PM MODIના ગુજરાત પ્રવાસ પર પ્રદેશ કોંગ્રેસ ઉઠાવ્યા સવાલો, ગુજરાત સરકાર પર કર્યા પ્રહારો

કોંગ્રેસ (Congress) પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે પ્રેસમાં જણાવ્યું કે  તેઓએ દક્ષિણ ગુજરાતના પ્રવાસમાં 40 ધારાસભ્યોની બેઠક બોલાવી. પીએમ કાર્યક્રમને લઈને તપાસ કરવા જણાવ્યું. તપાસમાં 500 થી 700 વીઘા જમીનમાં તૈયારી થઈ રહી હતી

PM MODIના ગુજરાત પ્રવાસ પર પ્રદેશ કોંગ્રેસ ઉઠાવ્યા સવાલો, ગુજરાત સરકાર પર કર્યા પ્રહારો
Pradesh Congress raises questions on PM MODI's Gujarat tour (સિમ્બોલિક ઇમેજ)
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Apr 17, 2022 | 8:43 PM

PM MODI ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસે છે. જે કાર્યક્રમને કોંગ્રેસે (Congress) આવકાર્યો છે, પણ સાથે જ કાર્યક્રમને લઈને કોંગ્રેસે સરકારને આડે હાથ લીધી, અને સરકાર (Government) શા માટે કરોડોના નાણાં ખર્ચી રહી છે. તેમજ રાજ્ય દેવામાં છે. ત્યારે ચૂંટણી સમયે કેમ સરકાર કાર્યક્રમો કરે છે તેવા સવાલ ઉભા કર્યા છે. કાર્યક્રમ પાછળ ખર્ચ નહિ કરી લોક વિકાસ માટે નાણાં ખર્ચ કરવા કોંગ્રેસે સલાહ આપી છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા અને જીગ્નેશ મેવાણીએ કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય પર પ્રેસ કરી આ આક્ષેપો કર્યા હતા.

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે પ્રેસમાં જણાવ્યું કે  તેઓએ દક્ષિણ ગુજરાતના પ્રવાસમાં 40 ધારાસભ્યોની બેઠક બોલાવી. પીએમ કાર્યક્રમને લઈને તપાસ કરવા જણાવ્યું. તપાસમાં 500 થી 700 વીઘા જમીનમાં તૈયારી થઈ રહી હતી અને ત્યાં જોવા ગયા તો પોલીસના 200 વાહન હતા. તેમજ પીએમ આવી રહ્યા છે ત્યારે કાર્યક્રમને લઈને કલેકટર, જિલ્લા પંચાયત, એસ પી. તાલુકા ઓફીસ વગેરે સરકારી તંત્ર 15 દિવસથી ઠપ છે. તેવા આક્ષેપ કર્યા.

તેમજ દાહોદ કાર્યક્રમમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, પાટણ માંથી લોકોને બોલાવવા કાર્યકમ યોજ્યો. જેમાં એક પણ ભાજપનો કાર્યકર કામે લાગ્યો નથી. સરકારી સિસ્ટમ કામે લાગી છે. 100 થી 125 કરોડનો ખર્ચ ટેક્સના નાણાંનો ધુમાડો કરી રહી છે. સરકાર આ રૂપિયામાં આંગણવાડી, કોરોનામાં મોતને ભેટેલાને મદદ કરવા, સરકારી નોકરી આપવામાં, શાળાઓ બંધ થઈ તે ખુલી રાખી શક્ય હોત, તેમજ હોસ્પિટલ બનાવી શક્ય હોત તેવા આક્ષેપ કરી, દાહોદમાં પાણી સમસ્યા દૂર કરી શક્યા હોત તેમ જણાવ્યું. સાથે જ જલસામાં રૂપિયા વાપરવા કરતા સુખાકારી માટે નાણા વાપર્યા હોય તો લેખે લાગત તેમ જણાવી શિક્ષણમાં નાણાં વાપરવા અપીલ કરી હતી.

અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે

જગદીશ ઠાકોરે વધુમાં જણાવ્યું કે સવાલ પૂછવાનો વિપક્ષનો હક છે. કાર્યક્રમના 24 કલાક પહેલા 100 મીટરના અંતરમાં કોંગ્રેસ કાર્યકરોની કેમ અટકાયત કરવામાં આવે. ભાજપની સરકારના પગ નીચેથી આદિવાસી વિસ્તારની જમીન ખસી ગઈ છે. સરકાર જવાબ આપે તેવી આશા છે.

