કોરોના રસીકરણમાં ગુજરાતની વધુ એક આગવી સિદ્ધિ , 4 કરોડ લોકોનું પ્રથમ ડોઝનું રસીકરણ પૂર્ણ

Vaccination in Gujarat :રાજ્યમાં રસીકરણ પાત્રતા ધરાવતા 4.93 કરોડ લાભાર્થીઓમાંથી 4 કરોડ 39 હજારને પ્રથમ ડોઝથી રક્ષિત કરાયા. ગુજરાતે કોરોના વેક્સિનેશન મહાઅભિયાન અન્વયે વધુ એક સિદ્ધિ પ્રાપ્ત કરી છે.

કોરોના રસીકરણમાં ગુજરાતની વધુ એક આગવી સિદ્ધિ , 4 કરોડ લોકોનું પ્રથમ ડોઝનું રસીકરણ પૂર્ણ
the first dose of vaccination of 4 crore people has been completed In Gujarat

GANDHINAGAR : કોરોના વેક્સિનેશનમાં ગુજરાતે વધુ એક આગવી સિદ્ધિ મેળવી છે. રાજ્યમાં કોરોના રસીના 4 કરોડ પ્રથમ ડોઝ અપાઇ ગયા છે, એટલે કે રાજ્યમાં 4 કરોડ લોકોનું પ્રથમ ડોઝનું રસીકરણ પૂર્ણ થઇ ચુક્યું છે. આ સાથે જ રાજ્યમાં કુલ 5.68 કરોડ ડોઝ અપાઈ ગયા છે. રાજ્યમાં રસીકરણ પાત્રતા ધરાવતા 4.93 કરોડ લાભાર્થીઓમાંથી 4 કરોડ 39 હજારને પ્રથમ ડોઝથી રક્ષિત કરાયા. ગુજરાતે કોરોના વેક્સિનેશન મહાઅભિયાન અન્વયે વધુ એક સિદ્ધિ પ્રાપ્ત કરી છે.

અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, ગુજરાતમાં પ્રથમ ડોઝ મેળવનારાઓની ટકાવારી 81.1 ટકા જેટલી થઇ ગઇ છે. 1 કરોડ 68 લાખ 50 હજાર 352 લાભાર્થીઓને વેક્સિનનો બીજો ડોઝ પણ આપી દેવામાં આવ્યો છે. સમગ્ર રીતે રાજ્યમાં 5.68 કરોડથી વધુ વેક્સિન ડોઝ આપવામાં આવ્યા છે. ગુજરાતે દર એક હજારની વસ્તીએ 890 રસીના ડોઝ આપીને દેશમાં મોટા રાજ્યોમાં વેક્સિનેશન અન્વયે અગ્રેસરતા દાખવી છે.

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati