મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનો પ્રજાહિતકારી નિર્ણય, સામાન્ય જનના નવા સચિવાલય સંકુલમાં પ્રવેશ માટે 21 સપ્ટેમ્બરથી પાસ અપાશે

કોવિડ-કોરોના વાયરસ સંક્રમણ સ્થિતીમાં સચિવાલયમાં મુલાકાતીઓ માટે બંધ કરાયેલી પ્રવેશ વ્યવસ્થા હળવી કરવાના અભિગમ સાથે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જનહિતમાં આ નિર્ણય લીધો છે.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનો પ્રજાહિતકારી નિર્ણય, સામાન્ય જનના નવા સચિવાલય સંકુલમાં પ્રવેશ માટે 21 સપ્ટેમ્બરથી પાસ અપાશે
The general public will be given a pass from September 21 to enter the new secretariat complex

GANDHINAGAR : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પ્રજાહિતકારી નિર્ણય લીધો છે. નાગરિકો-સામાન્ય પ્રજાવર્ગો-મુલાકાતીઓને નવા સચિવાલય સંકુલમાં પ્રવેશ પાસ મેળવી પ્રવેશ આપવાની પ્રથા મંગળવાર તા.21 સપ્ટેમ્બરથી ફરી શરૂ કરાશે. .કોવિડ-કોરોના વાયરસ સંક્રમણ સ્થિતીમાં સચિવાલયમાં મુલાકાતીઓ માટે બંધ કરાયેલી પ્રવેશ વ્યવસ્થા હળવી કરવાના અભિગમ સાથે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જનહિતમાં આ નિર્ણય લીધો છે.

નાગરિકો-સામાન્ય પ્રજાવર્ગો-મુલાકાતીઓને નવા સચિવાલય સંકુલમાં ગેટ નં-1 અને ગેટ નં-4 પરથી પ્રવેશ પાસ દ્વારા પ્રવેશ અપાશે. રાજ્યના સામાન્ય વહિવટ વિભાગ તરફથી મુલાકાતીઓને કોરોના સંક્રમણ નિયંત્રણ ગાઇડલાઇન SOPનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકો, સામાન્ય પ્રજાજનો, મંત્રીઓ, અધિકારીઓને પોતાના કામકાજ માટે સરળતાએ મળી શકે તેવા પ્રજાહિતકારી અભિગમથી નવા સચિવાલય સંકુલ, સ્વર્ણિમ સંકુલ-1 અને 2 માં પ્રવેશ પાસ મેળવી મુલાકાતી પ્રવેશની પદ્ધતિ ફરી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સામાન્ય પ્રજાવર્ગો-નાગરિકો કોઇપણ હાલાકી વિના સરળતાએ મંત્રીઓ, સરકારી અધિકારીઓને મળી શકે તેવા ઉદાત્ત ભાવથી આ નિર્ણય કરેલો છે. મુખ્યપ્રધાનના દિશાનિર્દેશનમાં રાજ્યના સામાન્ય વહિવટ વિભાગે આ અંગેની સૂચનાઓ જારી કરતા પરિપત્રમાં જણાવ્યું છે કે મંગળવાર તા.21 સપ્ટેમ્બર 2021 થી કામકાજના દિવસો દરમ્યાન નવા સચિવાલય સંકુલમાં રાબેતા મુજબ પ્રવેશ આપવામાં આવશે.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં કોરોના સંક્રમણના પરિણામે માર્ચ-2020થી નવા સચિવાલય સંકુલમાં મુલાકાતી પ્રવેશ પર મુકવામાં આવેલા આ નિયંત્રણો હવે કોરોના કેસોનું પ્રમાણ ઘટતાં દૂર કરવાનો નિર્ણય કર્યો છે.
તદઅનુસાર, મંગળવાર તા.21 મી સપ્ટેમ્બરથી નવા સચિવાલયના ગેટ નં-1 અને ગેટ નં-4 મારફતે મુલાકાતીઓ-નાગરિકોને પ્રવેશ પાસ થકી પ્રવેશ આપવામાં આવશે.

પ્રવેશ મેળવનારા નાગરિકો-મુલાકાતીઓને માસ્ક/ફેઇસ કવર પહેરવા તેમજ કોરોના સંક્રમણ નિયંત્રણ અંગેની માર્ગદર્શિકા SOP નું પાલન જાહેર હિતમાં કરવા પણ અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો : આધુનિક સમાજમાં એકતા-સમાનતા માટે રામાનુજાચાર્યના વિચારો મહત્વપૂર્ણ: ત્રિદંડી ચિન્ના જીયાર સ્વામી

આ પણ વાંચો : છોટાઉદેપુરમાં સાર્વત્રિક મેઘ મહેર, અઢી ઇંચ વરસાદ પડતા જિલ્લાની સૌથી મોટી નદી ઓરસંગ નદી બે કાંઠે

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati