કે.કૈલાસનાથન વધુ એક વાર બન્યા મુખ્યપ્રધાનના ચીફ સેક્રેટરી, નવા CMના ના ચીફ પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે ફરજ બજાવશે

કે.કૈલાસનાથનની સેવા નો લાભ નવા રાજ્યના નવા મુખ્યપ્રધાનને મળશે. તેઓ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના ચીફ પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે ફરજ બજાવશે.

કે.કૈલાસનાથન વધુ એક વાર બન્યા  મુખ્યપ્રધાનના ચીફ સેક્રેટરી, નવા CMના ના ચીફ પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે ફરજ બજાવશે
K Kailashnathan to serve as Chief Principal Secretary of Gujarat CM Bhupendra Patel

GANDHINAGAR : કે.કૈલાસનાથન વધુ એક વાર  મુખ્યપ્રધાનના ચીફ સેક્રેટરી બન્યા છે. કે.કૈલાસનાથનની સેવા નો લાભ નવા રાજ્યના નવા મુખ્યપ્રધાનને મળશે. તેઓ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના ચીફ પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે ફરજ બજાવશે. નિવૃત્તિ બાદ લાંબા વર્ષોથી સીએમઓ માં સેવા આપે રાજ્ય છે કૈલાસનાથન. રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે આ ઓર્ડર કર્યો છે. ગુજરાતમાં નવી સરકાર કાર્યરત થતા કૈલાસનાથન માટે ઓર્ડર થયો છે.

ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ગયા અઠવાડિયે આશ્ચર્યજનક તેમની ઓફિસમાંથી બહાર નીકળ્યા અને રાજીનામું આપ્યા બાદ તેમના સમગ્ર સ્ટાફને પણ દરવાજો બતાવવામાં આવ્યો હતો. અને હવે, ભૂપેન્દ્ર પટેલે વિજય રૂપાણીનું સ્થાન લીધું છે. નવા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની CMO ની એક સંપૂર્ણપણે નવી ટીમ બનાવવામાં આવી છે.

ગુજરાતના નવા સીએમ ભૂપેન્દ્ર પટેલે વિધિવત રીતે મુખ્યમંત્રીનો પદભાર સાંભળ્યા બાદ CMO ઓફિસમાં અધિકારીઓમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા હતા.

જેમાં સીએમઓ(CMO) કાર્યાલયના નવી નિયુક્તિઓમાં અધિકારીઓમાં ફેરફાર કરવામાં આવ્યા છે. પંકજ જોશીની એડિશનલ ચીફ સેક્રેટરી (acs to cmo)જ્યારે અવંતિકા સિંઘની સેક્રેટરી ટુ સીએમમો નિમવામાં આવ્યા છે. આ ઉપરાંત એમ.ડી. મોડિયાને ઓફિસ ઓન ડયુટી સીએમઓ નિયુક્ત કરવામાં આવ્યા છે. એન. એન. દવે ઓફિસ ઓન ડયુટી સીએમઓ કાર્યાલય નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે આ ફેરબદલમાં અશ્વિની કુમાર અને એમ.કે. દાસને સીએમઓમાંથી દૂર કરવામાં આવ્યા છે.

નવા મુખ્યપ્રધાન આવતા મુખ્યપ્રધાન કાર્યાલય (CMO) માં ફેરફાર થયા છે,પણ ચીફ પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે ફરી એક વાર કે.કૈલાસનાથનની નિમણૂંક કરવામાં આવી છે.

આ પણ વાંચો : ખેડૂતો માટે સારા સમાચાર, રાજ્યની નવી સરકારે પાક નુકસાની સામે બમણું વળતર આપવાની જોગવાઈ કરી

આ પણ વાંચો : મજૂરીકામ કરતા મુંબઈના આદિલ શેખે મોડેલીંગની લાલચ આપી અમદાવાદની સગીરાને મુંબઈ બોલાવી, જાણો પછી શું થયું

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati