હિના પેથાણી હત્યા કેસના આરોપી સચિન દીક્ષિતના બે મોબાઈલ પોલીસે કબજે કર્યા

પોલીસ સચિન દીક્ષિતના મોબાઈલ ડેટા મેળવવા FSLની મદદ લઈ શકે છે. સચિન અને હિના કેટલા સમયથી સંપર્કમાં હતા તેની વિગત મોબાઈલ ડેટા આધારે મેળવી શકાશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 12, 2021 | 1:27 PM

હિના પેથાણી(Hina Pethani)હત્યા કેસના(Murder)આરોપી  સચિન દીક્ષિતના બે મોબાઈલ પોલીસ દ્વારા  કબજે કરવામાં આવ્યા છે. તેમજ મોબાઈલથી કરવામાં આવેલા ફોનની વિગતો મેળવવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. તેમજ હત્યા બાદ સચિન દીક્ષિતે કોની કોની સાથે વાત કરી તેની માહિતી મેળવાશે. તેમજ હત્યા સમયે સચિન દીક્ષિતનું મોબાઈલ લોકેશન ટ્રેસ કરવાની પણ કાર્યવાહી હાથ ધરાઈ છે.

તેમજ મોબાઈલ લોકેશનને આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. જેમાં પોલીસ સચિન દીક્ષિતના મોબાઈલ ડેટા મેળવવા FSLની મદદ લઈ શકે છે. સચિન અને હિના કેટલા સમયથી સંપર્કમાં હતા તેની વિગત મોબાઈલ ડેટા આધારે મેળવી શકાશે.

હિના પેથાણી(Hina Pethani)હત્યા કેસના(Murder)આરોપી સચિન દીક્ષિતને(Sachin Dixit)આજે બોપલ લઈ જવામાં આવશે. જેમાં બોપલ( Bopal)-ઘુમા બાળકને રાખતા હોવાથી ત્યાંની તપાસ જરૂરી છે. તેમજ આજે આરોપીને વડોદરા નહિ લઈ જવાય.

આ ઉપરાંત આ કેસના વધુ પુરાવા માટે આરોપીના પરિવારજનોની પૂછપરછ માટે તેમને ગાંધીનગર એલસીબી ખાતે બોલાવાશે. જયા પરિવારજનો પૂછપરછ કરવામાં આવશે. જેમાં સચિનના માતા પિતા અને પત્નીને બોલાવાશે

તેમજ માત્ર 15 હજારના પગારમાં આરોપી સચિન બે ઘર ચલાવતો હોવાની માહિતી સામે આવી છે. તેમજ આવતીકાલે આરોપી સચિનને વડોદરા લઈ જવાય તેવી શકયતા છે. તેમજ આરોપીની હજુ પણ પૂછપરછની જરૂરિયાત લાગતા તપાસ યથાવત રાખવામાં આવી છે.

આ પણ વાંચો : બનાસકાંઠાના ડીસામાંથી એમડી ડ્રગ્સ ઝડપાયું, ચાર લોકોની અટકાયત

આ પણ વાંચો : અમદાવાદ : કેવી હશે નવી પાર્કિગ પોલિસી ? સરકાર બે અઠવાડિયામાં પાર્કિગ પોલિસીને મંજૂરી આપશે

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">