Gujarat માં સ્વાતંત્ર્ય દિવસ-15 મી ઓગસ્ટ સુધીમાં 663 અમૃત સરોવરનો લોકાર્પણ કાર્યક્રમ યોજાશે

ગુજરાતના મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજયમાં હાલ કુલ 2767 સ્થળોની અમૃત સરોવ૨(Amrit Sarovar) તરીકે પસંદગી કરવામાં આવી છે જે અંતર્ગત 2422 કામો પ્રગતિમાં છે. જે પૈકી આગામી સ્વાતંત્ર્ય પર્વ-૧૫ ઓગષ્ટ, 2022 સુધીમાં ૬૬૩ અમૃત સરોવરના લોકાર્પણ કરવામાં આવશે

Gujarat માં સ્વાતંત્ર્ય દિવસ-15 મી ઓગસ્ટ સુધીમાં 663 અમૃત સરોવરનો લોકાર્પણ કાર્યક્રમ યોજાશે
Gujarat Amrit Sarovar
Image Credit source: File Image
TV9 GUJARATI

| Edited By: Chandrakant Kanoja

Aug 03, 2022 | 11:42 PM

ગુજરાતના(Gujarat)  તમામ ૩૩ જિલ્લાઓમાં ‘ આઝાદી કા અમૃત મહોત્સવ‘( Azadi Ka Amrit Mahotsav)   અંતર્ગત  75  અમૃત સરોવરના(Amrit Sarovar)  નવનિર્માણ-નવિનીકરણનો સંકલ્પ કરવામાં આવ્યો છે. આ સંકલ્પ સામે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજયમાં હાલ કુલ 2767 સ્થળોની અમૃત સરોવ૨ તરીકે પસંદગી કરવામાં આવી છે જે અંતર્ગત 2422 કામો પ્રગતિમાં છે. જે પૈકી આગામી સ્વાતંત્ર્ય પર્વ-૧૫ ઓગષ્ટ, 2022 સુધીમાં ૬૬૩ અમૃત સરોવરના લોકાર્પણ કરવામાં આવશે તેમ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું.

પ્રવક્તા મંત્રીએ વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, આગામી સ્વાતંત્ર્ય પર્વ-15 ઓગષ્ટ, 2022 ના રોજ 663 અમૃત સરોવર ખાતે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાશે. અમૃત સરોવર અંતર્ગત રાજ્યકક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ અરવલ્લી જિલ્લાના ધનસુરા ગામ તળાવ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજવામાં આવશે. જ્યારે જિલ્લા મથકોએ મંત્રી મંડળના સભ્યઓના અધ્યક્ષસ્થાને યોજાનાર ધ્વજ વંદન કાર્યક્રમમાં આ અમૃત સરોવરોના લોકાર્પણ કરવામાં આવશે. જે માટે અમૃત સરોવર પર કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટિ (CSR)અને લોકભાગીદારીથી વિશેષ સુશોભન કરવામાં આવશે. ઓછામાં ઓછામાં 1 એકર ક્ષેત્રફળમાં અમૃત સરોવર વિસ્તરેલું હોવાથી પ્રતિ સરોવર અંદાજે 10,000 ક્યુબીક મીટર પાણીનો સંગ્રહ થશે જેના પરિણામે જે તે વિસ્તારમાં પાણી સ્તર વધુ ઊંચા આવશે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

મંત્રીએ કહ્યું હતું કે, મનરેગા અંતર્ગત 950 , સિંચાઈ વિભાગ હેઠળ 1148 , વોટર શેડ-106 , NHAI-14,વન વિભાગ-02 , 15 મું નાણાપંચ-01 , રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવે-09 , અન્ય CSR-229 તેમજ અન્ય લોક ભાગીદારીથી 308 એમ કુલ 2767 સ્થળો-અમૃત સરોવરની પસંદગી કરવામાં આવી છે.

પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું હતું કે, આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત AMUL દ્વારા 1 કરોડ દુધની થેલી ઉપર હર ઘર તિરંગાના લોગો ચિહ્નિત કરવામાં આવ્યા છે. આવી જ રીતે સ્ટેમ્પ-ટીકીટોમાં પણ આ લોગો પ્રિન્ટ કરી દેશપ્રેમ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે જે આવકારદાયક છે.

પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકારી-ખાનગી અને સહકારી તમામ ક્ષેત્રોમાં આઝાદીના ૭૫માં વર્ષની ઉજવણીનો અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્યના નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના વધુ બળવત્તર બને તે માટે રાજ્યની 8 મહાનગરપાલિકાઓમાં તા.10 અને તા.11 ઓગષ્ટ-2022 ના રોજ દોડનું આયોજન કરાયું છે, જેમાં નાગરિકોને સહભાગી થવા અનુરોધ કર્યો છે. તે ઉપરાંત આવતી કાલે તા.4 ઓગષ્ટથી તા.12 ઓગષ્ટ દરમિયાન રાજ્યની તમામ 8 મહાનગર પાલિકાઓમાં “હર ઘર તિરંગા યાત્રા”નું આયોજન કરાયુ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતી કાલે સુરત ખાતેથી આ યાત્રાનો શુભારંભ કરાવશે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati