Vadnagar ની ઐતિહાસિક વિરાસતને દુનિયાનું શ્રેષ્ઠ ટુરિઝમ ડેસ્ટીનેશન બનાવાશે : હર્ષ સંઘવી

વિશ્વના વિરાસત પ્રેમીઓને વડનગરમાં(Vadnagar) આવેલું ગુજરાતની શાન એવું કિર્તી તોરણ, તાનારીરીની સમાધિ, શર્મિષ્ઠા તળાવ, બૌદ્ધ વિરાસત, પ્રસિદ્ધ હાટકેશ્વર મંદિર તેમજ પુરાતત્વ વિભાગના ઉત્ખનન દરમિયાન મળી આવેલા વિવિધ ઐતિહાસિક સ્થાનોથી માહિતગાર કરાશે.

Vadnagar ની ઐતિહાસિક વિરાસતને દુનિયાનું શ્રેષ્ઠ ટુરિઝમ ડેસ્ટીનેશન બનાવાશે : હર્ષ સંઘવી
Vadnagar International Conference-2022 Held At Mahatma Mandir
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 17, 2022 | 6:18 PM

ગુજરાતના(Gujarat)રાજ્યના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગના મંત્રી હર્ષ સંઘવીએ(Harsh Sanghvi)જણાવ્યું છે કે વડનગરના ઐતિહાસિક વિરાસતને દુનિયાનું શ્રેષ્ઠ ટુરિઝમ ડેસ્ટીનેશન બનાવવાના નિર્ધાર સાથે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે કેન્દ્રના આર્કિયોલોજી વિભાગ અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે તા. 18 થી 20 મે દરમિયાન ત્રિ-દિવસીય પ્રથમ વડનગર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ-2022નું (Vadnagar International Conference-2022) આયોજન કરાયું છે. જેમાં વિશ્વના વિરાસત પ્રેમીઓને વડનગરમાં આવેલું ગુજરાતની શાન એવું કિર્તી તોરણ, તાનારીરીની સમાધિ, શર્મિષ્ઠા તળાવ, બૌદ્ધ વિરાસત, પ્રસિદ્ધ હાટકેશ્વર મંદિર તેમજ પુરાતત્વ વિભાગના ઉત્ખનન દરમિયાન મળી આવેલા વિવિધ ઐતિહાસિક સ્થાનોથી માહિતગાર કરાશે.

વડનગર આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બુધવારે શુભારંભ કરાવશે

મંત્રી સંઘવીએ ગાંધીનગરમાં યોજાનાર ત્રિ-દિવસીય પ્રથમ વડનગર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ-૨૦૨૨ની તૈયારીઓની સમીક્ષા દરમિયાન મહાત્મા મંદિર ખાતે પત્રકારોને સંબોધતા કહ્યું હતું કે દેશ અને દુનિયામાં સૌ પ્રથમવાર કોઇ એક શહેરની વિરાસતને ઉજાગર કરવા તા.18 થી 20મે દરમિયાન યોજાનાર વડનગર આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બુધવારે શુભારંભ કરાવશે. જેમાં કેન્દ્રીય સાંસ્કૃતિક રાજ્ય મંત્રી મિનાક્ષી લેખી ખાસ ઉપસ્થિતિ રહેશે. વૈશ્વિક કક્ષાની આ કોન્ફરન્સમાં ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જાપાન, ગ્રીસ અને શ્રીલંકાના આઠ વક્તાઓ તેમજ ભારતભરના ૨૫ વક્તાઓ વડનગરની ઐતિહાસિક વિરાસત અને પુરાતત્વીય વારસાઓ ઉપર માર્ગદર્શન આપશે.

મુખ્યમંત્રીના હસ્તે વડનગર ઉપર કોફિ ટેબલ બુકનું વિમોચન પણ કરવામાં આવશે

મંત્રીએ વધુ માહિતી આપતા કહ્યું હતું કે વૈશ્વિક પરિષદમાં વિવિધ 6  ચર્ચા સત્રો યોજાશે જેમાં 2500 જેટલા વિરાસત પ્રેમીઓની ઉપસ્થિતિમાં વૈશ્વિક પરિપ્રેક્ષ્ય સાથે વડનગરની સંસ્કૃતિ અને પુરાતત્વીય વારસાને આવરી લેવાશે. આ ત્રિ-દિવસીય કોન્ફરન્સમાં ચાર યુનિવર્સિટીઓ સાથે ઐતિહાસિક સંશોધન-મૂલ્યાંકન માટે એમ.ઓ.યુ. કરાશે. એમ.એસ.યુનિવર્સિટી બરોડાના વિદ્યાર્થીઓ દ્વારા વડનગરની ઐતિહાસિક વિરાસત રજૂ કરતું ભવ્ય પ્રદર્શન તૈયાર કરવામાં આવ્યું છે. કોન્ફરન્સના ઉદઘાટન પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે વડનગર ઉપર કોફિ ટેબલ બુકનું વિમોચન પણ કરવામાં આવશે.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

મહાત્મા મંદિર ખાતે યોજાનાર આ કોન્ફરન્સની તૈયારીના ભાગરૂપે મંત્રીની રૂબરૂ મુલાકાત વેળાએ રમત-ગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગના અગ્ર સચિવ શ્રી અશ્વિનીકુમારે વિવિધ તૈયારીઓથી વાકેફ કર્યા હતા.

Latest News Updates

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">