Uttarakhand માં ફસાયેલા ગુજરાતીઓને સુરક્ષિત સ્થાને પહોંચાડવાના પ્રયાસો ચાલુ : સી.આર.પાટીલ

ગુજરાત ભાજપ પ્રમુખસી. આર. પાટીલે કહ્યું કે ઉત્તરાખંડમાં ફસાયેલા ગુજરાતીઓને સુરક્ષિત સ્થાને પહોંચાડવાના પ્રયાસો ચાલી રહ્યા છે. કેન્દ્ર સરકાર પણ લોકોની સલામતી માટે યોગ્ય પગલા લઇ રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 19, 2021 | 8:23 PM

ઉત્તરાખંડમાં(Uttarakhand)ફસાયેલા ગુજરાતીઓને(Gujarati)લઇને પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલે(CR Paatil)આશ્વાસન આપ્યું છે. સી. આર. પાટીલે કહ્યું કે, તેઓ અને સીએમ ભૂપેન્દ્ર પટેલ(Bhupendra Patel)સતત ઉત્તરાખંડના પ્રશાસન સાથે સંપર્કમાં છીએ. તેમજ પીએમ મોદી પણ સ્થિતીની સતત સમીક્ષા કરી રહ્યા છીએ.

સી. આર. પાટીલે કહ્યું કે ઉત્તરાખંડમાં ફસાયેલા ગુજરાતીઓને સુરક્ષિત સ્થાને પહોંચાડવાના પ્રયાસો ચાલી રહ્યા છે. કેન્દ્ર સરકાર પણ લોકોની સલામતી માટે યોગ્ય પગલા લઇ રહી છે.

દેવભૂમિ ઉત્તરાખંડમાં(Uttarakhand) કુદરતી આફત વચ્ચે ગુજરાતના(Gujarat) હજારો યાત્રાળુ ફસાયા છે. આ મુદ્દે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ(Bhupendra Patel) અને મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી(Rajendra Trivedi) ત્વરિત એક્શનમાં આવ્યા છે. જેમાં મહેસૂલ પ્રધાને સ્ટેટ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની(Control Room)મુલાકાત લઈ અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા.

જયારે ગુજરાતના મુખ્યપ્રધાન દિલ્લી અને ઉત્તરાખંડ સરકાર સાથે સતત સંપર્કમાં છે. મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે ગુજરાતના તમામ યાત્રાળુઓ સલામત છે. આ યાત્રાળુઓને રહેવા, જમવા કે દવા સહિતની કોઈ તકલીફ થઈ નથી.

મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી જણાવ્યું હતું કે ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં રાજયમાંથી 80 -100 લોકો ગયા હતા. જેમાંથી 6 જેટલા લોકો બદ્રીનાથ અને કેદારનાથ ફસાયા હતા. પરંતુ ભારે વરસાદના કારણે હેલિકોપ્ટર ત્યાં પહોંચી શકયું ન હતું. અમે સારા હવામાનની રાહ જોઇ રહ્યા છે.

ચારધામ યાત્રામાં ગુજરાતના હજારો પ્રવાસીઓ જુદા-જુદા સ્થળે અટવાયા છે. આ ફસાયેલા યાત્રાળુ અંગે ગુજરાત સરકાર ત્વરિત એક્શનમાં આવી છે. રાજ્યના મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી અને યાત્રાધામ પ્રધાન પૂર્ણેશ મોદીએ ઉત્તરાખંડના સ્થાનિક અધિકારીઓ સાથે સંપર્ક કર્યો  હતો . ત્યાર  બાદ ગુજરાત સરકારે ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનો હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે.

આ પણ વાંચો : Surat: સુરતથી સૌરાષ્ટ્ર માટે બુકિંગના પહેલા જ દિવસે 312 એસ.ટી. બસનું બુકીંગ, તંત્રને પણ 52 લાખની આવક

આ પણ વાંચો :  Ahmedabad: જાહેરમાં થઈ યુવકની હત્યા, આ કારણે બુટલેગરે છરીના ઘા ઝીકી કરી નાખી હત્યા

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">