Gujarat માં કૃષિ ક્ષેત્રે ડ્રોન ટેકનોલોજીનો નવતર પ્રયોગ હાથ ધરાશે, ચાલુ વર્ષે કુલ 1.40 લાખ એકરમાં તેનો ઉપયોગ કરાશે

કૃષિક્ષેત્રમાં અદ્યતન ડ્રોન ટેકનોલોજી-કૃષિ વિમાનના ઉપયોગની 100 ટકા રાજ્ય પુરસ્કૃત યોજનાનો શુભારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે 05મી ઓગસ્ટે રોજ સવારે 9.00 કલાકે ગાંધીનગરના ઇસનપુર મોટા ગામેથી કરવામા આવશે. આ પ્રસંગે ઇફ્કોના ચેરમેન દિલિપસંઘાણી ઉપસ્થિત રહેશે.

Gujarat માં કૃષિ ક્ષેત્રે ડ્રોન ટેકનોલોજીનો નવતર પ્રયોગ હાથ ધરાશે, ચાલુ વર્ષે કુલ 1.40 લાખ એકરમાં તેનો ઉપયોગ કરાશે
Gujarat Drone Technology
Follow Us:
Kinjal Mishra
| Edited By: | Updated on: Aug 05, 2022 | 4:30 PM

ગુજરાતના(Gujarat)મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના(CM Bhupendra Patel)નેતૃત્વમાં રાજય સરકાર દ્વારા વર્ષ 2022-23 દરમિયાન કૃષિ ક્ષેત્રમાં અદ્યતન ડ્રોન ટેક્નોલોજી- (Dron Technology) કૃષિ (Agriculture) વિજ્ઞાનમાં ડ્રોનના મહત્તમ ઉપયોગ અંગેની નવી યોજના માટે કુલ રૂ. 3500 લાખની જોગવાઈ કરવામાં અવી છે. જેના ભાગરૂપે ચાલુ વર્ષે કુલ 1.40 લાખ એકરમાં પાક સંરક્ષણ રસાયણો, નેનો યુરીયા,FCO માન્ય પ્રવાહી તેમજ જૈવિક ખાતરના છંટકાવની કામગીરી બે પધ્ધતિ દ્વારા અમલમાં મૂકવાનો ગુજરાત સરકાર દ્વારા ખેડૂત હિતલક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે તેમ કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલે જણાવ્યું હતું.

મંત્રીએ ઉમેર્યું કે, કૃષિક્ષેત્રમાં અદ્યતન ડ્રોન ટેકનોલોજી-કૃષિ વિમાનના ઉપયોગની 100 ટકા રાજ્ય પુરસ્કૃત યોજનાનો શુભારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે 05મી ઓગસ્ટે રોજ સવારે 9.00 કલાકે ગાંધીનગરના ઇસનપુર મોટા ગામેથી કરવામા આવશે. આ પ્રસંગે ઇફ્કોના ચેરમેન દિલિપસંઘાણી ઉપસ્થિત રહેશે.

જેમાં વર્ષ 2022-23 દરમિયાન કૃષિ ક્ષેત્રમાં ડ્રોન ટેક્નોલોજી-કૃષિ વિમાનના ઉપયોગ અંગેની નવી યોજના માટે કુલ રૂ. 3500 લાખની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં નેનો યુરીયાના છંટકાવ માટે ખાસ 2 થી 3 ગામોના 1500 એકરના ક્લસ્ટર બનાવી ડ્રોન દ્વારા છંટકાવ કરવામાં આવશે. જેમાં નવી યોજનાનો લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકાશે. જેમાં સહાયનું ધોરણ ખર્ચના 90 ટકા અથવા વધુમાં વધુ રૂ.500 – બે માંથી જે ઓછુ હોય તે રકમ પ્રતિ એકર, પ્રતિ છંટકાવ મળવાપાત્ર થશે. આ ઉપરાંત ખાતર-જંતુનાશક દવાઓના મહત્તમ ઉપયોગ થકી ખેડૂતોની આવકમાં 40 ટકા વધારાની સાથે પર્યાવરણના પ્રદૂષણને નિયંત્રણમાં રાખી શકાય છે

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકા ખાતેથી અને કૃષિ રાજય મંત્રી મુકેશભાઇ પટેલ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ભટગામેથી શુભારંભ કરાવશે.જયારે ડાંગ જિલ્લા સિવાય બાકીના તમામ જિલ્લાઓમા આજ દિવસે શુભારંભ કરવામાં આવશે.

તેમણે કૃષિ ક્ષેત્રમાં ડ્રોન ટેકનોલોજીના ઉપયોગની સહાયકારી યોજનાથી ખુબ જ મોટા પ્રમાણમાં ફાયદાઓ થશે તેમ જણાવતાં કહ્યું હતું કે ડ્રોન ટેકનોલોજી -કૃષિ વિમાનના ઉપયોગથી ફકત 20 મીનીટમાં 1 હેકટર જેટલા વિસ્તારમાં ૨૫ લીટર પાણી દ્વારા દવા છંટકાવ કરી શકાય છે.જેમાં રસાયણનો 90 ટકા થી વધુ અસરકારક ઉપયોગ કરી શકાય છે. ખાતર અને જંતુનાશક દવાઓના મહત્તમ ઉપયોગ થકી ખેડૂતોની આવકમાં 40 ટકા વધારો તથા પર્યાવરણના પ્રદૂષણને નિયંત્રણમાં રાખી શકાય છે. આ ઉપરાંત ખેત મજૂરની સમસ્યાનું નિવારણ લાવી ખેડૂતોનું સ્વાસ્થ્ય, ઉદ્યોગસાહસિકતા અને રોજગારીની તકો ઊભી કરી શકાશે.રાજ્યના વધુમાં વધુ ખેડૂતો આ યોજનાનો લાભ મેળવે તેવો કૃષિમંત્રીએ અનુરોધ પણ કર્યો હતો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">