gujarati