PM Modi Mother passed away : હરિ શરણે હીરા બા, પીએમ મોદી સહિત ચાર ભાઈઓએ મુખાગ્નિ આપ્યો, મોદી થયા ભાવુક

PM MODIના માતા હીરાબાનું નિધન થયું છે. માતા હીરાબાનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થયો છે. માતા હીરાબાના પાર્થિવદેહને પીએમ મોદી સહિત ચારેય ભાઇએ મુખાગ્નિ આપ્યો હતો. આ દરમિયાન પીએમ મોદી ભાવુક થયા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 30, 2022 | 10:13 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું વહેલી સવારે નિધન થયું છે. ત્યારે હીરાબાના પાર્થિવદેહને પીએમ મોદી સહિત તેમના ચારેય ભાઇઓ દ્વારા મુખાગ્નિ આપવામાં આવ્યો છે. અને, હીરાબાનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થયો છે. ત્યારે માતાના નિધન પર પીએમ મોદીને દેશભરના નેતાઓ સહિત મહાનુભાવોએ સાંત્વના આપી હતી.

મોદી પરિવાર ભાવુક થયો

પીએમ મોદીના માતા હીરાબાની બે દિવસ પહેલા તબિયત લથડી હતી. અને, હીરાબાને યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે આજે વહેલી સવારે 3.30 કલાકે હીરાબાએ અંતિમ શ્વાસ લીધા હતા. આ બાબતે પીએમ મોદીએ ખુદ જ ટ્ટિટ કરીને માહિતી આપી હતી. માતાના નિધનના સમાચાર મળતાની સાથે જ વડાપ્રધાન તાત્કાલિક દિલ્હીથી ગાંધીનગર પહોંચી ગયા હતા. અને, માતાના અંતિમ સંસ્કાર કર્યા હતા.

ખુદ વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને આપી 

પીએમ મોદીએ ટ્વિટ કરીને હીરાબાના નિધનની જાણકારી આપી હતી. તેમણે લખ્યું – એક ગૌરવપૂર્ણ સદી ભગવાનના ચરણોમાં છે. માતામાં, મેં હંમેશા તે ત્રિમૂર્તિ અનુભવી છે, જેમાં એક તપસ્વીની યાત્રા, નિઃસ્વાર્થ કર્મયોગીનું પ્રતીક અને મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ જીવનનો સમાવેશ થાય છે.

નરેન્દ્ર મોદી વહેલી સવારે રાયસણ પંકજભાઈના ઘરે પહોંચી ગયા. અહીં તેમણે તેમનાં અંતિમ દર્શન કર્યા હતા અને ત્યાર પછી તેમને અંતિમસંસ્કાર કરાયા હતાં. સેક્ટર 30 સ્મશાનમાં અંતિમસંસ્કાર કરવામાં આવ્યા છે. અંતિમવિધિમાં મોદી પરિવાર ભાવુક થઈ ગયો હતો. મોદી પરિવારે હીરાબાના આત્માને શાંતિ મળે એ માટે પ્રાર્થના કરવા કહ્યું હતું.

Follow Us:
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
g clip-path="url(#clip0_868_265)">