ગુજરાતી ફિલ્મ Nayika Devi ને રાજ્ય સરકારે કરમુક્ત જાહેર કરી

ગુજરાતમાં ફિલ્મ નાયિકા દેવીના પ્રદર્શન બદલ જે-તે સિનેમાગૃહ દ્વારા ચૂકવવામાં આવતા SGSTની પરત ચુકવણી તેમને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે.આ માટે સિનેમાધારકે આ ફિલ્મ કરમુક્ત છે તેવું સ્પષ્ટ દર્શાવવાનું રહેશે.

ગુજરાતી ફિલ્મ Nayika Devi ને રાજ્ય સરકારે કરમુક્ત જાહેર કરી
Gujarat File Nayika Devi BannerImage Credit source: File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 03, 2022 | 8:32 PM

ગુજરાતમાં ગુજરાતી ચલચિત્ર નાયિકા દેવીને (Nayika Devi )  રાજ્યમાં કરમુક્તિનો(Tax Free)  લાભ મળવા પાત્ર થશે. સિનેમાગૃહો દ્વારા આ ફિલ્મ પ્રદર્શિત કરવા બદલ ચૂકવાયેલા કરનું વળતર તેમને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે(CM Bhupendra Patel)  ગુજરાતી ચલચિત્ર નાયિકા દેવીને રાજ્ય સરકારની ફિલ્મ પ્રોત્સાહન નીતિના મળવાપાત્ર થતા લાભો આપવાની જાહેરાત કરી છે.ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાટણના રાજમાતા નાયિકા દેવીના જીવન-કવન, સાહસ-શૌર્ય તેમજ મહમ્મદ ઘોરીને યુદ્ધમાં પરાજિત કરવાની શૂરવીરતાની ગાથાને રૂપેરી પડદે ઉજાગર કરીને ગુજરાતની સાંસ્કૃતિક ધરોહરને જીવંત રાખતી ગુજરાતી ફિલ્મ ‘નાયિકા દેવી’ને રાજ્યમાં કરમુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે.

આ ફિલ્મના પ્રદર્શન બદલ જે-તે સિનેમાગૃહ દ્વારા ચૂકવવામાં આવતા SGSTની પરત ચુકવણી તેમને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે.આ માટે સિનેમાધારકે ; આ ફિલ્મ કરમુક્ત છે’ તેવું સ્પષ્ટ દર્શાવવાનું રહેશે. તેમજ ફિલ્મના પ્રદર્શન બદલ ચૂકવાયેલા SGSTના વળતર માટે ગાંધીનગર માહિતી નિયામકની કચેરી ખાતે નિયત નમૂનામાં આવશ્યક પુરાવાઓ રજૂ કરીને ક્લેઈમ કરી શકાશે.

અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, આ ચલચિત્ર પાટણના રાજમાતા નાયિકા દેવીના જીવન-કવનના સાહસ, શૌર્ય અને મોહમદ ઘોરીને યુદ્ધમાં પરાજિત કરવાની શૂરવીરતાની ગાથાને રૂપેરી પડદે ઉજાગર કરે છે. એટલું જ નહિ, આપણા સાંસ્કૃતિક વારસાના દર્શન અને ધરોહરને જીવંત રાખતી આ ફિલ્મ છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

નાયિકા દેવી: ધ વોરિયર ક્વીન ઉમેશ શર્મા દ્વારા નિર્મિત અને નીતિન જી દ્વારા દિગ્દર્શિત છે. આ ફિલ્મમાં જાણીતી પ્રતિભાશાળી અભિનેત્રી ખુશી શાહ, બોલિવૂડ સ્ટાર ચંકી પાંડે અને અન્ય શ્રેષ્ઠ કલાકારો છે. સંગીત પાર્થ ઠક્કરે આપ્યું છે અને ગીતો ચિરાગ ત્રિપાઠીએ લખ્યા છે. આ ફિલ્મ પાટણના રાણી “નાયિકાદેવી” ના જીવન પર આધારિત છે, જેમણે 12 મી સદીમાં મુહમ્મદ ઘોરીના પાટણ પરના આક્રમણનો હિંમતપૂર્વક સામનો કરી તેની સેનાને ધૂળ ચાટતી કરી હતી

Latest News Updates

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
g clip-path="url(#clip0_868_265)">