તો પ્રભારી રઘુ શર્માએ પણ ભાજપ અને સરકાર પર નિશાન સાધ્યું અને જણાવ્યું કે કાર્યક્રમમાં ખર્ચો કરવામાં આવી રહ્યો છે તે અયોગ્ય છે. પીએમ આવે, સરકારી સ્કીમ લોન્ચ કરે કોઈ વાંધો નહિ. ચૂંટણી નજીક છે ત્યારે પીએમએ ગુજરાતની આર્થિક પરિસ્થિતિ પર ધ્યાન આપે. હાલમાં ગુજરાત પર 3.8 હજાર કરોડ દેવું છે. એક વ્યક્તિ પર 50 કરોડ દેવું થાય તો 2024 સુધી આ દેવું 4.50 હજાર કરોડ સુધી પહોંચશે તેવા આક્ષેપ કર્યા.

વધુમાં જણાવ્યું કે પીએમ ત્રણ દિવસના પ્રવાસે છે. પીએમ પ્રદેશમાં આવે કાર્યક્રમ કરે પણ અમારો એ પ્રશ્ન છે કે સરકારી ખર્ચથી ના કરે. ચૂંટણી છે ત્યારે આવે છે. કોરોના વખતે આવવું હતું પીએમએ. ત્યારે કેટલી વિઝીટ થઈ છે બતાવે. સરકારી ખર્ચ બીજેપીના  કાર્યક્રમ માટે ના કરે તેનો અમારો વિરોધ છે.

તો ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દાહોદમાં કુપોષિત સંખ્યા છે. પાણીની સમસ્યા છે, સફાઈ કામદાર, આશાવર્કર કે કર્મચારીને લઘુતમ વેતન આપવામાં આવતું નથી. apl bpl કાર્ડ ધારકમાં 70 ટકા એપ્લિએક્શન કરે છે. કુપોષિત મુક્ત કરવું તેની સામે 100 કરોડ ખર્ચ કરો કાર્યક્રમમાં તે કેટલું યોગ્ય તેવા આક્ષેપ કર્યા. તેમજ નીરવ મોદી, લલિત મોદી, વિજય માલિયા પાસેથી નાણાં લઈને ખર્ચ કરે પણ સરકારના નાણાં કેમ ખર્ચ કરે તેવા આક્ષેપ પણ કર્યા.

સાથે જ પાર્ટીના કાર્યક્રમ પાર્ટીના નાણાં ઉપયોગ થાય અને સરકારના કાર્યક્રમ સરકારી ખર્ચે થાય તેમ પણ જણાવી દાહોદમાં સવલત અને રોજગારી ઉભી કરી શકે, જેથી દાહોદના રહીશોએ બહાર જવું ન પડે તેમ જણાવી. પાર તાપી રિવર લિંક યોજના સ્થગિત કરે બંધ નથી કરવામાં આવી તે પીએમ જાહેર કરે તેવી પણ માંગ કરી.

કાર્યક્રમમાં હાજર કોંગ્રેસના નેતા મનહર પટેલને બિયારણ વિશે પૂછતાં તેઓએ પરિપત્ર પરત ખેંચવા માંગ કરી છે.

સંશોધિત પાક બિયારણના રજીસ્ટ્રેશન બંધ કરતો પરિપત્ર કૃષિ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. જેને પરત ખેંચવાની માંગ કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલ દ્વારા કરવામાં આવી છે. મનહર પટેલનું માનવું છે કે આ પરિપત્રથી બીજ ઉત્પાદક કંપનીઓ કોઈપણ પ્રકારનું હલકી ગુણવત્તા વાળું બિયારણ પણ ખેડૂતોને વેચી શકશે. કારણકે નવા પરિપત્ર મુજબ હવે બિયારણ બનાવવા માટે કંપનીઓને અગાઉથી રજીસ્ટ્રેશન કે કોઈપણ પ્રકારની મંજૂરીની જરૂર નહિ રહે. જેનો ભોગ ગુજરાતના ખેડૂત બનશે અને ત્યારબાદ હલકી ગુણવત્તાના બિયારણ વાપર્યા બાદ ખેડૂતોને જે નુકસાન થશે તેના વળતરનો દાવો પણ ખેડૂત નહિ કરી શકે, વધુમાં મનહર પટેલે કહ્યું કે ખેડૂતોની ખેતીને સુરક્ષિત કરવામાં આ પરિપત્ર અડચણરૂપ બની રહ્યો છે. કાયદો હોવા છતાં બિન ગુણવત્તાયુક્ત બિયારણ વાપરીને ખેડૂતો કરોડોનું નુકસાન ભોગવી રહ્યા છે. ત્યારે આ પરિપત્ર બાદ ગુજરાતના ખેડૂતોને વધુ નુકસાન થશે.

આ પણ વાંચો :Ahmedabad: ત્રણ વર્ષ બાદ AMCના સ્વીમીંગ પુલ હાઉસફૂલ એપ્રિલમાં સભ્યોની સંખ્યા બે ગણી વધી

આગામી જુલાઇ મહિનામાં ખોખરા બ્રિજ (ROB) તૈયાર થઇ જશે, રેલવે વિભાગે જાહેર કરી ટાઈમ લાઇન

Latest News Updates

રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
g clip-path="url(#clip0_868_265)">