ગાંધીનગર રૂપાલમાં નીકળી વરદાયિની માતાની પલ્લી, ગામલોકોએ જાળવી પરંપરા

રાત્રે 12 વાગ્યા રૂપાલની પલ્લી નીકળી હતી. જેમાં બહારના કોઈ વ્યક્તિને ગામમાં પ્રવેશ આપવામાં આવ્યો ન હતો.ગત વર્ષની જેમ આ વર્ષે પણ ફક્ત ગામના લોકો જ કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે પલ્લી કાઢવાની પરંપરા જાળવી રાખી હતી

ગાંધીનગર રૂપાલમાં નીકળી વરદાયિની માતાની પલ્લી, ગામલોકોએ જાળવી પરંપરા
Vardayini Mata Palli village in Gandhinagar Rupal

દેશ-દુનિયામાં જેટલા પ્રખ્યાત ગુજરાતના(Gujarat) ગરબા છે તેટલી જ પ્રખ્યાત છે રૂપાલની પલ્લી (Rupal Palli)જોકે આ વખતે પણ કોરોનાનું ગ્રહણ પલ્લીમાં ભાવિ-ભક્તોની હાજરી માટે બાધારૂપ બન્યું છે. રાત્રે 12 વાગ્યા રૂપાલની પલ્લી નીકળી હતી. જેમાં બહારના કોઈ વ્યક્તિને ગામમાં પ્રવેશ આપવામાં આવ્યો ન હતો.  આ વર્ષે કોરોનાના કારણે લિમિટેડ લોકો સાથે પલ્લી કાઢવા મંજૂરી આપતા તે પ્રકારની વ્યવસ્થા કરાઈ છે.

ગાંધીનગરના રૂપાલ ગામમાં વર્ષોની પલ્લીની પરંપરા કોરોનાકાળ વચ્ચે પણ અકબંધ રહી છે. જેમાં રાત્રે પલ્લીની રાત્રે તૈયારી શરૂ કરવામાં આવી હતી. તેમજ તેની બાદ મોડી રાત્રે પલ્લી નીકળી હતી. જે વહેલી સવારે મંદિર પહોંચી હતી.

ગત વર્ષની જેમ આ વર્ષે પણ ફક્ત ગામના લોકો જ કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે પલ્લી કાઢવાની પરંપરા જાળવી રાખી હતી. મહત્વનું છે કે માતાની પલ્લી પર લાખો લિટર ઘી ચઢાવાતું હોય અને તેની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો રૂપાલમાં જ જોવા મળે છે. રૂપાલની પલ્લીને જોવા માટે લાખો લોકો આવે છે. આજે રાત્રે પલ્લી નીકળે તે પહેલા ગામમાં આનંદનો માહોલ છવાયો હતો. તેમજ ગામમાંથી ઘી એકઠું કરવામાં આવ્યું હતું.

Rupal Palli 02

ગાંધીનગરના રૂપાલ ગામમાં વર્ષોની પલ્લીની પરંપરા કોરોનાકાળ વચ્ચે પણ અકબંધ રહી છે. અગાઉ લાખોની મેદની વચ્ચે નીકળતી વરદાયિની માતાજીની પલ્લી આ વખતે ગ્રામજનો વચ્ચે જ કાઢવામાં આવી.. ગામના લોકોએ પણ પોતાના ઘરો કે ચોકમાં ઊભા-ઊભા જ પલ્લીના દર્શન કર્યા.

ગામના 27 ચોકમાં પ્રતિકાત્મક રીતે ઘીને અભિષેક કરાયો હતો..કોરોનાકાળ પહેલાં દરેક ચોકમાં ઘીના પીપડાં-ટ્રેક્ટર ભરેલા રહેતાં જેમાં ડોલે-ડોલે પલ્લી પર ઘીનો અભિષેક થતો હતો. જોકે કોરોનાને પગલે છેલ્લે બે વખતથી પલ્લીમાં ઘીની નદીઓ નથી વહીં.

ઉલ્લેખનીય છે કે, આ પલ્લીના ઉજવણીના ઇતિહાસની વાત કરીએ તો ઉનાવા ખાતે અગ્નિકુંડમાં ભુવાજી કુદ્યા બાદ પલ્લીની શરૂઆત થઈ હતી. દાયકાઓ પહેલાં ઉનાવામાં નોરતાની છેલ્લી રાત્રે ‘નરબલી યજ્ઞ’ થતો હતો. તે સમયે માણસ યજ્ઞકુંડમાં હોમાય તે ભોગના દર્શન કરીને પછી જ રૂપાલની પલ્લીમા ઘી હોમવા જવાય કહેવાતું હતું.

જોકે યજ્ઞમાં બલીનાં નામે થતી આ હિંસા સામે ગામમાં રહેતા એક નાગર દંપતીએ અંગ્રેજ સરકારને રજૂઆત કરીને પ્રથા બંધ કરાવી હતી. જે બાદથી હવે ભુવાજી યજ્ઞમાં કૂદીને બહાર નીકળી જાય છે અને જે બાદ પલ્લીની વિધિ શરૂ થાય છે. ગામના દરેક સમાજે પલ્લીમાં યોગદાન આપ્યું.

આ પણ વાંચો : અમદાવાદના પ્રસિદ્ધ લો ગાર્ડન પાથરણા બજારને ફરી શરૂ કરવા માંગ

આ પણ વાંચો :SURAT : બાળકો માટે નોઝલ વેકસીનની થર્ડ ટ્રાયલ ચાલુ છે : મનસુખ માંડવીયા 

Click on your DTH Provider to Add TV9 Gujarati