GANDHINAGAR: માણસાના રીદ્રોલ ગામમાં ચોરી કરવા ઘૂસેલો ચોર ઘરમાં જ ઊંઘી ગયો

બંધ મકાનમાં અવાજ આપતાં પાડોશી જાગી ગયા. તેમણે ઘરનો દરવાજો ખુલ્લો જોતાં તરત બહારથી બંધ કરી ચોરને અંદર પુરી દીધો. બીજા દિવસે પોલીસની હાજરીમાં દરવાજો ખોલાયો ત્યારે ચોર અંદર સુતેલો મળ્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 13, 2022 | 2:52 PM

ગાંધીનગરના માણસા (Mansa) તાલુકાના રીદ્રોલમાં ચોરીના એક વિચિત્ર ઘટના બની છે જેમાં એક ચોર (Thief) ચોરી કરવા ઘરમાં ઘૂસ્યો હતો અને ત્યાર બાદ કડકડતી ઠંડીમાં તે ઘરમાં જ ઊંધી ગયો હતો. બીજા દિવસે સવારે મકાનમાલિકે તેને પોલિસને સોંપ્યો હતો.

ગઈકાલે રાત્રે ચોરીના ઈરાદે બંધ મકાનનું તાળું તોડીને અંદર પ્રવેશ્યો હતો. રાત્રિ દરમિયાન નિરવ શાંતિ વચ્ચે અચાનક બંધ મકાનમાં અવાજ આવતાં પાડોશી ત્યાં જોવા ગયા હતા. મકાનનો દરવાજો ખુલ્લો હતો અને અંદરથી આવાજ આવતો હતો તેથી ચોર ઘુસ્યો હોવાનું વિચારીને તેણે બહારથી દરજજો બંધ કરી દીધો હતો.

પાડોશીએ આ વાતની જાણ મકાનમાલિકને કરતાં ગુરુવારે સવારે મકાન માલિકે પોલીસને જાણ કરી હતી. પોલીસની હાજરીમાં મકાનમલિકે ઘરનો દરવાજો ખોલતાં જ ચોર ટુંટિયું વાળીને ગાઢ નિંદ્રામાં પોઢી ગયેલી હાલતમાં મળી આવ્યો હતો. ચોરને પોલીસને હવાલે કરી દેવામાં આવ્યો હતો.

રાત્રિ દરમ્યાન ઘરમાં ઘુસેલા ચોરે ઘરનો તમામ સર સામાન વેર વિખેર કરી નાખ્યો હતો. તિજોરીનું તાળું પણ તોડી નાખ્યું હતું. પણ તે ઘરમાંથી કંઇ ચોરીને ભાગી જાય તે પહેલાં જ ઘરનો દરવાજો બંધ થતાં ચોર અંદર પુરાઈ ગયો હતો.

દરવાજો બહારથી બંધ હોવાથી ચોરને ભાગવાનો રસ્તો મળ્યો ન હતો. આખરે હારી થાકીને ચોર શિયાળાની આકરી ઠંડીમાં ઘરનાં ઓરડામાં જઈને બેફિકર થઈને સૂઈ ગયો હતો. સવારે પોલીસે તેને ઝડપી લીધો હતો.

આ પણ વાંચોઃ Amul રાજકોટમાં દૂધના પાવડરનો પ્લાન્ટ સ્થાપશે : રાધવજી પટેલ

આ પણ વાંચોઃ Bhavnagar : કોરોનાના વધતા કેસ વચ્ચે મહુવા અને પાલીતાણામાં બે નવા ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરાયા

Follow Us:
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
g clip-path="url(#clip0_868_265)">