લતા મંગેશકર (Lata Mangeshkar) એ વર્ષ 2019માં ફરી વખત નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારે દીકરાનાં પ્રધાનમંત્રી બન્યાના ઉપલક્ષમાં લતા મંગેશકરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) ની માતા હિરાબા (Hiraba) ને પત્ર લખીને દીકરાનાં બીજી વખત વડાપ્રધાન બનવા બદલ શુભેચ્છા પાઠવી હતી. લતાજીએ આ પણ ગુજરાતીમાં લખ્યો હતો અને તેમણે પહેલી વખત ગુજરાતીમાં પણ લખ્યો હોવાનો ઉલ્લેખ પણ કર્યો હતો અને કોઈ ભૂલ રહી ગઈ હોય તો માફી પણ માગી હતી.
આ પત્ર પર લખ્યું હતું કે, ‘ભગવાન શ્રી રામની અસીમ કૃપાથી આપનાં સુપુત્ર અને મારા ભાઇ શ્રી નરેન્દ્ર ભાઇ મોદી ફરીવાર પ્રધનામંત્રી બનવા બદલ અનેક અનેક શુભકામના. તેમણે પરિવારના તમામ લોકો માટે શુભકામના લખી હતી.
આપનાં તેમજ શ્રી નરેન્દ્રભાઇનાં સાદગી પૂર્ણ જીવનને વંદન, શ્રી પ્રહલાદભાઇ શ્રી પંકજભાઇ તેમજ આપના સર્વ પરિવારને ખુબ ખુબ શુભકામના કુશળ આરોગ્ય તથા દીર્ઘ આયુષ્ય માટે પ્રભુને પ્રાર્થના હુ આ પત્ર પ્રથમ વખત ગુજરાતીમાં લખુ ચુ કંઇ ભૂલ ચૂક હોઇ તો ક્ષમા કરશો.’
વંદે માતરમ્
લી. આપની દીકરી
લતા મંગેશકર
આ પણ વાંચોઃ અસિત વારોનું ગૌણસેવા પસંદગી મંડળના ચેરમેન પદેથી રાજીનામુ, આઈ. કે.જાડેજા અને બળવંતસિંહ રાજપૂતનું પણ રાજીનામુ
આ પણ વાંચોઃ કોરોના ઘટતાં જીટીયુ દ્વારા વિવિધ વિભાગોની પરીક્ષા ઓફલાઈન યોજવાનું આયોજન, વિદ્યાર્થીઓેએ નિર્ણયનો કર્યો વિરોધ