ગુજરાત સરકાર ઓક્ટોબર માસમાં દુબઈમાં યોજાનારા એકસ્પોમાં ભાગ લેશે, વિદેશી રોકાણકારોને આકર્ષવાનો પ્રયાસ

ઓક્ટોબરમાં યોજાનારા દુબઇ એક્સ્પો માં જોડાઇને ગુજરાત સરકાર વિદેશી રોકાણકારોને આકર્ષવાનો પ્રયાસ કરશે. આ એક્સ્પોમાં વાયબ્રન્ટ ગુજરાત અને ઇન્વેસ્ટ ઇન ગુજરાતનું પ્રમોશન કરાશે.

ગુજરાત(Gujarat)માં કોરોનાના કારણે વાઈબ્રન્ટ ગુજરાત સમિટ યોજી શકાઇ નથી. ત્યારે ગુજરાત સરકારે જાન્યુઆરી 2022માં સમિટના આયોજનની શક્યતા તપાસવાની શરૂઆત કરી છે. બીજી તરફ ઓક્ટોબરમાં યોજાનારા દુબઇ એક્સ્પો(Dubai Expo) માં જોડાઇને ગુજરાત સરકાર વિદેશી રોકાણકારો(Foreign Invester) ને આકર્ષવાનો પ્રયાસ કરશે. આ એક્સ્પોમાં વાયબ્રન્ટ ગુજરાત અને ઇન્વેસ્ટ ઇન ગુજરાતનું પ્રમોશન કરાશે. 1 ઓક્ટોબરથી દુબઇ ખાતે યોજાનારા વર્લ્ડ એક્સ્પોમાં ગુજરાત સરકારે 5 કરોડ રૂપિયા ચૂકવીને સ્ટોલ રાખ્યો હોવાનું ઉદ્યોગ વિભાગના સૂત્રોએ જણાવ્યું છે

દુબઇમાં મોટાપાયે એક્સ્પો 2021નું આયોજન થઇ રહ્યું છે ત્યારે તેમાં ભાગ લઇ રહેલા અધિકારીઓ કોરોના સંક્રમણ વચ્ચે એક્સ્પોમાં કેવી વ્યવસ્થા થઇ રહી છે અને અન્ય દેશોમાંથી આવતા લોકો માટે શું વ્યવસ્થા છે તેનો પણ અભ્યાસ કરાશે.જેથી વાયબ્રન્ટ સમિટના આયોજનમાં કામ લાગી શકે.

આ પણ વાંચો : VADODARA : વેપારીના અપહરણ બાદ 7 લાખની લૂંટ, 50 લાખની ખંડણી માગી જાનથી મારી નાખવાની ધમકી આપી

આ પણ વાંચો : ISRO : અંતરિક્ષમાં EOS-3 સેટેલાઇટ લોન્ચ કરવાનું કાઉન્ટડાઉન શરૂ, આ રીતે કરશે દેશની રક્ષા

Click on your DTH Provider to Add TV9 Gujarati